Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે સોનિયા ગાંધીની 'હા' પર સૌની નજર, જાણો શું છે મામલો

બિહાર (Bihar)માં મહાગઠબંધનના બે ટોચના નેતાઓ મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) અને રાષ્ટ્રીય જનતા દળના લાલુ યાદવ (Lalu Yadav) રવિવારે સાંજે દિલ્હીમાં કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને મળશે. છ વર્ષ બાદ સોનિયા ગાંધી સાથે તેમની પ્રથમ મુલાકાત હશે. સૂત્રોએ જણાવ્યું કે બિહારના બંને નેતાઓને આશા હતી કે આ બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર રહેશે. પરંતુ હાલ રાહુલ ગાંધી કેરળમાં કન્યાકુમારીથી કાશ્મીર à
હવે સોનિયા ગાંધીની  હા  પર સૌની નજર  જાણો શું છે મામલો
બિહાર (Bihar)માં મહાગઠબંધનના બે ટોચના નેતાઓ મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) અને રાષ્ટ્રીય જનતા દળના લાલુ યાદવ (Lalu Yadav) રવિવારે સાંજે દિલ્હીમાં કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને મળશે. છ વર્ષ બાદ સોનિયા ગાંધી સાથે તેમની પ્રથમ મુલાકાત હશે. સૂત્રોએ જણાવ્યું કે બિહારના બંને નેતાઓને આશા હતી કે આ બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર રહેશે. પરંતુ હાલ રાહુલ ગાંધી કેરળમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાયેલા છે.
નીતિશ કુમાર 6 વર્ષ બાદ સોનિયા ગાંધીને મળશે
આ પહેલાં નીતિશ કુમાર અને સોનિયા ગાંધીની છેલ્લી મુલાકાત 2015માં બિહાર ચૂંટણી પહેલા ઈફ્તારમાં થઈ હતી. બિહારના મુખ્યમંત્રી આ મહિનાની શરૂઆતમાં રાહુલ ગાંધીને દિલ્હી મુલાકાત દરમિયાન મળ્યા હતા. તે સમયે સોનિયા ગાંધી સારવાર માટે વિદેશમાં હતા.
મહાગઠબંધન વિશે થશે ચર્ચા
સૂત્રોનું કહેવું છે કે તે સૌજન્ય મુલાકાત હશે, જેમાં મહાગઠબંધનને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા સહિતના કેટલાક ગંભીર મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે. બિહારના નેતાઓ, ખાસ કરીને નીતીશ કુમાર 2024 ની રાષ્ટ્રીય ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ વિપક્ષને એક કરવા માટે કામ કરી રહ્યા છે.
કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી પહેલા સોનિયાને મળશે
આ બેઠક એટલા માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે કોંગ્રેસ તેના આગામી અધ્યક્ષની પસંદગી કરવાની તૈયારી કરી રહી છે. ગુરૂવારથી ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શશી થરૂર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આ પદની રેસમાં મુખ્ય ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે. જો કે, મનીષ તિવારી અને દિગ્વિજય સિંહ સહિત ઘણા નેતાઓએ આ પદ માટે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે.

અગાઉ પણ કેટલાક નેતાઓને મળ્યા હતા
ઉલ્લેખનીય છે કે નીતીશ કુમારે તેમની છેલ્લી દિલ્હી મુલાકાત દરમિયાન વિપક્ષના મોટા ભાગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ યાદીમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, રાષ્ટ્રવાદી કોંગ્રેસના વડા શરદ પવાર, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને ડાબેરી નેતાઓનો સમાવેશ થાય છે.
Advertisement
Tags :
Advertisement

.