ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની જાહેરાત

ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક ભેટ આપવામાં આવી છે. ગુજરાતને આજે વધારે એક ઇન્ટરનેશલ એરપોર્ટ મળ્યું છે. કેન્દ્રની કેબિનેટ દ્વારા ગુજરાતના મહત્વાકાંક્ષી એવા ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.  કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આ વાતની માહિતી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટને હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકા
11:58 AM Jun 14, 2022 IST | Vipul Pandya
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક ભેટ આપવામાં આવી છે. ગુજરાતને આજે વધારે એક ઇન્ટરનેશલ એરપોર્ટ મળ્યું છે. કેન્દ્રની કેબિનેટ દ્વારા ગુજરાતના મહત્વાકાંક્ષી એવા ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.  કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આ વાતની માહિતી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટને હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના તમામ વિભાગો દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
1501 હેક્ટર જગ્યાની ફાળવણી
કેન્દ્રીય મંત્રીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતના ધોલેરામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે. 2016ના વર્ષમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ પોલિસી હેઠળ, ધોલેરામાં એક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા માટે પહેલ કરવામાં આવી હતી. તેની પર્યાવરણ મંજૂરી અને સુરક્ષા મંજૂરી આવી ગઈ છે. તેમણે આગળ કહ્યું કે આ માટે 1501 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ તેનું નિર્માણ કરશે. 

એરપોર્ટની માલિકી કોની હશે?
આ સિવાય આ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની માલિકી અંગે વાત કરતા અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયા પાસે 51% શેર હશે. તો ગુજરાત સરકારની તેમાં 33% હિસ્સેદારી હશે. આ ઉપરાંત નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઈમ્પ્લીમેન્ટેશન ટ્રસ્ટ પાસે 16% હિસ્સો હશે. 
48 મહિનામાં એરપોર્ટ તૈયાર કરાશે
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ આગામી 48 મહિનામાં પૂરું કરવામાં આવશે. અંદાજે 1305 કરોડ રુપિયાના ખર્ચ સાથે આ એરપોર્ટનું નિર્માણ થનાર છે. જેમાં પેસેન્જર અને કાર્ગો બંને સુવિધા હશે. સાથે જ એવું જણાવવામાં આવ્યું છે કે આગામી 2025-26ના વર્ષમાં આ ધોલેરા ઇન્ટરનેશલ એરપોર્ટ કાર્યરત થઇ જશે. 

અમદાવાદ એરપોર્ટ પર વધી રહેલું ભારણ
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયે અમદાવાદ ઇન્ટરનેશલ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક સતત વધી રહ્યો છે. આલવી સ્થિતિમાં અત્યારે અમદાવાદ એરપોર્ટ પર તેની ક્ષમતા કરતા મુસાફરોનો ધસારો છે. આ સિવાય અમદાવાદ એરપોર્ટ હવે એક રીતે શહેરની વચ્ચે આવી ગયું છે. તેની આસપાસ નવા વિકાસ માટે કોઇ જગ્યા નથી. જેતી તેનો વિકાસ અને વિસ્તરણ શક્ય નથી. આવી સ્થિતિનમાં ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાથી અનમદાવાદ એરપોર્ટનું ભારણ ઘણું ઓછું થશે. અમદાવાદથી અંદાજે 100 કિમી દૂર આવેલા ધોલેરામાં તૈયાર થઇ રહેલા આ એરપોર્ટને અન્ય સુવિધા સાથે પણ ઇન્ટર કનેક્ટ કરવામાં આવશે.
Tags :
AnuragThakurDholeraDholeraAirportDholeraGreenfieldAirportDholeraInternationalAirportDholeraInternationalAirportprojectGujaratGujaratFirstઅનુરાગઠાકુરધોલેરાઇન્ટરનેશનલએરપોર્ટધોલેરાએરપોર્ટ
Next Article