Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું લોકપ્રિય કાર્ટૂન નેટવર્ક ચેનલ બંધ થઈ રહી છે? જાણો હકીકત

આજે એક પણ વ્યક્તિ એવો નહી હોય જે કાર્ટૂન નેટવર્કથી અજાણ હોય પરંતુ હાલમાં કાર્ટૂન નેટવર્ક બંધ થઈ તેવી વિગતો સામે આવી છે. આ સમાચારે કાર્ટૂન નેટવર્કના ફેન્સને મોટો આંચકો આપ્યો છે અને તેની અસર ટ્વીટર પર જોવા મળી. ટ્વીટર પર 'RIP કાર્ટૂન નેટવર્ક' ટ્રેન્ડ થયું અને લોકોએ કાર્ટૂન નેટવર્કને સોનેરી યાદો આપવા બદલ આભાર માન્યો તો કોઈએ આને એક યુગનો અંત ગણાવ્યો.કર્મચારીઓની છટણીવોર્નર બ્રોન્ઝ એનિ
શું લોકપ્રિય કાર્ટૂન નેટવર્ક ચેનલ બંધ થઈ રહી છે  જાણો હકીકત
આજે એક પણ વ્યક્તિ એવો નહી હોય જે કાર્ટૂન નેટવર્કથી અજાણ હોય પરંતુ હાલમાં કાર્ટૂન નેટવર્ક બંધ થઈ તેવી વિગતો સામે આવી છે. આ સમાચારે કાર્ટૂન નેટવર્કના ફેન્સને મોટો આંચકો આપ્યો છે અને તેની અસર ટ્વીટર પર જોવા મળી. ટ્વીટર પર 'RIP કાર્ટૂન નેટવર્ક' ટ્રેન્ડ થયું અને લોકોએ કાર્ટૂન નેટવર્કને સોનેરી યાદો આપવા બદલ આભાર માન્યો તો કોઈએ આને એક યુગનો અંત ગણાવ્યો.
કર્મચારીઓની છટણી
વોર્નર બ્રોન્ઝ એનિમેશન અને કાર્ટૂન નેટવર્ક સ્ટૂડિયોઝની જાહેરાત કરી છે કે, તેમનું વિલિનિકરણ થવા જઈ રહ્યું છે, સાથે જ કાર્ટૂન નેટવર્કની ટીમમાંથી અનેક લોકોની છટણી કરવામાં આવી છે. આ વિલય સાથે જ Warner Bros. Television Groupએ CNSના સ્ક્રિપ્ટેડ, અનસ્ક્રિપ્ટેડ અને એનિમેશન ટીમના કુલ 83 કર્મચારીઓની છટણી કરી છે અને સાથે જ કંપનીના જે 43 પદો હતા તેને પણ નહી ભરવામાં આવે.
કંપનીને મજબૂત કરવા નિર્ણય
હોલિવુડના ચર્ચિત સ્ટૂડિયો વોર્નર બ્રધર્સની ત્રણ અલગ-અલગ કંપનીઓ ચાલી રહી હતી. કાર્ટૂન નેટવર્ક સ્ટૂડિયોઝ, વોર્નર બ્રોઝ એનિમેશન અને હાના બારબેરા સ્ટૂડિયોઝ યુરોપ WBA અને CNSના વિલય બાદ માત્ર બે એનિમેશન કંપનીઓ જ રહેશે. આ કંપનીઓ પહેલા પણ એકબીજા સાથે જોડાયેલી હતી અને આગળ પણ આવી જ રીતે ઓપરેટ થશે. સાથે જ તેના લોગો પણ પહેલાની જેમ અલગ-અગલ રહેશે. WB સ્ટુડિયોઝનું કહેવું છે કે, આ મર્જરનો હેતુ એકીકરણ અને કંપનીને મજબૂત બનાવવાનો છે.
કાર્ટૂન નેટવર્કનું નિવેદન
ટ્વીટર પર ટ્રેન્ડ થયા બાદ કાર્ટૂન નેટવર્ક દ્વારા એક ટ્વીટ કરવામા આવ્યું જેમા લખવામાં આવ્યું કે, અમે મૃત્યુ નથી પામ્યા. માત્ર 30 વર્ષના થયા છીએ, અમારા ચાહકોને જણાવવાનું કે, અમે ક્યાય નથી જઈ રહ્યાં. અમે તમારા પ્રિય નવીન કાર્ટૂન માટે હંમેશા તમારી સાથે છીએ અને રહીશું. વધુ ટૂંક સમયમાં આવશે. સાથે જ લખ્યું કે, જ્યારે ઈન્ટરનેટ કહે છે કે તમે મૃત્યુ પામ્યા છો, પણ તમે અહીં બેઠા છો.
Advertisement

Tags :
Advertisement

.