Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનને વધારે કારગત અને કઠોર બનાવવું જોઈએ !

થોડાક સમયથી આપણને પ્રથમ નજરે ગમી જાય અને રોમાંચિત કરે એવા કેટલાક સમાચારો નિયમિત આવતા રહે છે. આપણે વાત કરીએ છીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાહેરમાં કે જાહેર જીવનમાં કાર્યરત નેતાઓના ભ્રષ્ટાચારઓ પકડવામાં આવી રહ્યાં છે. સીબીઆઇથી માંડીને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સહિતના આ દિશામાં કામ કરતા બધા જ વિભાગો જાણે કે એકાએક ચેતનવંતા બની ગયા હોય તેવું લાગે છે. તેમ ઘણા બધા રાજકીય નેતાઓ, અભિનેતાઓ કે પછ
11:04 AM Jun 13, 2022 IST | Vipul Pandya
થોડાક સમયથી આપણને પ્રથમ નજરે ગમી જાય અને રોમાંચિત કરે એવા કેટલાક સમાચારો નિયમિત આવતા રહે છે. આપણે વાત કરીએ છીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાહેરમાં કે જાહેર જીવનમાં કાર્યરત નેતાઓના ભ્રષ્ટાચારઓ પકડવામાં આવી રહ્યાં છે. સીબીઆઇથી માંડીને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સહિતના આ દિશામાં કામ કરતા બધા જ વિભાગો જાણે કે એકાએક ચેતનવંતા બની ગયા હોય તેવું લાગે છે. તેમ ઘણા બધા રાજકીય નેતાઓ, અભિનેતાઓ કે પછી કોઈ બીજી રીતે જાહેર જીવન સાથે સિદ્ધિ પ્રસિદ્ધિ મેળવી હોય તેવા વ્યક્તિઓની ભ્રષ્ટાચારની તપાસ માટે આ બધા જ ખાતાઓ સક્રિય થયા છે.

સારી વાત છે ભારતના એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના પત્ની સહિત ગાંધી પરિવારની પણ ઇડીની  પૂછપરછની, તપાસની અને કાનૂની કાર્યવાહીના સમાચાર પણ આ બધામાં એક નવો રોમાંચક ઉમેરો કરે છે. 

મહારાષ્ટ્રના એક મંત્રીશ્રી પણ આ  ઝપટમાં આવી ગયા છે. થોડાક સમય પહેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની બહુ જ જાણીતી અભિનેત્રીઓ અને એક ખૂબ જ લોકપ્રિય અભિનેતાના પુત્રની પણ ડ્રગ્સની હેરાફેરી કે લે વેચ સંબંધી કોઈપણ પ્રકારની સાબિતી વગર ધરપકડ કરાયાના સમાચાર પણ હજુ તાજા છે. ભૂતપૂર્વ નાણામંત્રી રહી ચૂકેલા અત્યારે વિપક્ષના નેતા રહેલાં શ્રી પી ચિદમ્બરમ અને તેમના પુત્ર શ્રી કાર્તિકેય ચિદમ્બરમ પણ અત્યારે ઇડીના સકંજામાં ઝડપાયા હોય એવા રોજેરોજના સમાચારો છે.

પ્રથમ નજરે આ આપણને સૌને ગમે એવા સમાચાર છે. ઉપરોક્ત તેમનો ઉલ્લેખ થયો તે કે પછી તેવા કોઈ પણ મોટા ગજાના નેતા કે અભિનેતા કશું ખોટું કરતા હોય કે ખોટું કર્યું હોય તો તેમની સામે કાયદો કાયદાનું કામ કરે એ જોઈ જાણીને પ્રત્યેક ભારતીયને આનંદ થાય જ.

ફક્ત બે સવાલો તટસ્થ તરીકે ઉભા થાય છે તે એ છે કે-

1. ઉપરોક્ત ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં કામ કરતું તંત્ર અત્યાર સુધી જે જે વ્યક્તિઓના ભ્રષ્ટાચારને ખુલ્લો કરવા માટે કાનૂની રાહે કામ કરી રહ્યું છે તેમાંની કોઈ એકાદ અપવાદને બાદ કરતા લગભગ બધી જ વ્યક્તિઓ વિપક્ષની છે અથવા સરકાર આમાં  તટસ્થ છે. આવું થઈ તો શકે પણ હંમેશાં આવું જ કેમ થઈ શકે એ સવાલ સામાન્ય પ્રજાના મનમાં જરૂર ઉભો થાય. શું જે લોકો વિપક્ષમાં નથી અને સત્તાપક્ષ એ છે અથવા તો સત્તાપક્ષમાં ન હોવાં છતાં સત્તા પક્ષની હા માં હા મેળવનારા છે અથવા તો જેઓ તટસ્થ છે શું એ બધા માંથી કોઈપણ વ્યક્તિનું આચરણથી સહેજ પણ ખરડાયેલા નથી એવું છાતી ઠોકીને કહી શકાય એવું લાગતું નથી. તો પછી આ વર્ગમાંના કોઈ મોટા માથાની સામે ભ્રષ્ટાચારનો કોઈ કેસ કેમ નોંધાતો નથી? એવા કેટલાક ઉદ્યોગપતિઓ છે કે જેમની સામે સરકારે ઘણું બધું જતું કર્યું છે છતાં તેમની સામે પ્રશ્ન કામગીરી માટેની કોઈ કાનૂની કાર્યવાહી કેમ થતી નથી?

2. બીજો મુદ્દો તો વર્તમાન પત્રોમાં વારંવાર સેવામાં આવ્યો છે અને ફરી એકવાર આપણે પણ એ મુદ્દા ઉપર વિચારવાની જરૂર છે કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે જ ભ્રષ્ટાચારની વિરુદ્ધ કાર્યવાહી કરનાર તંત્ર એકદમ જાગૃત થઈ જાય છે, એ નવાઈ પમાડે તેવી વાત છે અને એ છીએ વધારે નવાઈ પમાડે તેવી વાત તો એ બને છે કે આવા ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્ય કરનારા તંત્રના સાણસામાં વિપક્ષના નેતાઓ કે પછી સરકારની વિરુદ્ધ પડેલા અભિનેતાઓ કે જાહેર જીવનમાં કે ઉદ્યોગોમાં જેમના નામ મોટા બન્યાં છે એવા લોકો પર જ ભારત કેમ કાર્યવાહી થાય છે ?

ભ્રષ્ટાચાર વિરુદ્ધ થતી કાર્યવાહી સામે સવાલ ઉઠાવવાનો નથી પણ સવાલ એટલો જ છે કે ભારતને ભ્રષ્ટાચારમુક્ત કરવું હોય તો નીચેના સ્તરેથી ઉપરના સ્તર સુધી બેઠેલી કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનો નાનો કે મોટો ભ્રષ્ટાચાર કરે તો તેની સામે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. પણ  આવી કાર્યવાહી એક તો તટસ્થ હોય અને બીજું તે કાયમ માટે સાતત્યપૂર્ણ રીતે ચાલવી જોઈએ માત્ર ચૂંટણીઓ આવે ત્યારે કશુંક રંધાઈ રહ્યાની ગંધ આવ્યા વિના રહેતી નથી.

દેશના બધા પક્ષોએ તથા બધા પક્ષોની બધી સરકારોએ આ બાબતમાં ખુબજ તટસ્થતા જાળવી ને પછી જ આગળ વધવું જોઈએ. ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનને વધારે કારગત અને કઠોર બનાવવું જોઈએ અને આવતીકાલના ભારતને ભ્રષ્ટાચારમુક્ત ભારત બનાવવા માટેના આપણા સહુના સામૂહિક સંકલ્પને વાચા આપવી જોઈએ.
Tags :
correptionGujaratFirstIndiaindiangovrnmentpowerpolitics
Next Article