Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાષ્ટ્રમાં બીજેપી પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ કેસ દાખલ, જાણો શું છે કારણ

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર ઈસ્લામ ધર્મ અને મોહમ્મદ પયગંબર વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ છે. સુન્ની બરેલવી સંગઠન રઝા એકેડમીની ફરિયાદ પર તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે કહ્યું કે નુપુર શર્મા વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા, નફરત ફેલાવવા અને અન્ય ધર્મો વિરુદ્ધ ટિપ્પણà«
મહારાષ્ટ્રમાં બીજેપી પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ કેસ દાખલ  જાણો શું છે કારણ

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર ઈસ્લામ ધર્મ અને મોહમ્મદ પયગંબર વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ છે. સુન્ની બરેલવી સંગઠન રઝા એકેડમીની ફરિયાદ પર તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે કહ્યું કે નુપુર શર્મા વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા, નફરત ફેલાવવા અને અન્ય ધર્મો વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

Advertisement

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પરની ટીવી ચેનલની ડિબેટમાં નુપુર શર્માએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નૂપુર પર  આરોપ છે કે ડિબેટમાં તેણે ઈસ્લામના પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારથી તેની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.  નુપુર શર્માએ કથિત રીતે કહ્યું હતું કે જો લોકો સતત હિંદુ ધર્મની મજાક ઉડાવી રહ્યા છે, તો તે ઇસ્લામ વિશે પણ આવું કરી શકે છે. આ પછી તેણે કથિત રીતે મોહમ્મદ પયગંબર સાથે જોડાયેલી એક ઘટનાનો મજાકિયા અંદાજમાં ઉલ્લેખ કર્યો. તેમના નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ ટિપ્પણી બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ દાવો કર્યો હતો કે તેણી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની અને દુષ્કર્મની ધમકીઓ મળી રહી છે. નુપુરે દિલ્હી પોલીસને ટ્વિટર દ્વારા ધમકીભર્યા સંદેશાઓની જાણકારી આપી હતી. તેણે કહ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી અને મારા પરિવારના સભ્યો સામે માથું કાપી નાખવાની ધમકીઓ પણ મળી છે.
બીજેપી નેતા નુપુર શર્મા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડીને ચર્ચામાં આવી હતી. 2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તે ભાજપના ઉમેદવાર હતા. હાલમાં તે ભાજપ દિલ્હીની પ્રદેશ કાર્યકારી સમિતિના સભ્ય છે. તે દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2008માં વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતનાર AVBP તરફથી તે એકમાત્ર ઉમેદવાર હતી.
નુપુર શર્મા દિલ્હી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય તેમજ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા છે. આ ઉપરાંત તે ભારતીય જનતા યુવા મોરચા (BJYM)નો મુખ્ય ચહેરો પણ રહી ચૂકી છે. દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કોલેજ, લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ, યુકેમાં અભ્યાસ કરનાર નુપુર વ્યવસાયે વકીલ છે. તેમની પાસે કાયદામાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવે છે. 
Tags :
Advertisement

.