Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભેજાબાજ ચોર પોલીસની પકડમાં, ATMમાં જતા લોકોને આ રીતે લૂંટતો...

શ્રમજીવીઓને ટાર્ગેટ બનાવીને ATM માંથી મદદ કરવાના બહાને પૈસા ઉપાડી લેતા ભેજાબાજ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બે દિવસ અગાઉ એક ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ મુજબ બે અલગ અલગ વ્યક્તિઓ સાથે એક જ પ્રકારનો ખેલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળતાં પોલીસ પણ સક્રિય થઇ હતી. આ ખેલ કરનાર ભેજાબાજને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પેહલી ફરિયાદ મુજબ સુનિલ બે દિવસ અગાઉ તેના મિત્ર નિલેશ પટેલ à
10:35 AM Apr 15, 2022 IST | Vipul Pandya

શ્રમજીવીઓને ટાર્ગેટ બનાવીને ATM માંથી મદદ કરવાના બહાને પૈસા ઉપાડી લેતા ભેજાબાજ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બે દિવસ અગાઉ એક ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ મુજબ બે અલગ અલગ વ્યક્તિઓ સાથે એક જ પ્રકારનો ખેલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળતાં પોલીસ પણ સક્રિય થઇ હતી. આ ખેલ કરનાર ભેજાબાજને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. 


પેહલી ફરિયાદ મુજબ સુનિલ બે દિવસ અગાઉ તેના મિત્ર નિલેશ પટેલ સાથે તેના ઘર નજીક આવેલ ઈન્ડસઇન્ડ બેન્કના ATMમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો.તે સમયે ATM બદલી ત્યાંથી આ ભેજાબાજ વિકાસ નીકળી ગયો હતો. ત્યારબાદ સુનિલ જયારે બાજુની દુકાને આધારકાર્ડ મારફત પૈસા ઉપાડવા ગયો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે મદદ કરવાના બહાને ભેજાબાજ તેના એકાઉન્ટ માંથી 21,300 રૂપિયા ઉપાડી ગયો છે.

બીજા કિસ્સામાં આજ વિસ્તારમાં રહેતાં અને વેસુ ખાતે હેન્ડવર્કની દુકાન ધરાવતાં વિનોદ મહંતોને પણ આજ પ્રકારે આ ઠગબાજ દ્વારા ઠગવામાં આવ્યો હતો. વિનોદને ATMમાં રાખેલ કેમેરા તરફ જોવાનું કહીને ATM કાર્ડ બદલી ત્યાંથી તે નીકળી ગયો હતો. વિનોદ અન્ય ATMમાં પૈસા ઉપાડવા ગયો ત્યારે તેને ખબર પડી કે તેના એકાઉન્ટ માંથી 11 હજાર રૂપિયા ઉપડી ગયા છે.

આ બંને કિસ્સાઓને ધ્યાને રાખીને પોલીસે તાત્કાલિક ટીમ બનાવી આ ભેજાબાજને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. પોલીસની આ ટીમને બાતમી મળી હતી બાતમીને આધારે અન્ય કોઈ શ્રમજીવીને શિકાર બનાવે તે પેહલા જ દબોચી લીધો હતો. આમ SOG પોલીસએ ગણતરીના કલાકોમાં આ ભેજાબાજ વિકાસ રાધેશ્યામ તિવારીને ઝડપી પાડ્યો હતો. 

વિકાસ પાસેથી પોલીસ ને અલગ અલગ બેન્કના પાંચ ATM કાર્ડ, એક મોબાઈલ અને રોકડા રૂપિયા 20 હજાર મળી આવ્યા હતાં. હાલ સુરત એસઓજી પોલીસે આરોપીનો કબ્જો પાંડેસરા પોલીસ ને સોંપ્યો છે. હવે પાંડેસરા પોલીસ આ કેસમાં વધુ તપાસ એ કરશે કે આ ભેજાબાજ દ્વારા અન્ય કેટલા ગરીબ શ્રમજીવીઓ ને શિકાર બનાવવામાં આવ્યા છે.
Tags :
ATMGujaratFirstwithdrawcash
Next Article