Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હનીટ્રેપમાં ફસાવી લૂંટ કરતા બંટી-બબલીને પોલીસે ઝડપી લીધા

માધવપુરા પોલીસે હની ટ્રેપના એક મામલામાં બંટી બબલીની જોડીને ઝડપી પાડી છે.   ધર્મિષ્ઠા ઉર્ફે શીતલ દંતાણી નામની યુવતી પહેલા એક યુવકને બસ સ્ટેન્ડ પર મળી. તેની પાસે ફોન કરવા મદદ માંગી અને મોબાઈલ લઈ પોતાના નંબર પર મિસકોલ કરી નંબર મેળવી લીધો. બાદમાં આ ધર્મિષ્ઠા ઉર્ફે શીતલ દંતાણીએ યુવકનો વારંવાર સંપર્ક કર્યો અને મળવા બોલાવ્યો.જોકે યુવક પહેલા યુવતીને મળવા ન ગયો પણ અનેક વાર ફોન આવતા તે મળà
હનીટ્રેપમાં ફસાવી લૂંટ કરતા બંટી બબલીને પોલીસે ઝડપી લીધા
માધવપુરા પોલીસે હની ટ્રેપના એક મામલામાં બંટી બબલીની જોડીને ઝડપી પાડી છે.   ધર્મિષ્ઠા ઉર્ફે શીતલ દંતાણી નામની યુવતી પહેલા એક યુવકને બસ સ્ટેન્ડ પર મળી. તેની પાસે ફોન કરવા મદદ માંગી અને મોબાઈલ લઈ પોતાના નંબર પર મિસકોલ કરી નંબર મેળવી લીધો. બાદમાં આ ધર્મિષ્ઠા ઉર્ફે શીતલ દંતાણીએ યુવકનો વારંવાર સંપર્ક કર્યો અને મળવા બોલાવ્યો.જોકે યુવક પહેલા યુવતીને મળવા ન ગયો પણ અનેક વાર ફોન આવતા તે મળવા ગયો ત્યારે યુવતીએ તેને હની ટ્રેપ માં ફસાવી લૂંટી લીધો. 
આરોપી ધર્મિષ્ઠા ઉર્ફે શીતલ દંતાણી જ્યારે ભોગ બનનાર યુવકને મળવા ગઈ ત્યારે પહેલા મીઠી મીઠી વાતો કરી, ત્યાં જ તેનો પ્રેમી ઇમરાન બિહારી આવી ગયો...જેણે પહેલા તો યુવકને પોતાની પ્રેમિકા સાથે શુ સંબંધ છે એમ કરીને ધમકાવ્યો. યુવકે સામે જવાબ આપી છૂટવાનો પ્રયાસ કરતા આ બંટી બબલી પ્રેમી યુગલે તેના ગળા પર છરી મૂકી દીધી અને ફોન તથા રોકડ રકમ લૂંટી ફરાર થઇ ગયા....જોકે વધુ સમય પોલીસથી બચી ન શક્યા અને આખરે આવી ગયા પોલીસ સકંજામાં. 
પ્રેમી યુગલ એવા આ આરોપીઓએ માત્ર મોજશોખ માટે આ રીતે લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે.આરોપી ધર્મિષ્ઠા ઉર્ફે શીતલ દંતાણીને તેના પરિવારજનો સાથે સબંધ ન હોવાનું પણ સામે આવ્યું છે.ત્યારે યુવક આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.