Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંગદાન કરનારા લોકોની યાદમાં વોલનું નિર્માણ, સુરતની આ NGOને 18 વર્ષમાં મળ્યું છે 1073 અંગોનું દાન

દેશના શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વોલ બનાવવામાં આવી છે. તેમ મૃત્યુ બાદ પોતાના શરીરના અંગોને દાન કરનાર લોકો માટે ભારતમાં સર્વપ્રથમ વખત એક વોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૦૬માં મળેલા પ્રથમ અંગ દાન કરનારના નામથી લઈ અત્યાર સુધી મળેલા તમામ અંગદાન કરનારની વિગત આ વોલમાં આવરી લેવામાં આવી છે....સુરત શહેરમાં ડોનેટ લાઇફ એનજીઓ દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી  અંગદાન માટે પ્
અંગદાન કરનારા લોકોની યાદમાં વોલનું નિર્માણ  સુરતની આ ngoને 18 વર્ષમાં મળ્યું છે 1073 અંગોનું દાન
દેશના શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વોલ બનાવવામાં આવી છે. તેમ મૃત્યુ બાદ પોતાના શરીરના અંગોને દાન કરનાર લોકો માટે ભારતમાં સર્વપ્રથમ વખત એક વોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૦૬માં મળેલા પ્રથમ અંગ દાન કરનારના નામથી લઈ અત્યાર સુધી મળેલા તમામ અંગદાન કરનારની વિગત આ વોલમાં આવરી લેવામાં આવી છે....
સુરત શહેરમાં ડોનેટ લાઇફ એનજીઓ દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી  અંગદાન માટે પ્રેરણારૂપ કાર્ય કરી રહી છે ... વર્ષ ૨૦૦૬માં સર્વપ્રથમ વખત અંગદાન માટે આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી... વર્ષ ૨૦૦૬માં જ પ્રથમ વખત સંસ્થા થકીથી અંગદાન મળ્યું.. વર્ષ ૨૦૦૬થી વર્ષ ૨૦૨૩ સુધીમાં સંસ્થાને ૧૦૭૩ અંગોનું દાન મળ્યું છે.. જે લોકો દ્વારા અંગોનું દાન આપવામાં આવ્યું છે તેવા લોકોને કોઈ ભૂલી ન જાય તે માટે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વોલ બનાવવામાં આવી છે. આ વોલ ઉપર પ્રથમ અંગદાન કરનારની નામ લખવામાં આવ્યું છે... ત્યાંથી લઈ ઓફિસની શરૂઆત થઈ ત્યાં સુધી દાન કરનારના નામ લખવામાં આવ્યા છે.. અંગદાન કરનારના નામ સાથે અંગદાન કરવાની તારીખ અને તેની ઉપર એક સ્ટાર મૂકવામાં આવ્યો છે. એનો મતલબ એ છે કે અંગદાન કરનાર વ્યક્તિ તારાની જેમ હંમેશા ચમકતો રહે
સુરત શહેરમાં વર્ષ ૨૦૦૬માં કાર્યરત થયેલી આ સંસ્થાને અત્યારસુધી અનેક લોકો દ્વારા અંગદાન મળ્યું છે. આ સંસ્થાના પ્રયાસો થકીથી અનેક અંગના દાન મળ્યા છે. છેલ્લા ૧૮ વર્ષમાં સંસ્થાને 450 કિડની, 192 લીવર, 43 હૃદય, 26 ફેફસાં, 8 સ્વાદુપિંડ, 350 આંખ અને 4 હાથનું દાન મળ્યું છે. સંસ્થા દ્વારા લોકો શરીરના અંગોનું દાન કરે તે માટે સમયાંતરે જાગૃતિ ફેલાવવા માટેના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા અંગદાન જાગૃતિને લઈને અનેક અંગના એવા દાન જે ભારત અને ગુજરાતમાં સર્વપ્રથમ વખત સુરતે આપ્યા છે.. આવો અંગદાન ન ખાસ કિસ્સાઓને આપને ગ્રાફિક્સ દ્વારા સમજીએ... 
• જાન્યુઆરી ૨૦૦૬માં ગુજરાતનું સૌપ્રથમ ઇન્ટરસિટી કિડનીનું દાન સુરતથી કરાવવામાં આવ્યું હતું.
• ફેબ્રુઆરી ૨૦૦૬માં ગુજરાતનું સૌપ્રથમ આંતર રાજ્ય લિવરનું દાન સુરતથી કરાવવામાં આવ્યું હતું. આ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની ગ્લોબલ હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું.
• ઓગસ્ટ ૨૦૧૩માં ગુજરાતનું સૌપ્રથમ સ્વાદુપિંડનું દાન સુરતથી કરાવવામાં આવ્યું હતું.
• ડીસેમ્બર ૨૦૧૫માં ગુજરાતથી સૌપ્રથમ હૃદયનું દાન સુરતથી કરાવવામાં આવ્યું અને તેનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં કરવામાં આવ્યું હતું. પશ્ચિમ ભારતમાં આંતરરાજ્ય હૃદયના દાન અને ટ્રાન્સપ્લાન્ટની આ સૌપ્રથમ ઘટના હતી.
• એપ્રિલ ૨૦૧૬માં ગુજરાતથી સૌપ્રથમ વખત હાડકાનું દાન સુરતથી કરાવવામાં આવ્યું હતું.
• સપ્ટેમ્બર ૨૦૧૭માં સોમનાથ સુનીલ શાહ નામના ૧૪ મહિનાના બ્રેઈનડેડ બાળકના અંગોનું દાન સુરતથી કરાવવામાં આવ્યું હતું અને તેનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં ૩.૫ વર્ષની બાળકીમાં કરવામાં આવ્યું હતું. દેશમાં સૌથી નાની ઉમરના બાળકના અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની આ સૌપ્રથમ ઘટના હતી.
• મે ૨૦૧૯માં ગુજરાતથી સૌપ્રથમ વખત ફેફસાનું દાન સુરતથી કરાવવામાં આવ્યું હતું.
• ડિસેમ્બર ૨૦૨૦માં સુરતથી જશ સંજીવ ઓઝા નામના અઢી વર્ષ બાળકના અંગો નું દાન કરાવવામાં આવ્યું હતું. સૌથી નાની ઉમરના બાળકના મલ્ટિપલ ઓર્ગન્સ જેવા કે હદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરવવામાં આવ્યા હોય તેવી દેશની આ સૌપ્રથમ ઘટના હતી.
• ઓગસ્ટ ૨૦૨૧માં ગુજરાતમાં સૌપ્રથમ વખત ૧૮ વર્ષીય બે બ્રેઈનડેડ બાળકોના એક જ દિવસે એક જ હોસ્પીટલમાંથી ૧૩ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું હતું.
• ઓક્ટોબર ૨૦૨૧ માં દેશમાં સૌપ્રથમ વખત સૌથી નાની ઉંમરના એટલે કે ૧૪ વર્ષના બાળકના બંને હાથનું દાન કરવામાં આવ્યું હતું.
• સુરતથી દાન કરાયેલા હૃદય અને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ યુ.એ.ઈ, યુક્રેન, રશિયા અને સુદાનના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નાઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા.
સુરત શહેર ઔદ્યોગિક વિકાસ ઇનફાસ્ટ્રક્ચરનો વિકાસ ની સાથે સાથે અંગત દાનમાં પણ ગુજરાતમાં સૌથી આગળ છે. સુરતના દાનવીર લોકોએ અંગદાનમાં પણ સમગ્ર ગુજરાતમાં નામના કેળવી છે ત્યારે અંગદાન કરનારા આવા દાનવીરોને ગુજરાત ફર્સ્ટ ના કોટી કોટી વંદન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.