Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું ઓનલાઈન દવાઓ પર પ્રતિબંધ લાગશે? CAITએ શું કહ્યું જાણો

વેપારીઓના સંગઠન CAITએ સરકાર પાસે દેશમાં દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ માંગ એવા સમયે કરવામાં આવી છે. ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે 6 એપ્રિલે ઓનલાઈન માધ્યમથી દવાઓના વેચાણની જાહેરાત કરી છે.cait-seeks-ban-on-online-medicine-salesકોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ ગુરુવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે આ સંદર્ભમાં વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને કેન્દ્રીય સ્વાસ્થ્à
શું ઓનલાઈન દવાઓ પર પ્રતિબંધ લાગશે  caitએ શું કહ્યું જાણો
વેપારીઓના સંગઠન CAITએ સરકાર પાસે દેશમાં દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ માંગ એવા સમયે કરવામાં આવી છે. ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે 6 એપ્રિલે ઓનલાઈન માધ્યમથી દવાઓના વેચાણની જાહેરાત કરી છે.
cait-seeks-ban-on-online-medicine-sales
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ ગુરુવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે આ સંદર્ભમાં વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર પણ લખ્યો છે. પત્રમાં CAITએ દેશમાં દવાઓના ઓનલાઈન વેચાણ પર ઈ-ફાર્મસી કંપનીઓ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.
અટકાવવાની માગણી પાછળનું કારણ જણાવ્યું હતું
સંગઠને કહ્યું છે કે તેણે આ માંગ એટલા માટે કરી છે જેથી ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ અને રૂલ્સ (ડીસી એક્ટ એન્ડ રૂલ્સ)ની જોગવાઈઓનું સંપૂર્ણ પાલન થઈ શકે. CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ડીસી એક્ટ અને નિયમો દેશમાં દવાઓની આયાત, ઉત્પાદન, વેચાણ અને વિતરણને નિયંત્રિત કરે છે. તેમજ જાહેર આરોગ્ય અને સલામતી માટે કડક જોગવાઈઓ છે.
કાયદાનું ઉલ્લંઘન નથી
તેમણે સરકારને ઇ-ફાર્મસી કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની પણ વિનંતી કરી છે. ભારતીય કાયદા હેઠળ મધ્યસ્થી જોગવાઈઓનો લાભ લેતા અટકાવે. ઓનલાઈન કંપનીઓ દ્વારા દવાઓના વેચાણ સંબંધિત કાયદાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દવાઓના વેચાણ સંબંધિત કાયદાનું ઉલ્લંઘન ન થવું જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.