નેટવર્ક વગર પણ ફોન પર કરી શકાશે કોલિંગ, બસ કરવું પડશે આ નાનકડું સેટિંગ
આજના આ ડીજીટલ યુગમાં સ્માર્ટફોન એ એક એવી મહત્વની જરૂરિયાત બની ગઈ છે જેના વગર આજે લોકોને જરા પણ ચાલતું નથી. ફોન આવવાથી આપણી લાઈફ સ્ટાઇલ તદન બદલાઈ ગઈ છે. આજે એક પણ કામ એવું નહીં હોય જે મોબાઈલ વગર ના થતું હોય. ઓનલાઈન શોપિંગથી લઈને સરકારી યોજનાના લાભ આજે આપણે મોબાઈલના ટેરવે મેળવી શકીએ છીએ.
હા, હવે તમે Wifi કૉલિંગની મદદથી ખરાબ નેટવર્કથી અન્ય વ્યક્તિને કૉલ કરી શકો છો, પરંતુ આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે તમારા સ્માર્ટફોનના સેટિંગમાં થોડો ફેરફાર કરવો પડશે. જો કે આ કોઈ નવી સુવિધા નથી. તેને આવ્યા બાદ ઘણો સમય થયો છે, પરંતુ ઘણા યુઝર્સ આ ફીચર વિશે જાણતા નથી. જો તમે પણ Wi-Fi કૉલિંગ કોન્સેપ્ટથી અજાણ છો, તો ચાલો તમને Wi-Fi કૉલિંગ અને તેના ઉપયોગ વિશે જણાવીએ.
Wi-Fi કૉલિંગ શું છે?
Wi-Fi કૉલિંગ ફીચર યુઝરને નબળા નેટવર્ક એરિયામાં કૉલ કરવાની સુવિધા આપે છે. જો કે, આ માટે તમારે મજબૂત Wi-Fi કનેક્શનની જરૂર પડશે.આ સિવાય તમારા ફોનમાં Wi-Fi કોલિંગ સપોર્ટ હોવો જોઈએ. આજે મોટાભાગના સ્માર્ટફોન્સમાં Wi-Fi કૉલિંગ સપોર્ટ ઉપલબ્ધ છે. Wi-Fi કૉલિંગ ફીચરની મદદથી તમે કોઈપણ વ્યક્તિને વૉઇસ અને વીડિયો કૉલ કરી શકો છો.
Android માં Wi-Fi કૉલિંગ કેવી રીતે શરૂ કરવું?
Wi-Fi કૉલિંગનો ઉપયોગ કરવા માટે તમારે પહેલા તમારા ફોનમાં હાજર આ સુવિધાને તૈયાર કરવી પડશે. જેમાં સુથી પહેલા તમે ફોનમાં એપ્લિકેશન ખોલો. જેમાં તમારે સેટિંગ્સ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ કૉલ્સમાં જવું પડશે. કૉલ્સ પર જઈને તમને Wi-Fi કૉલિંગનો વિકલ્પ દેખાશે. હવે અહીં Wi-Fi કૉલિંગનું ટૉગલ ચાલુ કરો. હવે તમે સામાન્ય કૉલની જેમ Wi-Fi નેટવર્ક પર સરળતાથી કૉલ કરી શકશો. જોકે તેને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરવા પર તમને ઈન્ટરનેટ કોલ લખેલું દેખાશે, જ્યારે Wi-Fi પર તે Wi-Fi કોલિંગ પર દેખાશે.