'શમશેરા' બનીને રણબીર કપૂર અપાવશે લોકોને આઝાદી
રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ શમશેરાનું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ ધમાકેદાર દેખાઇ રહ્યું છે, આ ફિલ્મમાં રણબીર કપૂરનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. તો ચાલો જાણીએ કેવું છે ટ્રેલરરણબીર કપૂર લગભગ ચાર વર્ષ પછી ફિલ્મ 'સંજુ' પછી 'શમશેરા' દ્વારા મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે. લોકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આજે મેકર્સે તેનું ટ્રેલર રિલીઝ કર્યું
રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ શમશેરાનું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ ધમાકેદાર દેખાઇ રહ્યું છે, આ ફિલ્મમાં રણબીર કપૂરનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. તો ચાલો જાણીએ કેવું છે ટ્રેલર
રણબીર કપૂર લગભગ ચાર વર્ષ પછી ફિલ્મ 'સંજુ' પછી 'શમશેરા' દ્વારા મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે. લોકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આજે મેકર્સે તેનું ટ્રેલર રિલીઝ કર્યું છે. શમશેરા ફિલ્મમાં રણબીર કપૂર, સંજય દત્ત ઉપરાંત વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં હશે અને તેનું નિર્દેશન કરણ મલ્હોત્રા કર્યું છે.
ગુલામી કોઈના માટે સારી નથી અને કોઈ તમને સામેથી આઝાદી આપતું નથી
શમશેરા ફિલ્મના ટ્રેલરમાં રણબીર કપૂર ડાકુ પણ છે અને આઝાદ પણ છે. આ વાર્તા 1871 ના દાયકાની છે, જ્યારે ડાકુઓ અંગ્રેજોથી તેમના અધિકારો અને સ્વતંત્રતા માટે લડતા હતા. સંજય દત્ત આમાં વિલનની ભૂમિકામાં છે અને તેણે ઈન્સ્પેક્ટર શુદ્ધ સિંહની ભૂમિકા ભજવી છે. જે ગરીબ અને લાચાર લોકો પર જુલમ ગુજારે છે. ટ્રેલરની શરૂઆત શમશેરાની વાર્તાથી થાય છે. જે કહે છે ક ગુલામી કોઈના માટે સારી નથી અને કોઈ તમને સામેથી આઝાદી આપતું નથી. સ્વતંત્રતા છીનવી લેવી પડશે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે શહેરમાં એક નવો લૂંટારો આવ્યો છે અને તે લૂંટારો બીજો કોઈ નહીં પણ શમશેરા છે. વાણી કહે છે કે તુ્ં એકલો સત્તા સામે લડીશ, શું તે પાગલ થઈ ગયો છે? રણબીર કહે છે કે મારી સાથે આખી સેના છે એકલો ક્યાં છું. જો કે અંગ્રેજો શમશેરાથી નારાજ થાય છે અને ઈન્સ્પેક્ટર શુદ્ધ સિંહને બોલાવે છે. ટ્રેલરમાં સંજય દત્ત અને રણબીર કપૂર વચ્ચેનો ફાઇટ સીન પણ જોવા મળશે. શમશેરા નીડર અને સ્પષ્ટવક્તા છે, હવે તે લોકોને જુલમથી કેવી રીતે બચાવશે? તે આ ફિલ્મની વાર્તા છે.
ટ્રેલર પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા
રણબીર કપૂર શમશેરાંનું પાત્ર નિભાવી રહ્યો છે, આ ફિલ્મમાં તે એક ડાકુની ભૂમિકામાં જોવા મળશે. સંજય દત્ત ઇન્સ્પેક્ટર શુદ્ધ સિંહના રોલમાં છે અને વાણી કપૂર ડાન્સરના રોલમાં જોવા મળશે. ટ્રેલરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રણબીર કપૂર અને વાણી કપૂર વચ્ચે લવ કેમેસ્ટ્રી જોવા મળશે. ટ્રેલરમાં રણબીર કપૂર પણ એક્શન સીન કરતો જોવા મળી રહ્યો છે. જો કે ટ્રેલર પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે. લોકો રણબીરનો લુક ખૂબ પસંદ કરી રહ્યા છે.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
રણબીર કપૂર સ્ટારર ફિલ્મનું શૂટિંગ લદ્દાખમાં થયું છે. રણબીર કપૂર આ ફિલ્મામાં એક અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી તેની તમામ ફિલ્મોમાં તેનો લૂક ચોકલેટી બોય રહ્યો છે. તો બીજી તરફ, સંજય દત્તનો લુક ફિલ્મ KGF 2માં તેના લુક સાથે ઘણો મેળ ખાય છે. જો કે તેના પર સોશિયલ મીડિયાપર મેકર્સ ટ્રોલ પણ થઇ રહ્યાં છે. જો કે હાલમાં ચાહકો માટે ખુશીની વાત છે કે આ ફિલ્મ 22 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
જુઓ ટ્રેલર -
Advertisement