રાજ ઠાકરે વિરૂદ્ધ દાખલ કરી દીધો કેસ, ઉદ્ધવ સરકારે આપી દીધી ચોખી ચેતવણી
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી લાઉડ સ્પીકરને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલે હવે રાજ ઠાકરે મેદાનમાં ઉતર્યા છે. ઔરંગાબાદમાં રાજ ઠાકરેની મોટી રેલી યોજાઈ હતી. જેના પગલે MSN વડા રાજ ઠાકરે સહિત 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઔરંગાબાદના સિટી ચોક પોલીસ સ્ટેશનમાં પોલિસ ઉપ નિરીક્ષક ગજાનન à
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી લાઉડ
સ્પીકરને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. આ
મામલે હવે રાજ ઠાકરે મેદાનમાં ઉતર્યા છે. ઔરંગાબાદમાં રાજ ઠાકરેની મોટી રેલી યોજાઈ
હતી. જેના પગલે MSN
વડા રાજ
ઠાકરે સહિત 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ભડકાઉ ભાષણ કરવાનો આરોપ
લગાવવામાં આવ્યો છે. ઔરંગાબાદના સિટી ચોક પોલીસ સ્ટેશનમાં પોલિસ ઉપ નિરીક્ષક ગજાનન
ઈંગલ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પહેલા ઉદ્ધવ સરકારે રાજ ઠાકરેને એક
નોટિસ પણ ફટકારી હતી. હાલમાં મહારાષ્ટ્રમાં ઠાકરે VS ઠાકરેનું યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં રાજ ઠાકરે હવે લાઉડસ્પીકર અને
હિંદુત્વના મુદ્દાને લઈને મેદાનમાં ઉતરી ગયા છે.
Advertisement