Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમંગળ આપત્તિમાંથી આપણી જાતને અને સમાજને બચાવવાનું આપણું ઉત્તર દાયિત્વ નિભાવવું પડશે !

કોરોના મહામારીના વળતા પાણી થયા છે પણ હજુ વિશ્વ અને આપણો દેશ અને આપણો સમાજ સંપૂર્ણ નિશ્ચિંત થઈ શકે તેવા સંજોગો હજુ જણાતા નથી.  પ્રજાની મુશ્કેલીઓને ધ્યાને રાખીને તથા ખાસ તો ખોરંભાયેલી આર્થિક પ્રવૃત્તિઓને અને સામાજિક અને ધાર્મિક વ્યવહારોને પુનઃધબકતા કરવાના ઉદારમતવાદી શુભ ઉદ્દેશથી કોરોના કાળમાં મૂકવામાં આવેલા નિયમનો, બંધનો અને ગાઈડલાઈનમાં ઘણી બધી છૂટછાટો મુકાઇ છે. આ છૂટછાટોની
અમંગળ આપત્તિમાંથી આપણી જાતને અને સમાજને બચાવવાનું આપણું ઉત્તર દાયિત્વ નિભાવવું પડશે
કોરોના મહામારીના વળતા પાણી થયા છે પણ હજુ વિશ્વ અને આપણો દેશ અને આપણો સમાજ સંપૂર્ણ નિશ્ચિંત થઈ શકે તેવા સંજોગો હજુ જણાતા નથી.  પ્રજાની મુશ્કેલીઓને ધ્યાને રાખીને તથા ખાસ તો ખોરંભાયેલી આર્થિક પ્રવૃત્તિઓને અને સામાજિક અને ધાર્મિક વ્યવહારોને પુનઃધબકતા કરવાના ઉદારમતવાદી શુભ ઉદ્દેશથી કોરોના કાળમાં મૂકવામાં આવેલા નિયમનો, બંધનો અને ગાઈડલાઈનમાં ઘણી બધી છૂટછાટો મુકાઇ છે.
 આ છૂટછાટોની નિંદા કરવાનો સહેજ પણ હેતુ  નથી છતાં જેમ દબાયેલી સ્પ્રિંગ ઉપરથી વજન ઉઠાવી લઈએ તો તે બમણા વેગથી ઉછળે છે. કઈક તેવી જ સ્થિતિ આજે રોડ-રસ્તાઓ, બજારો, મંદિરો, મસ્જિદો કે યાત્રાધામો ઉપર અને પ્રવાસ-પર્યટન આ સ્થાનો ઉપર મળે છે. 
તાજેતરમાં વૈષ્ણોદેવીના યાત્રા સ્થળે સર્જાયેલી દુર્ઘટના આવી મળેલી મુક્તિના અમર્યાદિત ઉપયોગનું પરિણામ છે. આવા કેટલાક બીજા ઉદાહરણો પણ આપી શકાય પણ વાતનો સાર એટલો જ છે કે પરિવારમાં, સામાજિક મેળાવડાઓમાં, ધાર્મિક સ્થળોએ કે ધાર્મિક યાત્રાઓમાં એકઠા  થવામાં અને સ્વયં શિસ્ત અને સ્વયં નિયંત્રણો પ્રજાએ પોતે સમજવા પડશે, કરવા પડશે, સ્વીકારવા પડશે - અને એ રીતે કોઈ અમંગળ આવી આપત્તિમાંથી આપણી જાતને અને સમાજને બચાવવાનું આપણું ઉત્તર દાયિત્વ નિભાવવું પડશે.
Advertisement
Tags :
Advertisement

.