Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આપના પૂર્વ નેતા અને ઉધ્યોગપતિ મહેશ સવાણીને હાર્ટ એટેક આવ્યો, સારવાર માટે ખસેડાયા

આપના પૂર્વ નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીને હાર્ટ એટેક આવતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જયાં તેમની સ્થિતી સ્થિર ગણાવાઇ છે. મોડી રાતે દુખાવાની ફરિયાદ મળતી માહિતી મુજબ આપના પૂર્વ નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ મોડી રાતે હ્રદયમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેથી ત્યારબાદ તેમને પી.પી.સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં તેમને હાર્ટ એટેક હોવાનું નિદાનમ કરાયું હતું. અને સારવાર
આપના પૂર્વ નેતા અને ઉધ્યોગપતિ મહેશ સવાણીને હાર્ટ એટેક આવ્યો  સારવાર માટે ખસેડાયા
Advertisement
આપના પૂર્વ નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીને હાર્ટ એટેક આવતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જયાં તેમની સ્થિતી સ્થિર ગણાવાઇ છે. 
મોડી રાતે દુખાવાની ફરિયાદ 
મળતી માહિતી મુજબ આપના પૂર્વ નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ મોડી રાતે હ્રદયમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેથી ત્યારબાદ તેમને પી.પી.સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં તેમને હાર્ટ એટેક હોવાનું નિદાનમ કરાયું હતું. અને સારવાર શરુ કરી દેવાઇ હતી. મહેશ સવાણીની તબિયત બગડી હોવાની જાણ થતાં તેમનો પરિવાર તથા શુભેચ્છકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પરિવાર અને શુભેચ્છકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. સુત્રોએ કહ્યું હતું કે ડોકટરો દ્વારા તેમનું સતત ધ્યાન રાખાવામાં આવી રહ્યું છે અને તેમની તબિયત સ્થિર હોવાનું કહેવામાં આવતાં પરિજનોમાં હાશકારો જોવા મળ્યો હતો. તેમની એન્જીયોપ્લાસ્ટી કરીને તેમને આઇસીયુમાં ખસેડાયા હતા.

તાજેતરમાં આપ છોડી હતી 
ઉલ્લેખનિય છે કે સમાજ સેવક મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારબાદ તાજેતરમાં તેમણે રાજીનામું આપ્યું હતું અને ફરી સમાજ સેવામાં જોડાયા હતા. તેમણે પિતા વગરની અનેક પુત્રીઓના લગ્ન કરાવ્યા હતા અને મોટા સમાજ સેવક તરીકે તેમની ઓળખ બની હતી. આમ આદમી પાર્ટીમાં જોડાઇને તેમણે પાર્ટીના આંદોલનમાં પણ ભાગ લીધો હતો પણ ત્યારબાદ એકાએક તેમણે રાજકિય સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. 
Tags :
Advertisement

.

×