Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નેપાળ ક્રિકેટ ટીમના કપ્તાન પર લાગ્યો દુષ્કર્મનો આરોપ, કરી આ સ્પષ્ટતા

નેપાળ ક્રિકેટ ટીમના કપ્તાન સંદીપ લામિછાને (Sandeep Lamichhane) સામે પોલીસે વોરંટ જાહેર કર્યું છે. નેપાળી ક્રિકેટર પર 17 વર્ષીય યુવતીએ દુષ્કર્મનો આરોપ કર્યો છે. જોકે ક્રિકેટરે આ વાતને ખોટી ગણાવી છે. સંદીપ લામિછાને કથિત રીતે દુષ્કર્મના આરોપ પર કહ્યું છે કે, આ સાચું નથી. અને તેમણે પોતાને નિર્દોષ ગણાવ્યા. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, તેઓ કેરેબિયન પ્રીમિયર લ
નેપાળ ક્રિકેટ ટીમના કપ્તાન પર લાગ્યો દુષ્કર્મનો આરોપ  કરી આ સ્પષ્ટતા
નેપાળ ક્રિકેટ ટીમના કપ્તાન સંદીપ લામિછાને (Sandeep Lamichhane) સામે પોલીસે વોરંટ જાહેર કર્યું છે. નેપાળી ક્રિકેટર પર 17 વર્ષીય યુવતીએ દુષ્કર્મનો આરોપ કર્યો છે. જોકે ક્રિકેટરે આ વાતને ખોટી ગણાવી છે. સંદીપ લામિછાને કથિત રીતે દુષ્કર્મના આરોપ પર કહ્યું છે કે, આ સાચું નથી. અને તેમણે પોતાને નિર્દોષ ગણાવ્યા. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, તેઓ કેરેબિયન પ્રીમિયર લીગ  (CPL)માંથી રજા લીધાં બાદ નેપાળ આવી રહ્યાં છે, જ્યાં તેઓ તમામ આરોપોનો સામનો કરવા તૈયાર છે.
તાજેતરમાં જ 17 વર્ષની એક યુવતીએ નેપાળ ક્રિકેટ ટીમના કેપ્ટન સંદીપ લામિછાને વિરુદ્ધ પોલીસ (Police) ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીનો આરોપ છે કે, ગયા મહિને તેને કાઠમંડુની એક હોટલના રૂમમાં મળવા બોલાવવામાં આવી હતી. કાઠમંડુની એક હોટલમાં તેણીને મળ્યા બાદ સંદીપ લામિછાણેએ તેની સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે નેપાળ ક્રિકેટ ટીમના કેપ્ટન સંદીપ લામિછાણેએ તમામ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.
સંદીપ લામિછાને વિરૂદ્ધ 8 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ હવે ધરપકડ વોરંટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કાઠમંડૂ જિલ્લા પોલીસ પ્રવક્તા દિનેશ મૈનાલી પ્રમાણે જિલ્લા કોર્ટ આગળની તપાસ માટે સંદીપ લામિછાને વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. બીજી તરફ નેપાળ ક્રિકેટ એસોસિએશન (CAN)એ તેમને સસ્પેન્ડ કરી દીધાં છે. નેપાળ ક્રિકેટ સંઘના કાર્યવાહક સચિવ પ્રશાંત વિક્રમ મલ્લાએ કહ્યું કે, બધી જ તપાસ થવા સુધી સંદીપ લામિછાને પર સસ્પેન્શન રહેશે.
Advertisement

Tags :
Advertisement

.