ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે રજૂ થશે બજેટ, નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારનું બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરશે. ભારતનું આ બજેટ એવા સમયે રજૂ થવા જઈ રહ્યું છે કે જ્યારે દુનિયાની મોટી મોટી અર્થવ્યવસ્થાની રફ્તાર ધીમી પડી ગઈ છે અને સંભવિત મંદી તરફ જઈ રહી છે. આવામાં દુનિયાભરની નજર મોદી સરકારના આ બજેટ પર છે. બીજી બાજુ સંસદમાં સરકાર દ્વારા જે આર્થિક સર્વે રજૂ કરાયો તેમાં પણ વિકાસ દર 6થી 6.8 ટકા રહેવાની આશા વ્યક્
04:39 AM Feb 01, 2023 IST | Vipul Pandya
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારનું બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરશે. ભારતનું આ બજેટ એવા સમયે રજૂ થવા જઈ રહ્યું છે કે જ્યારે દુનિયાની મોટી મોટી અર્થવ્યવસ્થાની રફ્તાર ધીમી પડી ગઈ છે અને સંભવિત મંદી તરફ જઈ રહી છે. આવામાં દુનિયાભરની નજર મોદી સરકારના આ બજેટ પર છે. બીજી બાજુ સંસદમાં સરકાર દ્વારા જે આર્થિક સર્વે રજૂ કરાયો તેમાં પણ વિકાસ દર 6થી 6.8 ટકા રહેવાની આશા વ્યક્ત કરાઈ છે. 
રાષ્ટ્રપતિને મળ્યા નાણામંત્રી
બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા. તેમની સાથે નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડ, એમઓએસ પંકજ ચૌધરી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હતા. 

રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા નાણામંત્રી
નાણામંત્રી ત્યારબાદ નાણા મંત્રાલયથી સીધા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. અહીં તેમણે બજેટની કોપી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપશે. હવે નાણામંત્રી સંસદ ભવન પહોંચશે. અહીં તેઓ  કેબિનેટ બેઠક કરશે. ત્યારબાદ નિર્મલા સીતારમણ બજેટ ભાષણ રજૂ કરશે. 


નાણા મંત્રાલય પહોંચ્યા નિર્મલા સીતારમણ
નિર્મલા સીતારમણ હવે નાણા મંત્રાલય પહોંચી ગયા છે.

નાણામંત્રીનો આજનો કાર્યક્રમ
  • સંસદમાં સવારે 11 વાગે કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરશે.
  • બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી સવારે રાષ્ટ્રપતિ ભવન જશે.
  • રાષ્ટ્રપતિ ભવન જઈને બજેટ પર રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નિર્મલા સીતારમણ સંસદ ભવન જશે. 
  • સંસદ ભવનમાં પ્રવેશ કરનારી સીડી પર સવારે 10 વાગે ફોટો શૂટ. જ્યારે નાણામંત્રી બજેટ બ્રિફ કેસ સાથે સંસદ ભવનમાં પ્રવેશ કરશે. 
  • નાણામંત્રી બજેટ પહેલા સવારે 10.15 વાગે થનારી કેબિનેટ બેઠકમાં સામેલ થશે. કેબિનેટની મંજૂરી બાદ બજેટ રજૂ થશે. 
  • નાણા રાજ્યમંત્રી, નાણા સચિવ અને નાણા મંત્રાલયના અન્ય તમામ સચિવો સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ બપોરે લગભગ 3 વાગે એક પોસ્ટ બજેટ પ્રેસ કોન્ફરન્સ કરશે. 
  • પ્રેસ કોન્ફન્સ બાદ સામેજ 4 વાગે ડીડી પર નિર્મલા સીતારમણનો ઈન્ટરવ્યું
  • નાણા રાજ્યમંત્રી કરાડે મંદિરમાં કરી પૂજા
  • નિર્મલા સીતારમણ સંસદ માટે રવાના થઈ ગયા છે. બીજી બાજુ બજેટ પહેલા નાણા રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડ મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા. 
Tags :
budget2023BudgetLiveUpdateFinanceMinisterGujaratFirstNarendraModiNirmalaSitharamanબજેટ2023
Next Article