Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતની મુલાકાતે, જાણો ક્યાં કયાં જશે

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આગામી 20થી 24 એપ્રિલે ભારતની મુલાકાતે આવશે જેમાં તેઓ 21મી એપ્રિલે ગુજરાત આવે તેવી પણ શકયતા છે. સુત્રોએ કહ્યું હતું કે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન 20થી 24 એપ્રિલે ભારતની મુલાકાતે આવે છે જેથી તેમના પ્રવાસની તડામાર તૈયારીઓ શરુ કરાઇ છે. તેઓ 21 તારીખે ગુજરાતમાં અમદાવાદ અને વડોદરાની મુલાકાત લઇ શકે છે. અમદાવાદમાં સાબરમતી આશ્રમ અને વડોદરા નજીક હાલોલમાં પણ મ
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતની મુલાકાતે  જાણો ક્યાં કયાં જશે
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આગામી 20થી 24 એપ્રિલે ભારતની મુલાકાતે આવશે જેમાં તેઓ 21મી એપ્રિલે ગુજરાત આવે તેવી પણ શકયતા છે. 
સુત્રોએ કહ્યું હતું કે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન 20થી 24 એપ્રિલે ભારતની મુલાકાતે આવે છે જેથી તેમના પ્રવાસની તડામાર તૈયારીઓ શરુ કરાઇ છે. તેઓ 21 તારીખે ગુજરાતમાં અમદાવાદ અને વડોદરાની મુલાકાત લઇ શકે છે. અમદાવાદમાં સાબરમતી આશ્રમ અને વડોદરા નજીક હાલોલમાં પણ મુલાકાત લઇ શકે છે. ચાર દિવસના તેમના પ્રવાસને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા પણ તૈયારી શરુ કરાઇ છે. 
ભારતની મુલાકાતે આવનારા બોરિસ જોનસન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે. યુક્રેન રશિયા યુદ્ધની પરિસ્થિતી વચ્ચે  બંને દેશોના નેતાઓ વચ્ચે મુલાકાત થઇ શકે છે તે મોટી વાત છે. અગાઉ બોરિસ જોનસનની ભારતની મુલાકાત કોરોનાના કારણે રદ કરાઇ હતી. ભારતની મુલાકાત દરમિયાન દ્વી પક્ષીય સંબધોની ઉંડાણપૂર્વક ચર્ચા થશે . 
તેમની આ મુલાકાત વૈશ્વિક સ્તરે ખુબ જ મહત્વની ગણાશે. રશિયા યુક્રેન વચ્ચેના જંગ બાદ યુરોપ ચારે બાજુથી સંકટોમાં ઘેરાયેલું છે ત્યારે બોરિસ જોનસનની મુલાકાતનું મહત્વ વધી જાય છે. તેમની મુલાકાત ઘણા સમયથી પાછી ઠેલાતી હતી. તેમને 26મી જાન્યુઆરીના સમારોહમાં ચીફ ગેસ્ટ બનાવાયા હતા પણ તેઓ હાજરરહી શકયા ન હતા અને તેથી તેમણે તે સમયે અફસોસ પણ વ્યકત કર્યો હતો. 
ત્યારબાદ નવેમ્બર 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડ ના ગ્લાસગોમાં થયેલા યુએન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ દરમિયાન બોરિસ જોનસનને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. જેનો તેમણે સ્વીકાર પણ કર્યો હતો. તેમની આ વખતની મુલાકાત 2030 સુધીનો રોડ મેપ તૈયાર કરવામાં મહત્વની સાબિત થશે. ગ્લાસગો સંમેલનમાં ભારત અને બ્રિટન વચ્ચે દ્વિ પક્ષીય સંબંધોને આગળ ધપાવવા માટે વાતચીત થઇ હતી.ગ્રીન હાઇડ્રોજન, અક્ષય ઉર્જા અને ક્લીન ટેકનોલોજી તથા રક્ષા સહયોગમાં પણ આગળ વધાય તેવી શકયતા છે. 
Advertisement
Tags :
Advertisement

.