આ ટ્રીકથી કબજિયાત શરીરમાંથી આજીવન થઈ જશે છૂમંતર
ખાવા-પીવાની કુટેવોને કારણે ઘણી વખત પેટની ગડબડ થવા લાગે છે. અને એમાંથી સૌથી મોટી સમસ્યા છે કબજિયાત.. ઘણાં લોકોને સવારમાં પેટ સાફ નથી આવતું. જેમા કારણે દિવસભર સુસ્તીનો અનુભવ થાય છે. તેમજ પેટ સાફ ન થવાના કારણે આખો દિવસ બગડતો હોય છે. જો તમે પણ આ સમસ્યાથી હેરાન થઈ રહ્યા હોય તો, હવે ચિંતા કરવાની જરૂર નથી. આવો આપને જણાવીએ કેટલીક એવી ટીપ્સ જે તમારું પેટ સફાચટ થઈ જશે..
10-12 ગ્લાસ પાણી
કેટલાક એવા કામો માત્ર પાણી કરી આપે છે, જે કામ દવા પણ નથી કરતી. જો પાણી જરૂરિયાત કરતા ઓછું પીવો છો તો પણ તમારું પેટ સાફ થતુ નથી. આ માટે દિવસ દરમિયાન 3 લીટર પાણી અવશ્ય દવા સમજીને પી લો. આમ કરવાથી પેટ સાફ રહેશે. પાણી પીવાથી શરીરને ડિટોક્સ થવામાં મદદ મળે છે જેના કારણે પેટ સાફ આવશે.
યોગા
કબજિયાતની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે યોગા પણ અક્સિર માની શકાય. યોગા કરવાથી ઘણી બીમારીઓ છૂમંતર કરી શકાય છે. તેમજ સ્વાસ્થ્યની અનેક તકલીફો દૂર થાય છે. સૂર્ય નમસ્કાર, તાડાસન, તિર્યક તાડાસન, પ્રશ્વિમોત્તાસન, બંધાસન રોજ ઘરે કરો. આ આસન પેટ સંબંધીત તકલીફોમાંથી છૂટકારો અપાવશે.
હિંગ પેટની દરેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે ખાસ કરીને જમવાનું બનાવતી વખતે હિંગ વાપરવામાં આવે છે. જો તમને પેટ સંબંધીત સમસ્યા છે તો તમે રોજ સવારમાં હુંફાળા પાણીમાં હિંગ નાંખીને આ પાણી પી લો.