Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 104 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર (Indian stock market) તેજી સાથે બંધ થયું છે. આ સપ્તાહે પાંચ ટ્રેડિંગ સેશનમાં અને સતત છઠ્ઠા દિવસે શેરબજારમાં તેજી રહી હતી. દિવાળી પહેલાનું આ સપ્તાહ રોકાણકારો માટે સારું રહ્યું છે. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 104 પોઈન્ટ વધીને 59,307 પોઈન્ટ પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 12 પોઈન્ટના ઉછાળા સાથે 17,576 પોઈન્ટ પર બંધ થયો હતો.
શેરબજારમાં તેજીનો માહોલ  સેન્સેક્સ 104 પોઈન્ટના ઉછાળા સાથે બંધ
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર (Indian stock market) તેજી સાથે બંધ થયું છે. આ સપ્તાહે પાંચ ટ્રેડિંગ સેશનમાં અને સતત છઠ્ઠા દિવસે શેરબજારમાં તેજી રહી હતી. દિવાળી પહેલાનું આ સપ્તાહ રોકાણકારો માટે સારું રહ્યું છે. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 104 પોઈન્ટ વધીને 59,307 પોઈન્ટ પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 12 પોઈન્ટના ઉછાળા સાથે 17,576 પોઈન્ટ પર બંધ થયો હતો.
આજે  ટ્રેડિંગ 3558  શેરનો  વેપાર  કરવામાં  આવ્યો 
આજના ટ્રેડિંગ સેશનમાં BSE પર કુલ 3558 શેરનો વેપાર થયો હતો, જેમાં 1454 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. તે જ સમયે, 1963 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 141 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 116 શેરની કિંમત લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. તો 58 શેર તેમના સૌથી નીચા સ્તરે આવી ગયા છે. આજના ટ્રેડિંગના અંતે BSE પર લિસ્ટેડ શેરનું માર્કેટ કેપ રૂ. 274.37 લાખ કરોડ થયું છે.
એક્સિસ બેંકના શાનદાર તેજી  જોવા  મળી 
આજે માર્કેટમાં એક્સિસ બેંકના શાનદાર પરિણામોના કારણે બેંકિંગ સેક્ટરના શેર્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ બેન્કિંગ સેક્ટર સિવાય તમામ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં વેચવાલી રહી હતી.
આજના ટ્રેડિંગ સેશનમાં ઝડપી શેરો પર નજર કરીએ
તો, એક્સિસ બેન્ક 9.03 ટકાના વધારા સાથે રૂ. 900.40 પર બંધ થયો છે. કોટક મહિન્દ્રા બેન્ક પણ 2.10 ટકા, ICICI બેન્ક 2.08 ટકા, HUL 2.04 ટકા, SBI લાઇફ ઇન્શ્યોરન્સ 1.91 ટકા, અપોલો હોસ્પિટલ 1.54 ટકા, ONGC 1.50 ટકા, ટાઇટન 1.30 ટકા, નેસ્લે 1.17 ટકા.
Advertisement
Tags :
Advertisement

.