Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

EDએ રાહુલ સાથે 3 કલાક પૂછપરછ કરી, લંચબ્રેકમાં રાહુલ માતાને મળવા હોસ્પિટલ પહોંચ્યાં

વર્ષો બાદ ગાંધી પરિવાર કાયદો અને કોર્ટના સકંજામાં સપડાયેલો જોવા મળી રહ્યો છે. વિપક્ષમાં હોવાને કારણે ઘણી વખત આવી પરિસ્થિતિઓ સર્જાઈ કે ગાંધી નેહરુ પરિવાર માટે મુશ્કેલ પરિસ્થિતિ થઇ રહી છે. ED ઓફિસથી  લંચ બ્રેકમાં રાહુલ ગાંધી માતા સોનિયાને મળવા ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીને આ પ્રકારની પૂછપરછનો સામનો કરવો પડ્યો હોય, એજન્સી દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પà
10:16 AM Jun 13, 2022 IST | Vipul Pandya
વર્ષો બાદ ગાંધી પરિવાર કાયદો અને કોર્ટના સકંજામાં સપડાયેલો જોવા મળી રહ્યો છે. વિપક્ષમાં હોવાને કારણે ઘણી વખત આવી પરિસ્થિતિઓ સર્જાઈ કે ગાંધી નેહરુ પરિવાર માટે મુશ્કેલ પરિસ્થિતિ થઇ રહી છે. ED ઓફિસથી  લંચ બ્રેકમાં રાહુલ ગાંધી માતા સોનિયાને મળવા ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીને આ પ્રકારની પૂછપરછનો સામનો કરવો પડ્યો હોય, એજન્સી દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ 23 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આવા સમયે કુશળ રાજનીતિ બતાવીને તેમણે એક્શન અને કોર્ટ કેસનો એવી રીતે ઉપયોગ કર્યો કે તેમણે રાજકીય કમબેક કરી રહ્યું હોય તેવું લાગે છે. ઇડીની આ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે આજે દેશના જુદા જુદા ભાગોમાં 'સત્યાગ્રહ' કર્યા. જો આપણે ભૂતકાળ પર નજર નાખીએ, તો આપણને ખબર પડશે કે કોંગ્રેસે હાલના સમયે આવા વધુ અભિયાનની જરુર છે. નેશનલ હેરાલ્ડ કેસમાં નેહરુ ગાંધી પરિવારના કોઈ સભ્યની ધરપકડ થાય તેવી શક્યતા હાલમાં નથી. જો કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યશૈલીથી પરિચિત લોકો મુજબ ભવિષ્યમાં ઘરપકડની શક્યતા નકારી શકાય તેમ નથી.
વર્તમાન પરિસ્થિતિ 3 ઓક્ટોબર 1977ની યાદ અપાવે છે. તે સમયે ઈન્દિરા ગાંધી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી, 1978 પછી, સંજય ગાંધીએ 5-6 વખત કોર્ટની મુલાકાત લીધી.જેલમાં પણ જવું પડ્યું, પરંતુ ઇન્દિરા ગાંધીએ તેમની સામે લીધેલા પગલાંનો ઉપયોગ રાજકીય મજબૂતી બનાવવા માટે કર્યો અને જનતાને પોતાની તરફેણમાં કરી. આજે નેશનલ હેરાલ્ડ કેસ મામલે EDએ રાહુલ ગાંધીની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી, જેમાં ઘણાં સવાલો પૂછવામાં આવ્યા હતાં. નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની EDની પૂછપરછ પૂરી થઈ રહી છે. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લગભગ ત્રણ કલાક સુધી કોંગ્રેસ નેતાની પૂછપરછ કરી અને ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ માંગ્યા.
રાહુલ ગાંધીની એક સહાયક નિયામક સ્તરના અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર પ્રક્રિયા ડેપ્યુટી ડિરેક્ટર અને જોઈન્ટ ડિરેક્ટરની દેખરેખ હેઠળ હતી. આ સિવાય એક અધિકારી પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધીના જવાબો ટાઈપ કરતો રહ્યો. આ પહેલીવાર છે જ્યારે રાહુલ ગાંધીને આ પ્રકારની પૂછપરછનો સામનો કરવો પડ્યો હોય, એજન્સી દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ 23 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રાગિણી નાયકે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તે દિવસે પણ અમે રસ્તા પર ઉતરીશું અને બદલાની ભાવનાથી કરવામાં આવી રહેલી કાર્યવાહીનો વિરોધ કરીશું.


જાણો શું છે આખો કેસ?
 2012માં ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક રીટ અરજી કરી હતી. તેમણે કોંગ્રેસ નેતાઓ પર છેતરપીંડીનો આરોપ લગાવ્યો હતો. નવેમ્બર 2012માં સુબ્રમણ્યમ સ્વામીએ જે આરોપ લગાવ્યો હતો, તેમાં એવું પણ સામેલ હતું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ફ્રોડ કરીને એજેએલને પોતાનું બનાવી લીધું હતું. સાથે જ નેશનલ હેરાલ્ડ. કૌમી આવાજના પબ્લિકેશન રાઈટ્સ પણ લઈ લીધા હતાં. ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર નેશનલ હેરાલ્ડ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. 2012થી આ કેસ ચાલી રહ્યો છે. કેસ અંતર્ગત આરોપ છે કે, કોંગ્રેસ નેતાઓએ યંગ ઈંડિયન લિમિટેડ કંપની દ્વારા નેશનલ હેરાલ્ડ અખબાર ચલાવનારી એસોસિએટેડ જર્નલ્સ (AJL)નું અધિગ્રહણ, ગોલમાલની સાથે પુરુ કર્યું અને લગભગ 5 હજાર કરોડની સંપત્તિ બનાવી લીધી.. તેના માટે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ મેળવી લીધી હતી. જ્યારે આ પ્રોપર્ટી સરકાર દ્વારા ફક્ત અખબરોની પબ્લિશિંગના ઉદ્દેશ્યથી આપવામાં આવી હતી. પણ કોંગ્રેસ નેતાઓએ તેનો ઉપયોગ કરીને લાખો રૂપિયાના ભાડાની આવાક સાથે પાસપોર્ટ કાર્યાલય ચલાવવા માટે કર્યો. EDએ રાહુલ ગાંધીની પૂછપરછ માટે સવાલોની લાંબી યાદી તૈયાર કરી હતી. લગભગ બે ડઝન સવાલ EDના અધિકારીઓ તૈયાર કર્યા હતાં, જે તમામ નેશનલ હેરાલ્ડ અને યંગ ઈન્ડિયા કંપની સાથે જોડાયેલા છે. રાહુલ ગાંધી યંગ ઈન્ડિયા કંપનીમાં તેમની માતા સોનિયા ગાંધીની સાથે 38-38%નો હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિસની પાસે છે. આ બંને નેતાનાં મૃત્યુ થયાં છે. રાહુલની પૂછપરછ આસિસ્ટન્ટ ડાયરેક્ટર લેવલના અધિકારીએ કરી હતી. તપાસ દરમિયાન રાહુલ તેમના મોબાઈલનો ઉપયોગ કર્યો ન હતો. આ સિવાય તેમના કોઈ સાથી નેતાને પણ EDની ઓફિસની અંદર એ સમયે જવાની પરવાનગી ન હતી. 
નેશનલ હેરાલ્ડ કેસઃ રાહુલને 8 પ્રશ્નો પૂછવામાં આવ્યા
રાહુલ ગાંધી આજે ED સમક્ષ હાજર થયા હતાં. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ત્રણ અધિકારીઓ દ્વારા તેમને 8 મુખ્ય પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં .
-  AJL માં તમારી સ્થિતિ શું હતી?
- યંગ ઈન્ડિયામાં તમારી ભૂમિકા શું છે?
- તમારા નામે શેર્સ છે કે કેમ ?
- શું તમે પહેલાં ક્યારેય શેરધારકો સાથે મુલાકાત કરી છે જો નહીં, તો શા માટે?
- કોંગ્રેસે યંગ ઈન્ડિયાને શા માટે લોન આપી?
- કોંગ્રેસ નેશનલ હેરાલ્ડને કેમ પુનઃજીવિત કરવા માંગતી હતી?
- શું તમે કોંગ્રેસે આપેલી લોન વિશે માહિતી આપી શકશો?
- શું તમે AJL અને નેશનલ હેરાલ્ડની મિલકતો વિશે માહિતી આપી શકો છો?
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આજે સવારે 11:15 વાગ્યે ED ઓફિસ પહોંચ્યા હતા. આ પહેલા તેઓ પ્રિયંકા ગાંધી સાથે તેમના ઘરેથી કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને પછી ED ઓફિસ સુધી પગપાળા કૂચ કરી હતી. આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા. જોકે, પોલીસે માત્ર રાહુલ ગાંધી અને પ્રિયંકાને EDની ઓફિસમાં જવાની મંજૂરી આપી હતી. ભૂપેશ બઘેલ, અશોક ગેહલોત, રણદીપ સુરજેવાલા, પી. ચિદમ્બરમ સહિતના તમામ નેતાઓને બહાર અટકાવી દેવામાં આવ્યા હતા. બપોરે 3 કલાક પૂછપરછ બાદ લંચબ્રેકમાં ED ઓફિસથી નીકળ્યા બાદ રાહુલ ગાંધી સોનિયાને મળવા ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા હતા.
Tags :
CongressenforcementdirectorateGujaratFirstNationalCongressNationalNewsrahulgandhi
Next Article