Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું વર્ષમાં બે વખત થઇ શકે છે IPL ટૂર્નામેન્ટ? જાણો શું કહે છે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ

વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ કમાણી કરતી લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રમવા માટે આજે દુનિયાભરના તમામ ખેલાડીઓ  ઉત્સુક રહેતા હોય છે. IPL અને અન્ય T20 લીગને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ઘણા લોકો IPLના વધતા વર્ચસ્વથી ચિંતિત છે, જ્યારે કેટલાક એવા છે જે વર્ષમાં બે વખત IPLને સમર્થન આપવા માટે તૈયાર છે.ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે, IPL વર્ષમાં બે વાર થઈ શકà«
10:12 AM Jul 28, 2022 IST | Vipul Pandya
વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ કમાણી કરતી લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રમવા માટે આજે દુનિયાભરના તમામ ખેલાડીઓ  ઉત્સુક રહેતા હોય છે. IPL અને અન્ય T20 લીગને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ઘણા લોકો IPLના વધતા વર્ચસ્વથી ચિંતિત છે, જ્યારે કેટલાક એવા છે જે વર્ષમાં બે વખત IPLને સમર્થન આપવા માટે તૈયાર છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે, IPL વર્ષમાં બે વાર થઈ શકે છે અને તેનાથી તેમને કોઈ નવાઇ નહી લાગે. આ સાથે શાસ્ત્રીએ એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં IPL 10 નહીં પણ 12 ટીમો સાથે યોજાશે. રવિ શાસ્ત્રી ભારત-વેસ્ટ ઈન્ડિઝની વનડે સીરિઝ દરમિયાન કોમેન્ટ્રી કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે દ્વિપક્ષીય ઓછા હોવાના કારણે IPL ટૂર્નામેન્ટને વધારવા પર ભાર મૂક્યો હતો. તમે IPLની બે સીઝનનું આયોજન કરી શકો છો. મને જરા પણ આશ્ચર્ય થશે નહીં, જો દ્વિપક્ષીય ક્રિકેટ ઓછા થઇ જાય છે, તો તમારી પાસે વર્ષમાં IPL માટે વધુ સમય બચશે અને વર્લ્ડ કપ જેવા વધુ નોકઆઉટ્સ સાથેનું ફોર્મેટ રમી શકશો, જે વિજેતા નક્કી કરશે."
શાસ્ત્રીએ કહ્યું કે, 10 ટીમો સાથેની સમગ્ર સ્પર્ધા દોઢથી બે મહિનાના સમયપત્રક સાથે 12 ટીમો સાથે આગળ વધી શકે છે. રવિ શાસ્ત્રી માને છે કે IPLનો વિકાસ રમત માટે પણ સારો છે. આ બધું શક્ય છે કારણ કે તે નાણાં પુરવઠા અને માંગ દ્વારા સંચાલિત છે. તે પ્રકારના ફોર્મેટની માંગ ઘણી મોટી છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે, IPLનો વિસ્તાર થઈ શકે છે. આ રમત માટે મહાન છે. ખેલાડીઓ, બ્રોડકાસ્ટર્સ અને ટીમોની આસપાસ કામ કરતા લોકો માટે આ સારું છે. શાસ્ત્રીનું માનવું છે કે, દ્વિપક્ષીય T20 શ્રેણીમાં ઘટાડોએ શેડ્યૂલની સમસ્યાનો ઉકેલ લાવવાનો એકમાત્ર ઉપાય છે.  
IPL 2022માં દસ ટીમોએ ભાગ લીધો હતો. અગાઉ આઠ ટીમોની IPL ટૂર્નામેન્ટ રમાતી હતી, જે લગભગ દોઢ મહિનામાં પૂરી થઈ જતી હતી, પરંતુ હવે તેમાં દસ ટીમો ભાગ લઈ રહી છે. આવી સ્થિતિમાં સમય વધી ગયો છે, સાથે જ BCCIના પ્લાનિંગ મુજબ IPLના પ્લાનિંગ પ્રમાણે IPL લગભગ અઢીથી ત્રણ મહિના સુધી ચાલી શકે છે. આ માટે BCCIના વરિષ્ઠ અધિકારીઓ ICC પાસેથી વિન્ડોની માંગ કરી શકે છે. IPLની આગામી સિઝન હવે એપ્રિલ-મે 2023માં યોજાશે. જેમા દસ ટીમો પણ ભાગ લેતી જોવા મળશે.
થોડા દિવસે પહેલા IPLના આગામી પાંચ વર્ષ માટેના મીડિયા અધિકારો લગભગ 50 હજાર કરોડમાં વેચાયા છે. આ વખતે બોર્ડે ટીવી અને ડિજિટલ રાઈટ્સ અલગથી વેચ્યા છે. સ્ટાર ઇન્ડિયાએ રૂ.23,575 કરોડમાં ટીવીના અધિકારો હસ્તગત કર્યા છે, જ્યારે Viacom-18 એ રૂ.23,758 કરોડમાં ડિજિટલ અધિકારો હસ્તગત કર્યા છે. BCCIને એક મેચ માટે લગભગ 108 કરોડ રૂપિયા મળશે અને તે વિશ્વની બીજી સૌથી મોંઘી લીગ બની ગઈ છે.
આ પણ વાંચો - વરસાદથી પ્રભાવિત મેચમાં ટીમ ઈન્ડિયાએ વિન્ડિઝના સૂપડાં સાફ કરી દીધા, 119 રને હરાવ્યું
Tags :
CricketGujaratFirstIPLIPLTournamentorganizedRaviShastriSports
Next Article