Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હેટ-ઈન-ઈન્ડિયા અને મેક-ઈન-ઈન્ડિયા સાથે રહી શકતા નથી! : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર ઘણી વખત કટાક્ષ કરતા રહે છે. તેઓ હંમેશા ટ્વિટર મારફતે પોતાની વાતને જનતા સમક્ષ રાખવાનો પ્રયત્ન કરતા રહે છે. આજે એકવાર ફરી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે. તેમણે પોતાના ટ્વીટ મારફતે કહ્યું, કેટલીક વૈશ્વિક બ્રાન્ડ્સે દેશ છોડી રહી છે તેઓ કહી રહ્યા છે કે, 'હેટ-ઈન-ઈન્ડિયા અને મેક-ઈન-ઈન્ડિયા સાથે રહી શકતા નથી!'કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે ટ્àª
હેટ ઈન ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયા સાથે રહી શકતા નથી    રાહુલ ગાંધી
રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર ઘણી વખત કટાક્ષ કરતા રહે છે. તેઓ હંમેશા ટ્વિટર મારફતે પોતાની વાતને જનતા સમક્ષ રાખવાનો પ્રયત્ન કરતા રહે છે. આજે એકવાર ફરી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે. તેમણે પોતાના ટ્વીટ મારફતે કહ્યું, કેટલીક વૈશ્વિક બ્રાન્ડ્સે દેશ છોડી રહી છે તેઓ કહી રહ્યા છે કે, "હેટ-ઈન-ઈન્ડિયા અને મેક-ઈન-ઈન્ડિયા સાથે રહી શકતા નથી!"
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે ટ્વીટ કરતા દેશમાં વધતી બેરોજગારી વિશે પણ વાત કરી અને વડાપ્રધાનને "વિનાશક બેરોજગારી સંકટ" પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી. રાહુલે ટ્વીટ કર્યું કે, "ભારતમાં જે કંપની કામ કરતી હતી તે નીકળી ગઈ છે, 7 વૈશ્વિક બ્રાન્ડ્સ, 9 ફેક્ટરીઓ, 649 ડીલરશીપ, 84,000 નોકરીઓ," રાહુલે આગળ લખ્યું કે, મોદીજી, હેટ-ઈન-ઈન્ડિયા અને મેક-ઈન-ઈન્ડિયા સાથે રહી શકે નહીં. તેના બદલે ભારતના વિનાશક બેરોજગારી સંકટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. આટલું જ નહીં, રાહુલ ગાંધીએ ટ્વિટર પર સાત વૈશ્વિક બ્રાન્ડ દર્શાવતી એક તસવીર શેર કરી છે. જેમાં 2017માં શેવરોલે, 2018માં MAN ટ્રક્સ, 2019માં ફિયાટ અને યુનાઈટેડ મોટર્સ, 2020માં હાર્લી ડેવિડસન, 2021માં ફોર્ડ અને 2022માં ડેટસન જેવી કંપનીઓ બતાવવામાં આવી હતી. જે હવે દેશની બહાર ચાલી ગઇ છે.
Advertisement

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે પણ બેરોજગારીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે તેમના "માસ્ટરસ્ટ્રોક"ને કારણે 45 કરોડથી વધુ લોકોએ નોકરી મેળવવાની આશા ગુમાવી દીધી છે. તેમણે દાવો કર્યો હતો કે, PM મોદી 75 વર્ષમાં આવું કરનાર "પ્રથમ વડાપ્રધાન" છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે ન્યૂ ઈન્ડિયાનું નવું સૂત્ર, હર-ઘર બેરોજગારી, ઘર-ઘર બેરોજગારી. મોદીજી 75 વર્ષમાં દેશના પહેલા વડાપ્રધાન છે, જેમના 'માસ્ટરસ્ટ્રોક્સ'ના કારણે 45 કરોડથી વધુ લોકોએ નોકરી મળવાની આશા છોડી દીધી છે.
Tags :
Advertisement

.