Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સવારનો નાસ્તો કે કરવો છે જરૂરી, ન કરતા હોવ તો થઇ શકે છે આ નુકશાન

સવારનો નાસ્તો દિવસના આહારમાં સૌથી મહત્વપૂર્ણ ગણાય છે, પરંતુ કેટલાક લોકો તેને સ્કીપ કરે છે. ક્યારેક જાણ્યે-અજાણ્યે તો ક્યારેક ડાયટના ચક્કરમાં, પરંતુ શું તેમને ખબર છે કે આમ કરવું તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નાસ્તો ન કરવાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. દિવસની શરૂઆત કરવા માટે, આપણા શરીરને કેલેરીની જરૂર હોય છે, જે પૌષ્ટિક સ્વાસ્થ્યપ્રદ નાસ્તામાંથી મળી શકે à
11:46 AM May 23, 2022 IST | Vipul Pandya
સવારનો નાસ્તો દિવસના આહારમાં સૌથી મહત્વપૂર્ણ ગણાય છે, પરંતુ કેટલાક લોકો તેને સ્કીપ કરે છે. ક્યારેક જાણ્યે-અજાણ્યે તો ક્યારેક ડાયટના ચક્કરમાં, પરંતુ શું તેમને ખબર છે કે આમ કરવું તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નાસ્તો ન કરવાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. દિવસની શરૂઆત કરવા માટે, આપણા શરીરને કેલેરીની જરૂર હોય છે, જે પૌષ્ટિક સ્વાસ્થ્યપ્રદ નાસ્તામાંથી મળી શકે છે. ચાલો જાણીએ કે નાસ્તો સ્કીપ કરવાથી શરીર પર શું અસર પડે છે.
વજન વધી શકે
ઘણા લોકો એવું માને છે કે લાંબો સમય ભૂખ્યા રહેવાથી અથવા મોર્નિંગ બ્રેકફાસ્ટ સ્કીપ કરી દેવાથી તેમનું વજન ઓછું થાય છે, તો તે ખોટું છે. તેના બદલે, નાસ્તો સ્કીપ કરવાથી વજન વધી શકે છે. આ એટલા માટે છે કારણ કે જ્યારે તમે લાંબા સમય સુધી ભૂખ્યા હોવ છો, ત્યારે તમે જ્યારે જમવા બેસો છો ત્યારે તમારા શરીરની જરૂરિયાત કરતાં વધુ ખોરાક ખાઈ લો છો અને અતિશય આહારને લીધે, આપણે વધુ કેલરી લઈએ છીએ જે વજન વધારે છે.

ડાયાબિટીસ
નાસ્તો ન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘણી હદ સુધી વધી જાય છે. ઘણા અહેવાલો દર્શાવે છે કે જે લોકો નાસ્તો કરવાનું ટાળે છે તેમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ 20 ટકા વધારે હોય છે.
રોગપ્રતિકારક શક્તિ
સવારના નાસ્તામાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદ કરે છે.

માઇગ્રેન
નાસ્તો ન કરવાથી શુગર લેવલ ઘટી જાય છે, જેના કારણે બીપી વધે છે. હાઈ બ્લડ પ્રેશર સાથે માથાનો દુખાવો થઇ શકે છે જે ક્યારેક ગંભીર માઈગ્રેનમાં ફેરવાઈ શકે છે.
ચયાપચય પર અસર
નાસ્તો ન કરવાથી શરીરના મેટાબોલિઝમને નુકસાન થાય છે. લાંબા સમય સુધી ન ખાવાથી શરીરની કેલરી બર્ન કરવાની ક્ષમતા પર અસર થાય છે અને વધતી સ્થૂળતાના કારણે શરીર અનેક રોગોનો શિકાર બને છે.
Tags :
GujaratFirstHealthyBreakfastHealthyEatingTipsHealthyHabits
Next Article