Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કુવાડવા ગામની વોટર હેડ કવાર્ટર કચેરીની કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા મુલાકાત કરી

રાજ્યનાં જળસંપત્તિ અને પાણી પૂરવઠા, અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ (Kunwarjibhai Bavaliya)રાજકોટ (Rajkot)જિલ્લાના કુવાડવા ગામ (Kuwadwa village)ખાતે વોટર હેડ કવાર્ટર કચેરી દ્વારા ચાલી રહેલી પાણી પુરવઠા વિભાગની વિવિધ પ્રવૃત્તિઓની રૂબરૂ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.કુલ ૫૨ ( બાવન ) જેટલા ગ્રામ વિસ્તારને આવરી લેતી જૂથ યોજના થકી છેવાડાના માનવીà
કુવાડવા ગામની વોટર હેડ કવાર્ટર કચેરીની કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા મુલાકાત કરી

રાજ્યનાં જળસંપત્તિ અને પાણી પૂરવઠા, અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ (Kunwarjibhai Bavaliya)રાજકોટ (Rajkot)જિલ્લાના કુવાડવા ગામ (Kuwadwa village)ખાતે વોટર હેડ કવાર્ટર કચેરી દ્વારા ચાલી રહેલી પાણી પુરવઠા વિભાગની વિવિધ પ્રવૃત્તિઓની રૂબરૂ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.

Advertisement

કુલ ૫૨ ( બાવન ) જેટલા ગ્રામ વિસ્તારને આવરી લેતી જૂથ યોજના થકી છેવાડાના માનવીને સ્વચ્છ પીવાનું પાણી સરળતાથી મળી રહે, તે માટે સરકાર દ્વારા સતત કાર્યરત રહી કટિબદ્ધતા દર્શાવવામાં આવી રહી છે. 'મચ્છુ - ૧ જૂથ પાણી પુરવઠા યોજના' અંતર્ગત ૫૨ જેટલા ગામોમાં પીવાના પાણીની સગવડ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં સિંધાવદર થી સણોસરાગામ સુધી નવી ૪૫૦ એમ.એમ.ની, સણોસરા થી કુવાડવા ૪૦૦ એમ.એમ. ની (ડી. આઈ. પાઈપ)ડક્ટાઈલ આયર્ન  પાઇપલાઈન બેસાડવામાં આવી છે. 
ઉપરાંત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ( ડબલ્યુ.ટી.પી.) આશરે રૂ. ૧૬ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેની કામગીરી અને પાણીની વિતરણ વ્યવસ્થા અંગેની ઝીણવટપૂર્વક સમીક્ષા મંત્રીશ્રીએ કરી હતી તેમજ નવનિર્મિત ક્લીયર વોટરટેન્ક અને પંપ હાઉસની મુલાકાત લીધી હતી. 
વધુમાં મંત્રીશ્રીએ પાણી પુરવઠા વિભાગના નેજા હેઠળ શરૂ થનાર યોજના ' મચ્છુ - ૧ ઓગમેન્ટેશન' યોજનાની પૂર્વ તૈયારીઓ અંગે અધિકારીશ્રીઓ સાથે વિચારવિમર્શ કરી, જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ પૂરા પાડ્યા હતા. આગામી યોજનામાં જરૂરી તમામ વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનનું નવીનીકરણ કરવામાં આવનાર છે.  આ તકે મંત્રીશ્રીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.