ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સમસ્ત ખારવા સમાજ દ્વારા કરિયર અને પર્સનાલિટી ડેવલપમેન્ટ સેમિનારનું આયોજન

પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા સાગર સંસ્કાર હોલ ખાતે કેરિયર અને પર્સનાલિટી ડેવલપમેન્ટનું  આયોજન કરાયું હતુ.સમાજ દ્વારા અગાઉ આયોજીત ઓનલાઈન વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપવામા આવ્યા હતા. અને જે વ્યકિતઓએ પોતાની આવડત અને નિ:સ્વાર્થ ભાવે માનવ સેવા કરી ખારવા સમાજનુ નામ રોશન કર્યુ છે, તેવા વિશેષ કેટેગરીના ૧૦ વ્યકિતઓનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.કેરિયર વિશે  àª
10:12 AM May 18, 2022 IST | Vipul Pandya
પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા સાગર સંસ્કાર હોલ ખાતે કેરિયર અને પર્સનાલિટી ડેવલપમેન્ટનું  આયોજન કરાયું હતુ.સમાજ દ્વારા અગાઉ આયોજીત ઓનલાઈન વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપવામા આવ્યા હતા. અને જે વ્યકિતઓએ પોતાની આવડત અને નિ:સ્વાર્થ ભાવે માનવ સેવા કરી ખારવા સમાજનુ નામ રોશન કર્યુ છે, તેવા વિશેષ કેટેગરીના ૧૦ વ્યકિતઓનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
કેરિયર વિશે  પ્રોફેસર ડો. ધવલ આરદેશણા દ્વારા વિધાર્થીઓને ધોરણ ૧૦ અને ૧૨ પછી આગળ કઈ રીતે અભ્યાસ કરવો તેનુ સંપૂર્ણ માર્ગદર્શન આપવામા આવ્યું હતું. પર્સનાલિટી ડેવલોપમેન્ટ વિશે એક્સપર્ટ ઋષીકાબેન હાથી દ્વારા સુંદર માર્ગદર્શન આપવામા આવેલ હતું .
વકૃત્વ સ્પર્ધાના ૬ વિજેતાઓને કુલ રૂ. ૨૦,૦૦૦/- રોક્ડ પુરસ્કાર દાતા રણછોડભાઈ શિયાળ તરફથી આપવામા  આવ્યા  હતા અને સમાજ દ્વારા ગીફટ તથા મોમેન્ટો અપાયા હતા. વિશેષ કેટેગરીના ૧૦ વ્યકિતઓને સમાજના મહાનુભાવોના હસ્તે  મોમેન્ટો આપી તેમનુ સન્માન કરવામા આવ્યું હતું.વિધાર્થીઓ અભ્યાસમા પ્રગતિ કરી શકે તે બાબતે રણછોડભાઈ શિયાળ દ્વારા ખુબ જ સરસ ઉદબોધન કરવામા આવ્યું હતું કે, વિધાર્થીઓએ ખોટા વ્યસનોથી દુર રહેવુ જોઈએ અને અભ્યાસમા અર્જુન જેવી એકાગ્રતા રાખવી જોઈએ જેથી પોતાની કારકીર્દીનુ સોનેરી ભવિષ્ય કંડારી શકે. 
ઉપસ્થિત આગેવાનોમા પોરબંદર ખારવા સમાજના પ્રમુખ/વાણોટ  પવનભાઈ શિયાળ, અધ્યક્ષ  રણછોડભાઈ શિયાળ, પંચપટેલ/ટ્રસ્ટી, બોટ એસો. ના પ્રમુખ  મુકેશભાઈ પાંજરી,  ઓનલાઈન વકૃત્વ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે ભાષા વિશેષજ્ઞ નિરજબેન શિયાળ, કાજલબેન ખોખરી તથા બહોળી સંખ્યામા વિધાર્થી અને ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર ખારવા સમાજના પ્રમુખ  પવનભાઈ શિયાળ, અધ્યક્ષ  રણછોડભાઈ શિયાળ, તથા પંચપટેલ/ટ્રસ્ટીઓના સુંદર માર્ગદર્શન હેઠળ સેમીનારનુ સંચાલન દિનેશભાઈ ખોખરી અને તેમની ટીમ દ્વારા કરવામા આવ્યું હતું.
Tags :
CareerandPersonalityDevelopmentGujaratFirstporbandr
Next Article