ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

6 શબ્દોના ટ્વીટ સાથે મોદીજીની તસવીર, ઋષિ સુનકે બંને દેશોના મજબુત સંબંધોનો આશાવાદ આ રીતે વ્યક્ત કર્યો

ઈન્ડોનેશિયાના બાલીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દુનિયાભરના નેતાઓ સાથે મુલાકાત કરી. વડાપ્રધાનશ્રી G20 શિખર સંમેલનમાં સામેલ થયા ત્યારે તેમણે તમામ નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે વડાપ્રધાન મોદીએ (Narendra Modi) મુલાકાત કરી હતી. આ વચ્ચે બુધવારે કાર્યક્રમના સમાપન થયાં બાદ સુનકે વડાપ્રધાનશ્રી મોદી સાથે લીધેલી એક તસવીર શેર કરી છે. ઋષિ સુનકનું ટ્વીટઆ તસàª
03:49 PM Nov 16, 2022 IST | Vipul Pandya
ઈન્ડોનેશિયાના બાલીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દુનિયાભરના નેતાઓ સાથે મુલાકાત કરી. વડાપ્રધાનશ્રી G20 શિખર સંમેલનમાં સામેલ થયા ત્યારે તેમણે તમામ નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે વડાપ્રધાન મોદીએ (Narendra Modi) મુલાકાત કરી હતી. આ વચ્ચે બુધવારે કાર્યક્રમના સમાપન થયાં બાદ સુનકે વડાપ્રધાનશ્રી મોદી સાથે લીધેલી એક તસવીર શેર કરી છે.

ઋષિ સુનકનું ટ્વીટ
આ તસવીરમાં બંને નેતાઓ ઉષ્માપૂર્વક મળતા દેખાયા. સુનકે આ તસવીર શેક કરી કેપેશનમાં 6 શબ્દોમાં હિંદી અને ઈંગ્લિશ બંન્ને ભાષામાં પોતાનો મેસેજ આપ્યો અને બંને દેશોના મજબુત સંબંધોની વાત કરી. ઋષિ સુનકે (Rishi Sunak) ટ્વીટમાં લખ્યું કે, યૂનાઈટેડ બાય ફ્રેન્ડશિપ. એક મજબૂત દોસ્તી. સાથે જ તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યાં છે. સુનકે પોતાના ટ્વીટમાં લખ્યુ કે, 'United by friendship एक मज़बूत दोस्ती '
બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત
આ પહેલા એવી વિગત આવી હતી કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) બુધવારે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક (Rishi Sunak) સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે વેપાર, ગતિશીલતા, રક્ષા અને સુરક્ષા જેવા સહયોગના મુખ્ય ક્ષેત્રો પર ચર્ચા થઈ. G20 શિખર સંમેલનથી ઈતર બંને નેતાઓ વચ્ચે આ બેઠક થઈ હતી. ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. બેઠક બાદ મોદીએ કહ્યું કે, ભારત બ્રિટનની સાથે પોતાના મજબૂત સંબંધોને મહત્વ આપે છે.
આ પણ વાંચો - વૈશ્વિક શાંતિના સંદેશ સાથે બાલી શિખર સંમેલન પૂર્ણ થયું, ભારતને મળી અધ્યક્ષતાની બેટન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
G20G20summitGujaratFirstIndiaNarendraModiRishiSunakTweetuk
Next Article