Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં કાર ચાલકનું કાવતરું

મહીસાગર જિલ્લાના બાલાસિનોર હાઇવે પર પોલીસની નકલી ઓળખ આપી ઠગાઈ કરતો કિસ્સો સામે આવ્યો છે બાલાસિનોર તાલુકાના ફાગવેલ થી બાલાસિનોર ની વચ્ચે આવેલ વડદલા ગામ પાસેથી પસાર થતાં બાઈક સવાર ને કારચાલક દ્વારા બાઇક ઉભું રખાવી બાઇકના ડોક્યુમેન્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ ની માંગણી કરી રૂપિયા 11000 પડાવી અને કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો ત્યારે બાઇક સવારે બાલાસિનોર પોલીસ સ્ટેશને GJ 07 BD 9466ના કારચાàª
02:58 PM Jan 19, 2023 IST | Vipul Pandya
મહીસાગર જિલ્લાના બાલાસિનોર હાઇવે પર પોલીસની નકલી ઓળખ આપી ઠગાઈ કરતો કિસ્સો સામે આવ્યો છે બાલાસિનોર તાલુકાના ફાગવેલ થી બાલાસિનોર ની વચ્ચે આવેલ વડદલા ગામ પાસેથી પસાર થતાં બાઈક સવાર ને કારચાલક દ્વારા બાઇક ઉભું રખાવી બાઇકના ડોક્યુમેન્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ ની માંગણી કરી રૂપિયા 11000 પડાવી અને કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો ત્યારે બાઇક સવારે બાલાસિનોર પોલીસ સ્ટેશને GJ 07 BD 9466ના કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે 
બાલાસિનોર હાઇવે પર મૂળ ઝાલોદના વતની સુરેશ મકવાણા તેમજ તેમની સાથે અન્ય એક ઈસમ ઝાલોદ જતા હતા તે દરમિયાન વડદલા ગામ નજીક માધવ હોટેલ થી ગ્રીન હોટેલ ની વચ્ચે એક સફેદ કલર ની કારે ઓવરટેક કરી સુનિલ ની બાઇક ઉભી રાખવા ઈશારો કરી ઉભુ રખાયું હતું તે દરમિયાન બાઈક સવાર પાસે બાઈક ના ડોક્યુમેન્ટ અને લાયસન્સ ની માગણી કરી હતી ત્યારે બાઈક સવારે બાઈક ના તમામ ડોક્યુમેન્ટ આપ્યા હતા પરંતુ તેની પાસે લાઇસન્સ ન હતું તેથી કાર ચાલકે બાઈક સવાર બંને ઈસમો પાસેથી લાયસન્સ ન હોવાનું કહી બળજબરીપૂર્વક 11000 રૂપિયા પડાવી લીધા હતા અને પૈસા જોઈતા હોય તો બાલાસિનોર પોલીસ સ્ટેશન આવો તેમ કહી ફરાર થઈ ગયો હતો અને સુનિલે તે દરમિયાન કાર નો ફોટો પણ પાડી લીધેલ હતો ત્યારે બાઈક સવાર સુનિલ અને તેની સાથે રહેલ એક ઈસમ ગભરાઇ ગયા હતા અને તેઓ પોલીસ સ્ટેશન ગયા ન હતા પરંતુ તેઓ બીજા દિવસે તેઓએ બાલાસિનોર પોલીસ સ્ટેશન જઈ સમગ્ર હકીકત જણાવી હતી  અને તેઓએ તેમના મોબાઇલમાં પાડેલ કારનો ફોટો આપતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો અને આવો કોઈ જ ઈસમ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ન હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે સમગ્ર બનાવ અંગે બાલાસિનોર પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મહીસાગર જિલ્લામાં બે ઈસમો ઠગાઈ નો ભોગ બનતા બાલાસિનોર પોલીસે અજાણ્યા કાર ચાલક ની તપાસ હાથ ધરી હતી અને બાલાસીનોર પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને કાર સહિત તેની ધરપકડ કરી હતી અને બાલાસિનોર પોલીસે આરોપી ને ઝડપી અગાઉ પણ કેટલા વાહન ચાલકો આ ઠગાઈ નો ભોગ બન્યા છે અને કેટલા લોકો ને આ કાર ચાલક દ્વારા પોલીસ નું નામ લઈ ને લૂંટયા તે દિશા માં પોલીસ તપાસ કરી રહી છે
આપણ  વાંચો-  ગુડ સમરીટન એવોર્ડ યોજના રીલોન્ચીંગ કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન વોઈસ કોન્ફરન્સ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BalasinorecardriverfakeGujaratFirstMahisagarpolice
Next Article