Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એલિઝાબેથને યાદ કરી ભાવુક થયાં કિંગ ચાર્લ્સ, આજીવન સેવાનું આપ્યું વચન

બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતીયે (King Charles III) પોતાની માતા મહારાણી એલિઝાબેથ દ્વિતીય (QueenElizabethII) બાદ પોતાનું પહેલા રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ તેમના મોટા પુત્ર ચાર્લ્સને રાજા બનાવી દેવામાં આવ્યા છે. રાજા બન્યા બાદ તેમણે બ્રિટનના નામ પોતાનું પહેલું સંબોધન આપ્યું છે.કિંગ ચાર્લ્સે (King Charles III) કહ્યું કે, વર્ષ 1947માં મારી માતાએ પોતાના 21માં જન્મદિવસ પર એક પ્રતિજ્ઞા લà
એલિઝાબેથને યાદ કરી ભાવુક થયાં કિંગ ચાર્લ્સ  આજીવન સેવાનું આપ્યું વચન
બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતીયે (King Charles III) પોતાની માતા મહારાણી એલિઝાબેથ દ્વિતીય (QueenElizabethII) બાદ પોતાનું પહેલા રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ તેમના મોટા પુત્ર ચાર્લ્સને રાજા બનાવી દેવામાં આવ્યા છે. રાજા બન્યા બાદ તેમણે બ્રિટનના નામ પોતાનું પહેલું સંબોધન આપ્યું છે.
કિંગ ચાર્લ્સે (King Charles III) કહ્યું કે, વર્ષ 1947માં મારી માતાએ પોતાના 21માં જન્મદિવસ પર એક પ્રતિજ્ઞા લીધી હતી કે તે આજીવન માત્ર લોકોની સેવા કરવા માંગતી હતી. આ વચનથી અનેક લોકોને આપવામાં આવેલુ  વચન હતું જેને તેમણે આજીવન નિભાવ્યું. સંબોધન દરમિયાન ભાવુક અંદાજમાં અનેક વખત મહારાણી એલિઝાબેથને યાદ કર્યાં.
પોતાની માતાના નામે અંતિમ મેસેજ આપતા તેમણે કહ્યું કે, હવે તમે મારા પિતા સાથે એક બીજી યાત્રા પર ચાલ્યા ગયા છો. આવા સમયે હું એટલું જ કહેવા માંગીશ, આભાર.
પોતાની માતાને યાદ કરતા ચાર્લ્સે તે પણ કહ્યું કે, તેમની સામે દરેક પોતાના મનની વાત કરી શકતું હતું એક કિસ્સો યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, એક વડાપ્રધાને કહ્યું હતું કે, એલિઝાબેથ એવું વ્યક્તિત્વ હતું જેની સામે તેઓ પોતાનું મન ખોલી શકતા હતા. દિલની વાત કરી શકતા હતા, તેમને ખબર હતી કે તેમની વાત ક્યારેય ત્યાંથી બહાર નહી જાય.
સંબોધન દરમિયાન તેમણે તે વાત પર પણ ભાર આપ્યો કે, તેઓ આ પદ પર રહીને બંધારણની રક્ષા કરશે અને દરેકની સેવા કરશે. બ્રિટનના દરેક નાગરિક પછી ભલે તે દુનિયાના કોઈ પણ ખુણામાં કેમ રહેતો ના હોય તે પુરી નિષ્ઠા અને વફાદારી સાથે તેની સેવા કરશે.
Advertisement

Tags :
Advertisement

.