Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BTSનું ગાંડપણ એટલે સુધી વધ્યું કે - આ છોકરીને બાંધીને રાખવી પડે છે !

શું તમારું બાળક સતત ફોનમાં BTS મ્યુઝિક સાંભળ્યા કરે છે. તે સતત એવું કહે છે કે, ' આ જમાનો બી. ટી.એસનો છે. હું બીટીએસની આર્મીમાં છું, તમને આ મ્યુઝિક વિશે ખબર ન પડે! - જો આવું હોય તો સમયસર ચેતી જજો. આ માનસિક બીમારીના પ્રારંભિક લક્ષણો હોઇ શકે. હાલમાં બાળકો અને ખાસ કરીને ટીનેજર્સમાં જે એકબીજાની દેખાદેખીમાં એકબીજા કરતાં ચડિયાતા અને હોંશિયાર સાબિત થવાની હોડ લાગી છે, તેમાં આજની યંગ જનરેશન આજકાલ જà
btsનું ગાંડપણ એટલે સુધી વધ્યું કે   આ છોકરીને બાંધીને રાખવી પડે છે
Advertisement
શું તમારું બાળક સતત ફોનમાં BTS મ્યુઝિક સાંભળ્યા કરે છે. તે સતત એવું કહે છે કે, " આ જમાનો બી. ટી.એસનો છે. હું બીટીએસની આર્મીમાં છું, તમને આ મ્યુઝિક વિશે ખબર ન પડે! - જો આવું હોય તો સમયસર ચેતી જજો. આ માનસિક બીમારીના પ્રારંભિક લક્ષણો હોઇ શકે. હાલમાં બાળકો અને ખાસ કરીને ટીનેજર્સમાં જે એકબીજાની દેખાદેખીમાં એકબીજા કરતાં ચડિયાતા અને હોંશિયાર સાબિત થવાની હોડ લાગી છે, તેમાં આજની યંગ જનરેશન આજકાલ જે રીતે વેસ્ટર્ન મ્યુઝિક તરફ પ્રેરાઇ છે. ખાસ કરીને કોરિયન મ્યુઝિક આલ્બમ બીટીએસે આજની યંગ જનરેશન અને તેમાય ખાસ કરીને ટીનેજર્સને ઘેલું લગાડ્યું છે. આ મ્યુઝિકનો ક્રેઝ એટલો છે કે ગુજરાતનની લગભગ તમામ અંગ્રેજી મીડિયમની શાળાના બાળકોમાં આના વિશે વાત કરવી જાણે સ્ટેટસ સિમ્બોલ બની ગઇ છે. પરંતુ આના પરિણામો ઘણાં ચિંતાજનક છે. 

100માંથી 30 ટકા બાળકો એવાં હોય છે  જેમાં સેલ્ફ જજમેન્ટનો અભાવ 
શા માટે કોઇ મ્યુઝિક આલ્બમ બોળકોના જીવ અને માનસિક બીમારીઓનું કારણ બન્યું છે, કહેવા અને સાંભળવામાં ભલે આ થોડું વિચિત્ર લાગતું હોય પણ આ હકીકત છે. સાઇકિયાટ્રીસ્ટ કલરવ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આવા બાળકો માનસિક બીમારી OSD એટલે કે ઓક્સેલિવ કમ્પલસિવ ડિસઓર્ડરનો શિકાર છે. 100માંથી 30 ટકા બાળકો એવા હોય છે  જેમાં સેલ્ફ જજમેન્ટનો અભાવ હોય છે. સાથે જ સેલ્ફ કોન્ફિડન્સના અભાવના કારણે તેઓ પર આની સૌથી વધુ ગંભીર અસર પડે છે. આ ડિસઓર્ડરના ત્રણ તબક્કા હોય છે. માઇલ્ડ, મોલ્ડ્રેડ, સિવિયર જેમાં પ્રથમ તબક્કામાં  માત્ર કાઉન્સેલીંગથી જ બાળક સંપૂર્ણ સ્વસ્થ થઇ શકે છે, જ્યારે બીજા તબક્કામાં તેને ચેક લિસ્ટ, જરુર પડે તો મેડિકલ થેરાપી પણ આપવમાં આવે છે, જ્યારે આ ડિસઓર્ડરના ગંભીર લક્ષણો જણાય તો 3-6 મહિના સુધી સારવાર અપાય છે. જેમાં અઠવાડિયામાં 2 દિવસ સુધી  પર્સનલ, પેરેન્ટ કાઉન્સેલીંગ કરવમાં આવે છે. સાથે જ મેડિસીન પણ આપવામાં આવે છે. 
 

કઇ પરિસ્થિતિને વધુ સ્ક્રીન ટાઇમ માનવામાં આવે છે.
જ્યેરે કોઇ વ્યક્તિ 6 કલાકથી વધુ સમય સુધી સતત મોબાઇલ લેપટોપ કે ગેજેટ્સ સ્ક્રીન સાથે બિઝનેસ અને નોન એકેડેમિક કારણ વગર જોડાયેલો હોય તેવા વ્યક્તિને સ્ક્રીન વળગણ છે તેમ કહી શકાય. શા માટે સ્કૂલના બાળકોમાં  આ સમસ્યા વધુ  દેખાય છે. કારણકે આ વય જૂથના બાળકો સૌથી વધુ કોઇ વસ્તુઓથી અંજાઇ જતા હોય છો. 12થી 18 વર્ષના સમયગાળામાં બાળકોમાં ઇગો ડેવલ્પ થાય છે, સાથે જ સેલ્ફ આઇડેન્ડીટી વિકસે છે. પરિણામે માતાપિતા કે અન્ય કોઇના પર ડિપેન્ડન્ટ રહેવું ગમતું નથી તેમને લાગે છે કે પોતે પરિવક્વ છે તેથી તેમને કોઇ સપોર્ટ સિસ્ટમની જરુર નથી. જેના કારણે જ ટિનેજર્સ મેન્યુપ્લેટ જલ્દી થાય છે.  
  
 
સ્કૂલ ગોઇંગ કિશોરીઓની માનસિકતા સતત બદલાઇ 
સિનિયર સાઇકિયાટ્રીસ્ટ કલરવ મિસ્ત્રીએ ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે- કોરોના સમયગાળો દરેક વ્યક્તિના જીવન પર બહુ મોટી અસર છોડી ગયો છે. પણ જો કોઇને સૌથી વધુ નકારાત્મક અસર થઇ છે, તો તે શિક્ષણ જગતને કારણ કે આ સમયગાળામાં તમામ એજ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે જાણે મોબાઇલ જરુરી બની ગયો હતો અને પરિણામ સ્વરુપ નાના બાળકો માટે તે સૌથી વધુ ખતરનાક સાબિત થયું છે. જેમાં આંખોની નબળાઇ, સાંભળવાની ક્ષમતાની સાથે સૌથી વધુ ચાઇલ્ડ સાયકોલોજી પર આની ઘાતક અસરો જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને ટીનેજર બાળકોમાં આજકાલ કોરિયન મ્યુઝિકનો ક્રેઝ જે હદે વધી રહ્યો છે તેનાથી સ્થિતિ કફોડી બની છે. ખાસ કરીને સ્કૂલ ગોઇંગ કિશોરીઓની માનસિકતા સતત બદલાઇ રહી છે. BTS દ્વારા તેમના ફોલોઅર્સમાં  બિહેવિયર ઇશ્યુને લઇને માતા પિતાઅને શિક્ષકોને મોટી ફરિયાદ રહે છે. પબજી કરતા પણ આ મ્યુઝિકની આદત વધુ ગંભીર છે. કારણ કે આ બાળકોમાં આવર ઇન્ફ્લ્યુઅન્સ અને ભયંકર હદે ઓવર એટેન્સન સિકર બને છે. 
 

શું છે આ ડિસઓર્ડર 
સાઇકિયાટ્રીસ્ટ કવરવ મિસ્ત્રીએ વધુમાં ઉમેર્યું કે સમગ્ર વિશ્વના સાયકોલોજીસ્ટ એવું માને છે કે મ્યુઝિક એક એવી થેરાપી છે જેને સાંભળાથી મૂડ હાર્મોન્સ રિલીઝ થાય છે. પરિણામે માણસ ગુડ ફીલ કરે છે. પરંતુ જો આ હોર્મોન્સ સતત વધે તો તે બીમારીમાં કન્વર્ટ થાય છે  આ એક એવી માનસિક સ્થિતિ છે. જેમાં વ્યક્તિ સતત એજ મ્યુઝિક સાંભળવા પ્રેરાય છે. સોશિયલ ડિસ્ટર્બન્સ વધતું જાય છે. રોજીંદી એક્ટિવીટીમાં ધ્યાન રહેતું નથી. સાથે જ ભણવામાં જમવામાં કે પરિવાર સાથેનું કનેક્શન છૂટી જાય છે વ્યક્તિ સતત જે સાંભળે કે જુએ તે જ પોતાને બનાવવા માંગે અથવા તો તે પોતાની જાતને તે જ સમજી લે. BTS બેન્ડની સ્ટોરી ખૂબ ઇમોશન્લ છે એક તો આ ગ્રૂપ તેમના શો દ્વારા ચેરિટી કરે છે. સાથે જ આ બેન્ડના ઘણાં બધાં સભ્યોએ પોતાના ડિપ્રેસનના સમયમાં આ બેન્ડ માટે ગીતો લખ્યાં છે. સાથે તેઓ સતત અપડેટ રહે છે તેથી ટિનેજર્સ તેનાથી સતત આકર્ષાય છે.  મારી પાસે છેલ્લાં 2 મહિનામાં 18 જેટલા આવા કેસ આવ્યાં છે. જેમની સારવાર ચાલુ છે. 


મારા બોય ફ્રેન્ડમાં આજ સ્વેગ હોવો જોઇએ
કિસ્સો -1 ગોધરાની જાનકી (નામ બદલ્યું છે ) તેમનું કહેવું છે કે તેને બીટીએસના મ્યઝિક લિરિકિસમાં કે ભાષામાં કઇ ખબર નથી પડતી પણ જમાનો બીટીએસનો છે. જ્યારે મે સિંગરની આપવીતી સાંભળી તો મને તેના જેવું બનવાની ઇચ્છા છે. કારણ કે આ મારા જેવા છે. મારા બોય ફ્રેન્ડમાં આજ સ્વેગ હોવો જોઇએ. મમ્મી પપ્પા સતત મને રોકે ટોકે છે. તેથી મારે તેમની સાથે નથી રહેવું. આને જનરેશન ગેપ કહેવાય

મને 2 લાખ રુપિયા આપો મારે કોરિયા જવું છે
કિસ્સો -2  કેમ્બ્રીજની વિદ્યાર્થીની પૃથા(નામ બદલ્યું છે) કહે છે કે આવી જ કોઇ વાત કે તેનું એગ્રેશન એટલી હદ સુધીનું છે કે  તેને બાંધીને રાખવી પડે છે. તેનામાં આ મ્યુઝિકનું ભૂત એ હદ સુધી સવાર છે કે તે ફોન લેપટોપ તોડી નાંખે છે. સાથે જે તેની ટીચરની કમ્પલેન છે કે પૃથા સતત તે જ મ્યુઝિક સાંભળે છે. ભણવામાં પણ ઘ્યાન રાખતી નથી. પોતાના હાથ પર ટેટુ પણ કરાવ્યું છે. બે વાર ફોન લેપટોપ તોડી નાખ્યા છે. રાત્રે 3-4 વાગ્યા સુધી મ્યુઝિક સાંભળે છે. તેની માતા પિતાને ડિમાન્ડ છે કે મને 2 લાખ રુપિયા આપો મારે કોરિયા જવું છે. મારે મ્યુઝિશિયન બનવું છે. 
 

શા માટે BTS મ્યુઝિક આ હદે ઘાતક સાબિત થઇ રહ્યું છે?
આમ તો વિશ્વભરના ડોક્ટરો આ વાત સ્વીકારે છે કે મ્યુઝિક થેરાપીએ તમારી નકારાત્મકતા દૂર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. તો એવું શું બન્યું કે આ મ્યુઝિક બાળકો અને ખાસ કરીને ટીનેજર્સ માટે ઘાતક કેવી રાતા સાબિત થયું. ભારતમાં આજે પણ સંયુક્ત કુટુંબની ભાવના સાથે મોટાં થતાં હોય છે. આજે પણ ભલે બાળકો પોતાના માતા-પિતા સાથે રહેતું હોય તો કુંટુંબના કોઇ પણ વડીલ પહેલા બાળકોને સંભાળે છે, ભલે પછી તે સાથે રહેતા હોય કે દૂર, પરંતુ કોરિયન કલ્ચર આનાથી તદન વિપરીત છે અહીં વિભકત કુટુંબોનું પ્રમાણ વધુ છે અને કૌટુબિંક સંબંધોની ભાવના ઓછી પણ અહીંના બાળકોમાં ડ્ગ્સ કે નશાનું પ્રમાણ પશ્ચિમી સંસ્કૃતિ કરતાં ઓછું છે, કારણકે અહીંના બાળકો ટેક્નોલોજી પર નિર્ભર છે. સોશિયલાઇઝેશનના અભાવના કારણે આ બાળકો જલ્દીથી ડિપ્રેસનનો શિકાર બને છે. સાથે જ તેમનામાં દેખાદેખી- ઓવર સેક્યુઅલ ડિમાન્ડ, હોમો સેકસ્યુઅલનું પ્રમાણ વધારે હોય છે. અહીંના બાળકો મ્યુઝિક અને ટેક્નોલોજીમાં ખૂબ હોંશિયાર છે. તેથી તેઓ જ્યારે ડિપ્રેસનમાં હોય તો તેઓ ટેક્નોલોજી અને ટેલેન્ટની મદદથી સતત કનેક્ટ રહેવાનો પ્રયત્ન કરે છે. અહીં બાળકોમાં ઓવર ક્રિએટિવિટી હોય છે. જેનું પરિણામ BTS મ્યુઝિક બેન્ડ છે.  સાથે જ અહીં બાળકો અને યુથની એટલી બધી ચેનલો છે કે તેમના વચ્ચે તીવ્ર સ્પર્ધા છે. તેથી આ યંગ જનરેશનના બેન્ડ પોતાને વધુ ફોલોઅર્સ મળે તમાટે અવનવા માર્કેટીંગ નુસખા અપનાવે છે. જેમાં આ તમામ વીડિયોમાં ઘણીવાર  તેમને ભાષા ન સમજાય તો ડાન્સ, મ્યુઝિક ટ્રેક, બીટ્સ, ગ્રાફિક્સ એટિટ્યૂડ, સ્વેગ, લૂક, હેર સ્ટાઇલ એટલા આકર્ષક હોય છે કે તેનાથી તેમનું ટાર્ગેટ ઓડિયન્સ સતત કનેક્ટ રહે છે. અને ટીનેજર્સ માટે તે વળગણ  બન્યું છે તેનું કારણ પણ આજ છે. જેમ અતિ અમૃત પણ ઝેર સમાન છે તેમ આ મ્યુઝિકનું ગાંડપણ બાળકોની માનસિકતાને અસર કરી રહ્યું છે.  
  ઓવર એક્સપોઝરથી બચવાના ઉપાયો 
- તમારા બાળક સાથે સતત સંપર્કમાં રહો ખાસ કરી ઇમોશનલ એટેચમેન્ટ વધારો, મોબાઇલ મોનીટરીંગ કરો
- બાળકોના વર્તનમાં ફેરફાર જણાય તો તેમને પ્રવાસ લઇ જાઓ આસપાસની દુનિયા નેચર સાથે કનેક્ટ રાખો
- બાળક આ ઉંમરમાં જે જુએ તે સાચું માની લે છે તેથી જો તે એક હદ કરતા વધુ આ મ્યુઝિક સાથે સંકળાયલું રહે તો તેને આપણા બીજી કલ્ચર મ્યુઝિક કળાથી પણ વાકેફ કરો જેથી તે કમ્પેર કરે
- જો જરુર જણાય તો નિષ્ણાત સાયકોલોજીસ્ટનો સંપર્ક કરો.
 
Tags :
Advertisement

.

×