ગર્ભાવસ્થામાં કઇ કઇ બાબતોનું રાખશો ખાસ ધ્યાન, કેટલાક સંકેતોને ના લેશો હળવાશથી !
માતૃત્વ ધારણ કરવું એ ઇશ્વરના આશિર્વાદ અને તેના ચમત્કારથી ઓછું નથી. એક જીવને 9 મહિના ગર્ભમાં ધારણ કરવું અને તેનો ગર્ભમાં વિકાસ કરવો એ ખુબ અલૌકિક અનુભૂતિ તો છે જ પણ માતૃત્વ ધારણ કરનાર માતા માટે એક મોટી જવાબદારી પણ છે. ગર્ભાવસ્થામાં બાળકના વિકાસ માટે માતાએ તેના ખાનપાનની સાથે સાથે પોતાની દિનચર્યાની પણ વિશેષ કાળજી રાખવી પડે છે. આ એ મહત્વપૂર્ણ 9 મહિના છે જેમાં માતાએ ડોકટરની બધી જ સલાહો à
Advertisement
માતૃત્વ ધારણ કરવું એ ઇશ્વરના આશિર્વાદ અને તેના ચમત્કારથી ઓછું નથી. એક જીવને 9 મહિના ગર્ભમાં ધારણ કરવું અને તેનો ગર્ભમાં વિકાસ કરવો એ ખુબ અલૌકિક અનુભૂતિ તો છે જ પણ માતૃત્વ ધારણ કરનાર માતા માટે એક મોટી જવાબદારી પણ છે. ગર્ભાવસ્થામાં બાળકના વિકાસ માટે માતાએ તેના ખાનપાનની સાથે સાથે પોતાની દિનચર્યાની પણ વિશેષ કાળજી રાખવી પડે છે. આ એ મહત્વપૂર્ણ 9 મહિના છે જેમાં માતાએ ડોકટરની બધી જ સલાહો માનવી પણ જરૂરી થઇ જાય છે. ગર્ભાવસ્થા એક એવી અવસ્થા છે જેમાં નાના નાના ફેરફારો રોજ માતાના શરીરમાં આવતા હોય છે અને તેમાં પણ જે મહિલા પહેલી વાર માતૃત્વ ધારણ કરતી હોય તેના માટે તો આ અનુભવો સાવ નવા હોય છે. આજે અમે એજ વાત કરવા જઇ રહ્યા છીએ કે માતૃત્વ ધારણ કરનાર માતાએ કઇ કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.
પ્રેગ્નેન્સીમાં દરેક મહિલાએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. પ્રેગ્નેન્સીની શરૂઆતના મહિનાથી લઇને છેલ્લા મહિના સુધીનો સમય ખુબ નાજુક હોય છે. આ સમય દરમિયાન બાળકના વિકાસ, ખાનપાન અને દવાઓનું ખાસ ધ્યાન રાખવું પડે છે. રેગ્યુલર ચેકઅપ્સથી બાળકના ગ્રોથની તમામ જાણકારી મળતી રહે છે. કયારેક ક્યારેક નાની બાબતો એવી હોય છે જેને નજરઅંદાજ કરવી ભારે પડી શકે છે. જો આવા કોઇ લક્ષણ અનુભવાય તો રેગ્યુલર ચેકઅપની રાહ જોયા વિના તરત જ તમારા ડોકટરનો સંપર્ક કરો.
પેટમાં જો ખેંચાવ અનુભવાય
પ્રેગ્નેન્સીમાં સામાન્ય રીતે પેટમાં ક્યારેક ક્યારેક ખેંચાણ અનુભવાય છે. જ્યારે ડિલીવરીની તારીખ નજીક આવે ત્યારે વધુ આમ થાય છે. પણ જો એક કલાકની અંદર 6 – 7 વાર આમ થાય તો તેને તમારે હળવાશથી ન લેવું, કારણકે આ તમારી ડિલીવરીના સંકેત પણ હોઇ શકે છે. આવી સ્થિતીમાં રાહ જોયા વિના તાત્કાલીક તમારા ડોકટકરનો સંપર્ક કરવો જોઇએ.
બાળકના મુવમેન્ટનું રાખો ધ્યાન
જો તમારી પ્રેગનેન્સી 28 અઠવાડિયાથી ઓછા સમયની છે તો થઇ શકે છે કે તમારું બાળક વધુ મુવમેન્ટ ન કરે. પણ 28 અઠવાડિયામાં બાળક ગર્ભમાં એટલું એક્ટિવ થઇ જાય છે કે તેની હલચલ તમે અનુભવ કરી શકો છો. તમારે તમારા બાળકની મુવમેન્ટ પર ખાસ ધ્યાન રાખવુ પડશે. જો તમને લાગે છે કે તમારા બાળકની મુવમેન્ટમાં કમી આવી છે તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જોઇએ.
બ્લડ શુગર પર રાખો નજર
પ્રેગનેન્સી દરમિયાન કેટલીક મહિલાઓને ડાયાબિટીસની તકલીફ થતી હોય છે. તમારા બ્લડ શુગરનું લેવલ કેટલું છે તેનું પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. અચાનક બ્લડ શુગર વધે અથવા ઘટે છે તો તેની અસર તમારા બાળક પર થઇ શકે છે. એટલા માટે બ્લડ શુગર લેવલનું ટ્રેકીંગ કરતા રહો અને તેના વિશે ડોકટરને જાણકારી આપતા રહો.
વધુ બ્લીડીંગ ન થાય તેનું ધ્યાન રાખો
પ્રેગનેન્સીમાં થોડુ બ્લીડીંગ થવુ સામાન્ય વાત છે, પણ જો તમને વધુ બ્લીડીંગ થાય છે જેમ તમને પીરીયડ્સના સમયે થાય છે તો તમારા બાળક માટે તે જોખમકારક બની શકે છે. આવા સમયે તરત ડોકટરની સલાહ લેવી જરૂરી બની જાય છે. તેને નજરઅંદાજ ના કરો.
પેટમાં જો વધુ દુખાવો થાય તો..
પ્રેગેનેન્સીમાં પેટમાં દુખાવો થવો સામાન્ય છે. આ સમયે મહિલાઓમાં કબજીયાતની પણ સમસ્યા થતી હોય છે જેનાથી પણ દુખાવો સામાન્ય રીતે થતો હોય છે ક્યારેક ક્યારેક. પણ જો તમને અચાનક વધુ દુખાવો થવા લાગે જાણે કે તમારી પ્રેગેનેન્સીમાં તકલીફ આવી ગઇ હોય. તો આ સ્થિતી તમારા અને તમારા બાળક બન્ને માટે આ ખતરનાક બની શકે છે. આવામાં ડોકટરની સલાહ અનિવાર્ય બની જાય છે.
વોટર બ્રેક થવા પર…
પ્રેગેનેન્સી દરમિયાન બાળક એમનીઓટીક ફ્લુઇડથી લપેટાયેલું હોય છે. બાળકના સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે. વોટત બ્રેક જલ્દી થવા પર બાળક અને માતા બન્ને માટે જોખમ ઉભુ થાય છે. માતાને ખતરનાક ઇન્ફેક્શન થવાનો પણ ખતરો ઉભો થાય છે. આના કારણે બાળકના વિકાસ અને સમયથી વહેલા જન્મ થવાનો ખતરો પણ વધી જાય છે. જ્યારો પણ વોટર બ્રેક થાય તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરો.