Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ફ્લાવર શોની તડામાર તૈયારીઓ, મુલાકાતીઓ માટે નવા આકર્ષણ ઉમેરવામાં આવ્યા

રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે યોજાતો ફ્લાવર શો આ વર્ષે જાન્યુઆરી માસમાં શરુ કરાશે. રિવરફ્રન્ટ ખાતે તેની તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વર્ષના ફ્લાવર શોમાં અનેક નવા આકર્ષણ મુલાકાતીઓ માટે ઉમેરવામાં આવ્યા છે. 20 ફૂટની ખાસ સેલ્ફી ફ્લાવર વોલ ઉભી કરાશે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 10મા ફ્લાવર શોનુ આયોજન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે ફ્લાવર શોમાં અનેક નવા આકર્ષણો ઉમેરવામાં આવ
12:37 PM Dec 25, 2022 IST | Vipul Pandya
રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે યોજાતો ફ્લાવર શો આ વર્ષે જાન્યુઆરી માસમાં શરુ કરાશે. રિવરફ્રન્ટ ખાતે તેની તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વર્ષના ફ્લાવર શોમાં અનેક નવા આકર્ષણ મુલાકાતીઓ માટે ઉમેરવામાં આવ્યા છે. 
20 ફૂટની ખાસ સેલ્ફી ફ્લાવર વોલ ઉભી કરાશે 
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 10મા ફ્લાવર શોનુ આયોજન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે ફ્લાવર શોમાં અનેક નવા આકર્ષણો ઉમેરવામાં આવશે જેમાં 20 ફૂટની ખાસ સેલ્ફી ફ્લાવર વોલ યુવાનો માટે આકર્ષણરુપ રહેશે. હાર્ટ શેપનો લવ ગેઈટ પણ તૈયાર થઈ રહ્યો છે જેમાં દર ત્રણ દિવસે ગેઈટની ફ્લાવર થીમ બદલી નખાશે. ફ્લાવરના કલર બદલીને દર ત્રણ દિવસે લવ ગેઈટને નવો ઓપ અપાશે. 
હોંગકોંગ અને સિંગાપુર સહિતના દેશોમાંથી ફૂલો મગાવવામાં આવશે
ફ્લાવર શોમાં હોંગકોંગ અને સિંગાપુર સહિતના દેશોમાંથી ફૂલો મગાવવામાં આવશે. પિટોનીયા ફૂલમાંથી ખાસ પિટોનીયા ટાવર પણ બનાવવામાં આવશે. વાંસના ખાસ ગોલ્ડન રંગના પોટ મુકવામાં આવ્યા છે જેના પર વિવિધ પ્રકારના છોડ મુકાશે.અલગ અલગ થીમ પણ ફ્લાવર શોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. 
આયુર્વેદીક છોડની મહત્તા સમજાવવા ભગવાન ધનવંતરીની પ્રતિમા મુકાશે 
જી-20 સમીટ થીમ, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ, લુપ્ત થતા ધાન્ય પાકો પર ખાસ મિલેટ વોલ, વાઈલ્ડ લાઈફ એનિમલ થીમ, આર્યુવેદિકનું મહત્વ સમજાવતી થીમ સહિતની થીમ બનાવવામાં આવી છે. સંજીવની સાથે ઉડતા હનુમાનનુ સ્કલ્પચર મુકવામાં આવ્યુ છે. આર્યુવેદિક છોડની મહત્તા સમજાય તે માટે ચરક રુષિ અને ધનવંતરી ભગવાનની પ્રતિમાઓ પણ મુકવામાં આવી છે અને સાથે સાથે આર્યુવેદિક છોડ પણ પ્રદર્શનમાં મુકાશે. 
ફ્લાવર શોમાં અવનવુ
- ફ્લાવર રોલ
- ફ્લાવર ફોલ
- ફ્લાવર ફાઉન્ટેન
- તમામને લાઈટીંગથી સજાવાશે
- યોગા થીમ
- ઓશોકચક્ર
આ પણ વાંચોઃ  અમદાવાદ એરપોર્ટ પર કોવીડના નવા વેરિયન્ટને રોકવા અગમચેતીના પગલાં લેવાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadattractionFlowerShowGujaratFirstRiverFrontvisitors
Next Article