Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બીબીસી ડોક્યુમેન્ટ્રી પર લગાવાયેલા પ્રતિબંધને પડકારનો મામલો , આ તારીખે સુપ્રીમમાં સુનાવણી

6 ફેબ્રુઆરીએ સુનાવણી 2002ના ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટરી પર સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે દાખલ કરવામાં આવેલી અરજીમાં પ્રતિબંધ હટાવવાની માંગ કરવામાં આવી છે. પિટિશનર એડવોકેટ મનોહર લાલ શર્માએ સુપ્રીમ કોર્ટને સુનાવણી માટે વિનંતી કરી હતી. તેના પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે આગામી સોમવારે એટલે કે 6 ફેબ્રુઆરીએ સુનાવણી કર
08:02 AM Jan 30, 2023 IST | Vipul Pandya
6 ફેબ્રુઆરીએ સુનાવણી 
2002ના ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટરી પર સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે દાખલ કરવામાં આવેલી અરજીમાં પ્રતિબંધ હટાવવાની માંગ કરવામાં આવી છે. પિટિશનર એડવોકેટ મનોહર લાલ શર્માએ સુપ્રીમ કોર્ટને સુનાવણી માટે વિનંતી કરી હતી. તેના પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે આગામી સોમવારે એટલે કે 6 ફેબ્રુઆરીએ સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ દરમિયાન કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ સીયુ સિંઘે આ જ મુદ્દે દાખલ કરાયેલી બીજી અરજીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ અરજી એન. રામ અને પ્રશાંત ભૂષણ જેવા લોકો દ્વારા ડોક્યુમેન્ટ્રી વિશે કરવામાં આવેલી ટ્વિટને હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકારના દબાણ હેઠળ અજમેર સહિત કેટલીક જગ્યાએ ડોક્યુમેન્ટરી સ્ક્રીનિંગ માટે વિદ્યાર્થીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે તેઓ પણ 6 ફેબ્રુઆરીએ  પોતાની વાત રાખે.

બંને ભાગો એકત્ર કરીને જોવાની વિનંતી
એડવોકેટ મનોહર લાલ શર્માની અરજીમાં સુપ્રીમ કોર્ટને ડોક્યુમેન્ટરીના બંને ભાગો એકત્ર કરીને જોવાની વિનંતી કરવામાં આવી છે. તેના આધારે 2002ના ગુજરાત રમખાણોમાં જે લોકોની ભૂમિકા હતી તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. શર્માએ એમ પણ કહ્યું કે ડોક્યુમેન્ટ્રીને સ્ક્રીન કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો પર દેશભરમાં પોલીસ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે.
વકીલે પીઆઈએલમાં બંધારણીય પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, સર્વોચ્ચ અદાલતે નક્કી કરવાનું છે કે નાગરિકોને કલમ 19(1)(2) હેઠળ 2002ના ગુજરાત રમખાણો અંગેના સમાચાર, તથ્યો અને અહેવાલો જોવાનો અધિકાર છે કે કેમ.
મંત્રાલયના આદેશ પર ઉઠ્યા સવાલ
તેમણે 21 જાન્યુઆરી, 2023 ના રોજ સૂચના અને પ્રસારણ મંત્રાલયના આદેશને ગેરકાયદેસર, દુર્ભાવનાપૂર્ણ, મનસ્વી અને ગેરબંધારણીય ગણાવીને રદ કરવાના નિર્દેશની માંગ કરી છે. તેમની અરજીમાં સવાલ કરાયો છે કે  શું કેન્દ્ર સરકાર પ્રેસની સ્વતંત્રતા પર અંકુશ લગાવી શકે છે, જે બંધારણની કલમ 19(1)(2) હેઠળ બાંયધરી આપવામાં આવેલો મૂળભૂત અધિકાર છે.
આ પણ વાંચોઃ  'છેતરપીંડી એ છેતરપીંડી જ હોય છે'અદાણીના 413 પાનાના જવાબ પર હિંડનબર્ગની પ્રતિક્રિયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BanBBCcasechallengingdocumentaryGujaratFirstheardsupremecourt
Next Article