Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આરામાં પેપર લીક મામલે હોબાળો થતાં BPSCની પરીક્ષા રદ્દ

બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC)ની 67મી સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલિમિનરી પરીક્ષા પેપર લીક થવાને કારણે રદ કરવામાં આવી છે. કમિશને ડીજીપીને વિનંતી કરી છે કે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પેપરની તપાસ સાયબર સેલથી કરાવવામાં આવે. અગાઉ કથિત પેપર લીકનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ આયોગ વતી ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. કમિટીને 24 કલાકમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું
આરામાં
પેપર લીક મામલે હોબાળો થતાં bpscની પરીક્ષા રદ્દ

બિહાર પબ્લિક સર્વિસ
કમિશન (
BPSC)ની 67મી સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલિમિનરી પરીક્ષા પેપર લીક
થવાને કારણે રદ કરવામાં આવી છે. કમિશને ડીજીપીને વિનંતી કરી છે કે તે સોશિયલ
મીડિયા પર વાયરલ થઈ રહેલા પેપરની તપાસ સાયબર સેલથી કરાવવામાં આવે. અગાઉ કથિત પેપર
લીકનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ આયોગ વતી ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. 
કમિટીને 24 કલાકમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ મળતી માહિતી મુજબ, કમિટીએ
માત્ર ત્રણ કલાકમાં રિપોર્ટ સોંપી દીધો અને પરીક્ષા રદ કરવાની ભલામણ કરી છે. આ
મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.
RJD નેતા
તેજસ્વી યાદવે બિહાર પબ્લિક સર્વિસ કમિશનનું નામ બદલીને બિહાર પબ્લિક પેપર લીક
કમિશન રાખવાનું સૂચન કરતા કટાક્ષ કર્યો છે.

Advertisement


સોશિયલ મીડિયા પર એવો
દાવો કરવામાં આવી રહ્યો છે કે પરીક્ષામાં મળેલું પેપર ટેલિગ્રામ અને વોટ્સએપ પર
વાયરલ થયેલા પેપર જેવું જ છે. એટલે કે પરીક્ષા પહેલા પેપર લીક થયું હતું. જ્યાં આ
અંગે ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તે જ સમયે
, પંચે રવિવાર બપોર સુધી તેને પેપર લીક ગણવાનો ઇનકાર કર્યો
હતો. આ સાથે આ મામલાની તપાસ થવી જોઈએ તેમ કહી આ માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિની
રચના કરવામાં આવી હતી.
ઉમેદવારોએ જણાવ્યું કે
પરીક્ષા કેન્દ્રના સંચાલકોએ તેમને કહ્યું કે તેમનું પેપર મોડું શરૂ થશે
, જ્યારે કેટલાક ઉમેદવારો પરીક્ષા કેન્દ્રમાં જ બે અલગ-અલગ
રૂમમાં પરીક્ષા આપી રહ્યા હતા. આટલું જ નહીં
, નારાજ
વિરોધ કરી રહેલા ઉમેદવારોએ દાવો કર્યો હતો કે તે બંને રૂમના દરવાજા બંધ રાખવામાં
આવ્યા હતા. તે રૂમોમાં હાજર ઉમેદવારો પાસે મોબાઈલ ફોન પણ હતા. તેઓની પરીક્ષા આપતા
વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Advertisement


બિહાર પબ્લિક સર્વિસ
કમિશનના અધિકારીઓ સાથેની વાતચીત અનુસાર
, આયોગે
હાલમાં તેને પેપર લીક માનવાનો ઇનકાર કર્યો છે. આ મામલાની તપાસ માટે પંચ દ્વારા
ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ તપાસ સમિતિ
24 કલાકમાં BPSCના
અધ્યક્ષને તપાસ રિપોર્ટ સોંપશે. આ પછી જ આયોગ કથિત પેપર લીકને લઈને તેનું સત્તાવાર
નિવેદન જાહેર કરશે. જો કે તેનાથી વિપરિત કમિટીએ ત્રણ કલાકમાં પરીક્ષા રદ કરવાની
ભલામણ કરી છે અને મળતી માહિતી મુજબ આયોગના અધ્યક્ષે પણ તેની સાથે સંમતિ દર્શાવી
છે.

Advertisement

Tags :
Advertisement

.