Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPLના મીડિયા રાઇટ્સમાંથી BCCIને બમ્પર કમાણી, પાંચ વર્ષ માટે 48,390 કરોડ રૂપિયામાં થઇ હરાજી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મીડિયા રાઇટ્સની હરાજી પૂરી થઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે મંગળવારે સાંજે જાહેરાત કરી છે કે IPL 2023-27 માટેના ટીવી રાઇટ્સ સ્ટાર અને ડિજિટલ રાઇટ્સ વાયકોમ (રિલાયન્સ) પાસે રહેશે. આગામી પાંચ વર્ષ માટે 48,390 કરોડ રૂપિયામાં મીડિયા રાઇટ્સ વેચીને આઇપીએલએ ઇતિહાસ રચ્યો છે. IPL એ વિશ્વની સૌથી વધુ જોવાતી લીગ છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ અહીં રમીને તેમની કારકિ
iplના મીડિયા રાઇટ્સમાંથી bcciને બમ્પર કમાણી  પાંચ વર્ષ માટે 48 390 કરોડ રૂપિયામાં થઇ હરાજી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મીડિયા રાઇટ્સની હરાજી પૂરી થઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે મંગળવારે સાંજે જાહેરાત કરી છે કે IPL 2023-27 માટેના ટીવી રાઇટ્સ સ્ટાર અને ડિજિટલ રાઇટ્સ વાયકોમ (રિલાયન્સ) પાસે રહેશે. આગામી પાંચ વર્ષ માટે 48,390 કરોડ રૂપિયામાં મીડિયા રાઇટ્સ વેચીને આઇપીએલએ ઇતિહાસ રચ્યો છે. IPL એ વિશ્વની સૌથી વધુ જોવાતી લીગ છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ અહીં રમીને તેમની કારકિર્દી બનાવી છે. આઇપીએલમાં રમવાનું દરેક ક્રિકેટરનું સપનું હોય છે.  આિપીએલની લોકપ્રિયતા પણ ઘણી પ્રચંડ છે. જેને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ જોવામાં આવે છે,.
Advertisement

કઇ કંપનીને શું મળ્યું?
IPLના 2023-27 સુધીના મીડિયા રાઇટ્સની કુલ બાલી – 48390 કરોડ
• પેકેજ A (ભારતમાં ટીવી રાઇટ્સ) - સ્ટાર, 23575 કરોડ (57.5 કરોડ પ્રતિ મેચ)
• પેકેજ B (ભારતમાં ડિજિટલ રાઇટ્સ) - વાયાકોમ-18, 20500 કરોડ (મેચ દીઠ 50 કરોડ)
• પેકેજ C (ભારતમાં સ્પેશિયલ 18 મેચ) – વાયાકોમ-18, 3258 કરોડ (33.24 કરોડ પ્રતિ મેચ)
• પેકેજ ડી (વિદેશમાં રાઇટ્સ)– વાયાકોમ-18 અને ટાઈમ્સ ઈન્ટરનેટ, 1057 કરો (2.6 કરોડ પ્રતિ મેચ)
જય શાહની જાહેરાત
BCCI સેક્રેટરી જય શાહે પણ ટ્વીટ કરીને વાયાકોમને અભિનંદન પાઠવ્યા છે અને હરાજીમાં બોલી લગાવનાર કંપનીઓનો આભાર માન્યો છે. જય શાહે પોતાના ટ્વીટમાં લખ્યું કે 'વાયાકોમ-18 એ 23758 કરોડ રૂપિયામાં ડિજિટલ રાઈટ્સ ખરીદ્યા છે. ભારતમાં ડિજિટલ ક્રાંતિ જોવા મળી છે અને આ ક્ષેત્રમાં અપાર સંભાવનાઓ છે. ડિજિટલ પ્લેટફોર્મે ક્રિકેટને જોવાની રીત બદલી નાખી છે, તેથી જ તે રમતના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જય શાહે માહિતી આપી છે કે વાયાકોમ-18 એ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને યુનાઇટેડ કિંગડમના રાઇટ્સ પણ ખરીદ્યા છે. જ્યારે ટાઈમ્સ ઈન્ટરનેટે MENA (મિડલ ઈસ્ટ) અને અમેરિકાના તમામ રાઇટ્સ ખરીદી લીધા છે. ટાઈમ્સ પાસે અન્ય દેશોના રાઇટ્સ પણ હશે. બીસીસીઆઈ સેક્રેટરીએ કહ્યું કે વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓને IPLનું ટોપ ક્લાસ ક્રિકેટ જોવા મળશે.
જય શાહે લખ્યું કે હું આ હરાજીમાં ભાગ લેનાર તમામનો આભાર માનું છું. BCCI તેમની તરફથી તમામ શક્ય મદદ અને સમર્થન કરશે. આ હરાજીમાંથી બીસીસીઆઈ જે પણ કમાણી કરશે તેનો ઉપયોગ સ્થાનિક ક્રિકેટના મૂળને મજબૂત કરવા માટે કરવામાં આવશે જેથી પ્રશંસકો ક્રિકેટનો આનંદ માણી શકે. 
Advertisement

દુનિયાની બીજી સૌથી મોંઘી લીગ
બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું કે આઈપીએલ શરૂઆતથી જ લોકપ્રિય છે. આઈપીએલના ઈતિહાસમાં આજનો દિવસ ઘણો મોટો છે. આજે આગામી પાંચ વર્ષ માટે 48,390 કરોડ રૂપિયામાં મીડિયા રાઇટ્સ વેચવામાં આવ્યા છે. આ સાથે જ પ્રતિ મેચની કિંમતની વાત કરીએ તો IPL હવે વિશ્વની બીજી સૌથી મોંઘી લીગ બની ગઈ છે.
Tags :
Advertisement

.