Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શો રુમમાંથી 2.5 કરોડ રુપિયાની ફેરારી ખરીદી, બહાર નિકળતા જ થયો અકસ્માત

કહેવાય છે ને કે નસીબ અવળા હોય તો ભોંમાંથી પણ ભાલા વાગે. અવાર નવાર આ કહેવતની સાબિતિ આપતી ઘટનઓ આપણી આસપાસ બનતી હોય છે. ત્યારે ઇંગલેન્ડના ડર્બી શહેરની અંદર પણ આ પ્રકારની જ એક ઘટના બની છે. દુનિયાની સૌથી મોંઘી કારમાં જેનો સમાવેશ થાય છે તે ફેરારી. ખરીદવાની વાત તો દૂર પરંતુ આ કારમાં બેસવાના પણ લોકો સપના જુએ છે. બ્રિટનમાં એક વ્યક્તિએ 2.5 કરોડની કિંમતની ફેરારી કાર ખરીદી. કાર લઇને તે જેવ શો રુમનà
શો રુમમાંથી 2 5 કરોડ રુપિયાની ફેરારી ખરીદી  બહાર નિકળતા જ થયો અકસ્માત
કહેવાય છે ને કે નસીબ અવળા હોય તો ભોંમાંથી પણ ભાલા વાગે. અવાર નવાર આ કહેવતની સાબિતિ આપતી ઘટનઓ આપણી આસપાસ બનતી હોય છે. ત્યારે ઇંગલેન્ડના ડર્બી શહેરની અંદર પણ આ પ્રકારની જ એક ઘટના બની છે. દુનિયાની સૌથી મોંઘી કારમાં જેનો સમાવેશ થાય છે તે ફેરારી. ખરીદવાની વાત તો દૂર પરંતુ આ કારમાં બેસવાના પણ લોકો સપના જુએ છે. 
બ્રિટનમાં એક વ્યક્તિએ 2.5 કરોડની કિંમતની ફેરારી કાર ખરીદી. કાર લઇને તે જેવ શો રુમની બહાર નિકળ્યો અને હજુ તો માત્ર 4 કિલોમીટર જ દૂર ગયો હશે, તેટલામાં કારનો અકસ્માત થયો. ઘટના એક એરપ્રિલની છે, પરંતુ એપ્રિલ ફૂલ નથી. 1 એપ્રિલના રોજ ઇંગલેન્ડના ડર્બીમાં આ ઘટના બની હતી. જેવો તે વ્યક્તિ તેની ફેરારી 488 લઈને શોરૂમમાંથી બહાર આવ્યો કે થોડી વારમાં જ તેણે કારને ઠોકી દીધા. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તે પણ આટલી મોંઘી કારનો આવો અકસ્માત જોઇને આશ્ચર્યચકિત થઈ ગઇ. પોલીસે ટ્વિટર પર આટલી મોંઘી નવી કારના એકસ્માતના ફોટા શેર કર્યા છે. જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ 2.5 કરોડની નવી કારને નુકસાન થયું છે.
Advertisement

જો કે પોલીસે માત્ર એવું જ માન્યું છે કે આ અકસ્માત બેફામ ડ્રાઈવિંગને કારણે થયો હોવો જોઈએ. ફેરારી રોડ પર રેલિંગ સાથે અથડાઈ હતી. ત્યારબાદ તેનું આગળનું બોનેટ તૂટી ગયું હતું. જોકે, પાછળથી પોલીસકર્મીઓએ કારને સાઇડ કરી હતી. કાર ચલાવનાર વ્યક્તિને કોઈ ઈજા થઈ નથી.
Tags :
Advertisement

.