Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોય ફ્રેન્ડને અચાનક ખબર પડી કે ગર્લ ફ્રેન્ડને છે ગંભીર કેન્સર, કર્યું કંઇક એવું કે તમે પણ કહેશો વાહ

યુકેમાં એક કપલ વચ્ચે ખૂબ પેરણાત્મક બોનેડીંગ જોવા મળ્યું જ્યા બોય ફ્રેન્ડે તેની ગર્લ ફ્રેન્ડને ગંભીર બીમારીની જાણ થઇ છતાં તેની સાથે લગ્ન કર્યાં. બીમારીના કારણે મેરીની ત્વચા પીળી થઈ ગઈ હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે તેની પિત્ત નળીમાં ગંભીર કેન્સર છે. જે તદ્દન દુર્લભ માનવામાં આવે છે. મેડિકલ રિપોર્ટ અનુસાર ગાંઠ લગભગ 21 સેન્ટિમીટર જેટલી હતી. આ પછી, મેરીના 65 વર્ષના જીવનસાથી, ડેવિડ કીટલી
બોય ફ્રેન્ડને અચાનક ખબર પડી કે ગર્લ ફ્રેન્ડને છે ગંભીર કેન્સર  કર્યું કંઇક એવું કે તમે પણ કહેશો  વાહ
યુકેમાં એક કપલ વચ્ચે ખૂબ પેરણાત્મક બોનેડીંગ જોવા મળ્યું જ્યા બોય ફ્રેન્ડે તેની ગર્લ ફ્રેન્ડને ગંભીર બીમારીની જાણ થઇ છતાં તેની સાથે લગ્ન કર્યાં. બીમારીના કારણે મેરીની ત્વચા પીળી થઈ ગઈ હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે તેની પિત્ત નળીમાં ગંભીર કેન્સર છે. જે તદ્દન દુર્લભ માનવામાં આવે છે. મેડિકલ રિપોર્ટ અનુસાર ગાંઠ લગભગ 21 સેન્ટિમીટર જેટલી હતી. આ પછી, મેરીના 65 વર્ષના જીવનસાથી, ડેવિડ કીટલીએ, જે હવે તેના પતિ છે, તેને સલાહ આપી કે મેરી કદાચ વધારે નહીં જીવી શકે. 
પહેલા આ લગ્ન 15 મેના રોજ થવાના હતા. પરંતુ આ પછી બંનેએ ઇસ્ટર શનિવાર એટલે કે 16 એપ્રિલે લગ્ન કરવાનો નિર્ણય લીધો. મેરીની તબિયત સતત બગડી રહી હતી.ડેવિડને એ પણ ડર હતો કે નિયત તારીખે કંઈક અનિચ્છનીય ઘટના બની શકે છે. મેરીની તબિયત સતત બગડી રહી હતી. ડેવિડને પણ ડર હતો કે કદાચ કંઇક અઘટિત ન થઇ જાય. 
ડેવિડે કહ્યું, 'લગ્નની તૈયારી 9 દિવસમાં થઈ ગઈ હતી. અમે લગ્નની વીંટી વિશે પણ વિચાર્યું ન હતું. હું એક ઝવેરી પાસે ગયો અને વીંટી માપવાનું સાધન લઈને હોસ્પિટલ ગયો અને માયરીની આંગળી માપી અને બીજા દિવસે વીંટીં પહેરાવી દીધી. 
ડેવિડના જણાવ્યા અનુસાર વોટ્સએપ પર પરિવારના તમામ સભ્યોને આમંત્રણ પણ મોકલવામાં આવ્યુ હતું. પરિવારના સભ્યોએ સુંદર કેક પણ બનાવી હતી. આ મેરેજમાં 110 મહેમાનોએ હાજરી આપી. મેરીના પુત્રએ પણ 15 વર્ષથી ગર્લ ફ્રેન્ડ રહી ચુકેલી છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. મેરીના પુત્ર રેડડિચના બુધવારે લગ્ન થશે.
ડેવિડ મેરીને 33 વર્ષ પહેલા એક નાઈટ ક્લબમાં મળ્યો હતો. ડેવિડ કહે છે, 'મેં તેને ઘણા સમય પહેલા તેની સાથે લગ્ન કરવા કહ્યું હતું ડેવિડ કહે છે, 'મેં તેને લાંબા સમય પહેલા મારી સાથે લગ્ન કરવા માટે કહ્યું હતું, પરંતુ હંમેશા લગ્નમાં કેઇક અડચણ જ આવતી હતી. પછી મેં વિચાર્યું કે હું નિવૃત્તિ પછી લગ્ન કરીશ, પરંતુ પછી કોરોના આવ્યો. જેના કારણે લગ્ન થઈ શક્યા ન હતા. પરંતુ પછી 'કેન્સરનું નિદાન થયું' તેથી મેં આ ઇચ્છા પૂરી કરી. 
Advertisement
Tags :
Advertisement

.