Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

200 ભારતીય વિદ્યાર્થીઓને લઇને પરત ફર્યું C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન બંને દેશોની સેના આમને-સામને છે અને આ બધાની વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કેન્દ્ર સરકારનું ઓપરેશન ગંગા પણ ચાલુ જોવા મળી રહ્યું છે. મંગળવારે રોમાનિયાથી 218 ભારતીયોને દિલ્હી લાવ્યા બાદ કેન્દ્ર સરકારે ઓપરેશન ગંગામાં એરફોર્સને જોડવાનો નિર્ણય પણ લીધો છે. જે બાદ હવે વાયુસેનાના C-17 વિમાન ભારતીયોને પરત લાવ્યું છે. એવા અહેવાલો àª
200 ભારતીય વિદ્યાર્થીઓને લઇને પરત ફર્યું c 17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન બંને દેશોની સેના આમને-સામને છે અને આ બધાની વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કેન્દ્ર સરકારનું ઓપરેશન ગંગા પણ ચાલુ જોવા મળી રહ્યું છે. મંગળવારે રોમાનિયાથી 218 ભારતીયોને દિલ્હી લાવ્યા બાદ કેન્દ્ર સરકારે ઓપરેશન ગંગામાં એરફોર્સને જોડવાનો નિર્ણય પણ લીધો છે. જે બાદ હવે વાયુસેનાના C-17 વિમાન ભારતીયોને પરત લાવ્યું છે. એવા અહેવાલો છે કે રોમાનિયાથી લગભગ 200 ભારતીય નાગરિકોને લઈ જતું C-7 ભારતીય વાયુસેનાનું એરક્રાફ્ટ દિલ્હી નજીક હિંડનમાં તેના હોમ બેઝ પર ઉતર્યું છે.
આ સાથે જ સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે દિલ્હી પહોંચ્યા બાદ નાગરિકો સાથે વાતચીત કરી છે. મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયુસેનાને સૂચનાઓ જારી કરીને તેને ઓપરેશન ગંગા સાથે જોડ્યા હતા. બીજી તરફ ભારતીય વાયુસેનાનું પ્રથમ C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ રોમાનિયાથી પરત ફર્યું છે. જીહા, અને તેમા લગભગ 200 ભારતીય નાગરિકો સવાર હતા. વાયુસેનાનું C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ તેના હોમ બેઝ હિંડન પર લેન્ડ થયું હતું, જ્યારે કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ પણ C-17 ગ્લોબમાસ્ટરથી ભારતીયોને રિસીવ કરવા હિંડન એરબેઝ પહોંચ્યા હતા. વળી રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટનું કહેવું છે કે, ચાર મંત્રીઓને યુક્રેનના પાડોશી દેશોમાં મોકલવામાં આવ્યા છે.
Advertisement

જ્યાં સુધી દરેક નાગરિકને બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટ તેમજ ખાનગી ફ્લાઇટ્સનું સંચાલન ચાલુ રહેશે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે ભારત સરકારે તેના નાગરિકો માટે ભોજન, તંબુ, દવા, કપડા અને ધાબળાની વ્યવસ્થા કરી છે.
Tags :
Advertisement

.