Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બ્રિટિશ PM બોરિસ જોનસન પ્રથમવાર બનશે ગુજરાતના મહેમાન

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન આજે એટલે કે ગુરુવારે ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, બ્રિટેશ વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. તેઓ અમદાવાદથી તેમની યાત્રા શરૂ કરવાના છે. UKના વડાપ્રધાન બોરિસ જોનસન અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. જ્યા તેમનું રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત કરàª
બ્રિટિશ pm બોરિસ જોનસન પ્રથમવાર બનશે ગુજરાતના મહેમાન
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન આજે એટલે કે ગુરુવારે ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, બ્રિટેશ વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. તેઓ અમદાવાદથી તેમની યાત્રા શરૂ કરવાના છે. 
UKના વડાપ્રધાન બોરિસ જોનસન અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. જ્યા તેમનું રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું. આ ઉષ્માપૂર્ણ સ્વાગત અવસરે પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, પોલીસ વડા આશિષ ભાટિયા, જિલ્લા કલેકટર સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોરીસ જોનસનનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. 
વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર બોરિસ જોનસન ભારતની મુલાકાતે આવ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટથી લઈને આશ્રમ રોડ સુધી તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં નાના-મોટા સ્ટેજ બનાવીને વિવિધ સાંસ્કૃતિક ટીમો દ્વારા ભારતીય નૃત્યો રજૂ કરવામાં આવશે. એરપોર્ટથી ડફનાળા અને પછી ત્યાંથી સાબરમતી રિવરફ્રન્ટ થઈને તેઓ સુભાષ બ્રિજ સર્કલ પહોંચશે. સવારે 10 વાગ્યે તેઓ ગાંધી આશ્રમ પહોંચશે.
જોનસન 22 એપ્રિલે દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને મળશે. તેમની મુલાકાતથી મુક્ત વ્યાપાર સમજૂતીના પ્રસ્તાવને વેગ મળશે, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહકારને વેગ મળશે અને સંરક્ષણ સંબંધો આગળ વધે તેવી સંભાવના છે. 
Advertisement

મુલાકાતની જાણકારી ધરાવતા અધિકારીઓએ જણાવ્યું હતું કે જોનસન "યુક્રેન પર રશિયાના આક્રમણ પર કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ તે અંગે નવી દિલ્હીને કોઈ સૂચના આપશે નહીં." તેમણે કહ્યું હતું કે, યુકે ભારતને સંરક્ષણ ઉત્પાદન માટે હબ બનાવવાના PM મોદીના વિઝનને સાકાર કરવા માટે તેમને ટેકો આપવા તૈયાર છે અને દેશ લશ્કરી હાર્ડવેરના સંયુક્ત ઉત્પાદન માટે ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા તૈયાર છે.
ભારત-યુકે મુક્ત વ્યાપાર કરાર પર, તેમણે કહ્યું કે, જોનસનની મુલાકાત આગામી તબક્કાની વાટાઘાટો માટે માર્ગ મોકળો કરશે. આ વાતચીત આવતા અઠવાડિયે થવાની છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન તેમની બે દિવસની ભારત મુલાકાતે 21 એપ્રિલે અમદાવાદ પહોંચી ગયા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જોનસનનો ભારત પ્રવાસ 21 એપ્રિલે ગુજરાતના અમદાવાદથી શરૂ થશે, જે વડાપ્રધાન મોદીનું ગૃહ રાજ્ય છે. ત્યારબાદ જોનસન દિલ્હી આવશે. 22 એપ્રિલે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને મળશે.
Tags :
Advertisement

.