Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત જોડો યાત્રાના સમાપન પહેલા ભાઈ-બહેનનો જોવા મળ્યો પ્રેમ, જુઓ રાહુલ-પ્રિયંકાના Photos

કોંગ્રેસે સોમવારે તેની 'ભારત જોડો યાત્રા'ના સમાપન પ્રસંગે ભારે હિમવર્ષા વચ્ચે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં રેલી કાઢી હતી. શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમથી શરૂ થયેલી રેલીનું નેતૃત્વ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યું હતું. ભારે હિમવર્ષા વચ્ચે શ્રીનગરમાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું નફરત કરનારાઓને મારા સફેદ શર્ટનો રંગ લાલ કરવાનો મોકો આપવા માંગતો હતો. રાહુલે કહ્યુàª
08:52 AM Jan 30, 2023 IST | Vipul Pandya
કોંગ્રેસે સોમવારે તેની 'ભારત જોડો યાત્રા'ના સમાપન પ્રસંગે ભારે હિમવર્ષા વચ્ચે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં રેલી કાઢી હતી. શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમથી શરૂ થયેલી રેલીનું નેતૃત્વ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યું હતું. ભારે હિમવર્ષા વચ્ચે શ્રીનગરમાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું નફરત કરનારાઓને મારા સફેદ શર્ટનો રંગ લાલ કરવાનો મોકો આપવા માંગતો હતો. રાહુલે કહ્યું કે કાશ્મીરના લોકોએ મને ગ્રેનેડ નહીં પણ પ્રેમ આપ્યો છે. પરિવારે શીખવ્યું છે તો ડર્યા વિના જીવો. જોકે, આ પહેલા રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી બરફથી મસ્તી કરતા જોવા મળ્યા હતા. 
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો આજે છેલ્લો દિવસ છે. આ યાત્રા કાશ્મીરના શ્રીનગર પહોંચી છે. સોમવારે શ્રીનગરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. દરમિયાન એક રસપ્રદ નજારો જોવા મળ્યો હતો. જ્યાં રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધી સાથે બરફમાં રમતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ તેનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં રાહુલ અને પ્રિયંકા એકબીજા પર બરફ ફેંકતા જોવા મળે છે. જણાવી દઈએ કે, ભારત જોડો યાત્રાના અંતિમ દિવસે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શ્રીનગરમાં કોંગ્રેસ કાર્યાલય પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ દરમિયાન કોંગ્રેસના તમામ મોટા નેતાઓ હાજર રહેશે. જે બાદ આ યાત્રા સમાપ્ત થશે. સોમવારે એસકે સ્ટેડિયમ ખાતે જાહેર સભા પણ યોજાશે. જેના માટે 24 જેટલા વિપક્ષી રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારત જોડો યાત્રા 7મી સપ્ટેમ્બરે દક્ષિણ ભારતમાંથી શરૂ કરવામાં આવી હતી, જેમાં કુલ 3970 કિલોમીટરનું અંતર પગપાળા ચાલીને કવર કરવામાં આવ્યું હતું. આ યાત્રા 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધી શ્રીનગર પહોંચ્યા અને ભારત જોડાઓ યાત્રામાં લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રેલી સાથે ભારત જોડો યાત્રાનો અંતિમ દિવસ સમાપ્ત થયો. સોમવારે ભારે હિમવર્ષા વચ્ચે રાહુલ ગાંધીએ સભાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું, “જ્યારે હું કન્યાકુમારીથી આગળ વધી રહ્યો હતો ત્યારે મને ઠંડી લાગી રહી હતી. મેં કેટલાક બાળકોને જોયા. તેઓ ગરીબ હતા, તેમને ઠંડી લાગી રહી હતી, તેઓ કામ કરતા હતા અને તેઓ ધ્રૂજી રહ્યા હતા. મેં વિચાર્યું કે જો આ બાળકો ઠંડીમાં સ્વેટર-જેકેટ પહેરી શકતા ન હોય તો મારે પણ ન પહેરવું જોઈએ. 
ભારત જોડો યાત્રાના સમાપન કાર્યક્રમમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે, આજે દેશમાં જે રાજનીતિ ચાલી રહી છે તેનાથી દેશનું કોઈ ભલું નહીં થાય, તે ભાગલા અને નફરતની રાજનીતિ છે. મને આશા છે કે આ નફરતનો અંત આવશે અને માત્ર પ્રેમ જ દરેકને જોડશે.
આ પણ વાંચો - કોંગ્રેસનો ચીન મુદ્દે સરકાર પર કટાક્ષ, કહ્યું - DDLJ ની નીતિ અપનાવી રહી છે મોદી સરકાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BharatJodoYatraBharatJodoYatraFinaleGujaratFirstJammuKashmirLastDayofBharatJodoYatraMallikarjunKhargepriyankagandhirahulgandhisnowSrinagar
Next Article