Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બ્રિટનને આજે મળશે નવા વડાપ્રધાન, જાણો ઋષિ સુનકે શું કહ્યું

બ્રિટન (Britain)ને આજે તેના નવા વડાપ્રધાન મળશે. બોરિસ જોન્સનના રાજીનામા પછી, નવા વડા પ્રધાનની રેસમાં પાંચ રાઉન્ડની પ્રક્રિયાને પાર કર્યા પછી મુખ્ય સ્પર્ધા ઋષિ સુનક (Rishi Sunak) અને લિઝ ટ્રસ (Liz Truss) વચ્ચે છે. બોરિસ જોન્સનની કેબિનેટમાં ઋષિ નાણા મંત્રી રહી ચૂક્યા છે જ્યારે લિઝ ટ્રસ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. ભારતીય મૂળના બ્રિટનના પ્રથમ વડા પ્રધાન બનવાની શક્યતાઓને કારણે શરૂઆતમાં ઋષિ સુનકને ઘણી à
બ્રિટનને આજે મળશે નવા વડાપ્રધાન  જાણો ઋષિ સુનકે શું કહ્યું
બ્રિટન (Britain)ને આજે તેના નવા વડાપ્રધાન મળશે. બોરિસ જોન્સનના રાજીનામા પછી, નવા વડા પ્રધાનની રેસમાં પાંચ રાઉન્ડની પ્રક્રિયાને પાર કર્યા પછી મુખ્ય સ્પર્ધા ઋષિ સુનક (Rishi Sunak) અને લિઝ ટ્રસ (Liz Truss) વચ્ચે છે. બોરિસ જોન્સનની કેબિનેટમાં ઋષિ નાણા મંત્રી રહી ચૂક્યા છે જ્યારે લિઝ ટ્રસ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. ભારતીય મૂળના બ્રિટનના પ્રથમ વડા પ્રધાન બનવાની શક્યતાઓને કારણે શરૂઆતમાં ઋષિ સુનકને ઘણી લોકપ્રિયતા મળી હતી, પરંતુ જેમ જેમ ચૂંટણી પ્રચાર આગળ વધતો ગયો તેમ તેમ બંને નેતાઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી, પરંતુ સર્વેક્ષણમાં ઋષિ સુનક પાછળ જોવા મળ્યા હતા. 
તાજેતરના સર્વેમાં પણ લિઝ ટ્રસે ઋષિ સુનકને પાછળ છોડી દીધા છે. હવે ઋષિ સુનકના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. સુનકે કહ્યું છે કે જો તેઓ વડાપ્રધાન પદની રેસમાં હારી જશે તો તેઓ આગામી સરકારને સમર્થન આપશે.
5 સપ્ટેમ્બરે પરિણામો જાહેર થયા પહેલી આપેલા ઈન્ટરવ્યુમાં ઋષિ સુનકે કહ્યું કે જો તેઓ વડાપ્રધાન પદની રેસમાં લિઝ ટ્રસ સામે હારી જશે તો તેઓ સાંસદ રહેશે અને તેમના મતવિસ્તાર માટે કામ કરવાનું ચાલુ રાખશે. સુનક યોર્કશાયરના રિચમંડથી સાંસદ છે.
ચૂંટણી પરિણામો તેમની તરફેણમાં ન આવવાની સંભાવના અંગેના પ્રશ્નના જવાબમાં, સુનકે કહ્યું કે હું કન્ઝર્વેટિવ પાર્ટીને કોઈપણ રીતે ટેકો આપવા તૈયાર છું.
તેમણે કહ્યું કે  હું સાંસદ તરીકે કામ કરીશ. મને સંસદમાં મારા મતવિસ્તાર નોર્થ યોર્કશાયરમાં  પ્રતિનિધિત્વ કરવાનો લહાવો મળ્યો છે. જ્યાં સુધી મને આ તક મળતી રહેશે ત્યાં સુધી હું તેનું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ કરીશ.
આ વખતે વડાપ્રધાન પદ ન મળવાની સ્થિતિમાં તેઓ આગામી વખતે ફરી ચૂંટણી લડવાનું વિચારશે? આ સવાલના જવાબમાં સુનકે કહ્યું કે, અમે આ ઝુંબેશ હમણાં જ પૂરી કરી છે. મારે આમાંથી થોડું બહાર નીકળવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે  ઋષિ સુનકના આ નિવેદનોને એ સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે કે ઋષિને એ વાતનો અહેસાસ થઈ ગયો હશે કે તેમને વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચવા માટે પૂરતા વોટ નહીં મળે. જો કે, સુનકે આ વખતે લિઝ ટ્રસના હાથે હારનો સામનો કર્યા બાદ ફરીથી વડાપ્રધાન પદની ચૂંટણી લડવાની શક્યતાને નકારી કાઢી નથી. એવી અટકળો પણ છે કે તેઓ ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડા પ્રધાન તરીકે ચૂંટાવા માટે ફરીથી ચૂંટણી લડી શકે છે.
બ્રિટનના વડા પ્રધાનપદની ચૂંટણીના પ્રારંભિક રાઉન્ડમાં પ્રથમ સ્થાન મેળવનાર સુનક હવે મોટા ભાગના સર્વેક્ષણોમાં લિઝ ટ્રસથી પાછળ જોવા મળે છે.
 કન્ઝર્વેટિવ કેમ્પેન હેડક્વાર્ટર (CCHQ) ના અંદાજિત 1.6 લાખ સભ્યોએ બ્રિટનના આગામી વડા પ્રધાનને પસંદ કરવા માટે ઑનલાઇન અથવા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. નવા વડા પ્રધાનના નામની જાહેરાત આજે 5 સપ્ટેમ્બરે વેસ્ટમિન્સ્ટરમાં સ્થાનિક સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે કરવામાં આવશે. નવા વડા પ્રધાનના નામની જાહેરાત ટોરી સભ્યોની 1922 સમિતિના અધ્યક્ષ સર ગ્રેહામ બ્રેડી કરશે. ભારતીય સમય મુજબ સાંજે 5 વાગે જાહેરાત થઇ શકે 
Advertisement
Tags :
Advertisement

.