Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

11ઇંચ વરસાદથી બોરસદ જળબંબાકાર, એકનું મોત

ગુજરાતમાં હાલમાં ચોમાસું બેઠું છે ત્યારે એક તરફ ખેડૂતોમાં મેધરાજાના આગમનથી ઉત્સાહ છે તો બીજી તરફ  ગુજરાતના બોરસદમાં અનાધાર પડી રહેલાં વરસાદને પગલે મેઘતાંડવ સર્જાઇ રહ્યું છે. આજે રથયાત્રાના પાવન પર્વ પર અમી છાંટણા થતાં લોકોમાં સારા ચોમાસાની ઉત્સાહ દેખાઇ રહ્યો છે. તો બીજી તરફ ઘણાં જિલ્લાઓમાં આજે મેધતાંડવ પણ જોવા મળ્યું હતું. બોટાદમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડતાં અનેક વિસ્તારોàª
11ઇંચ વરસાદથી બોરસદ જળબંબાકાર  એકનું મોત
Advertisement
ગુજરાતમાં હાલમાં ચોમાસું બેઠું છે ત્યારે એક તરફ ખેડૂતોમાં મેધરાજાના આગમનથી ઉત્સાહ છે તો બીજી તરફ  ગુજરાતના બોરસદમાં અનાધાર પડી રહેલાં વરસાદને પગલે મેઘતાંડવ સર્જાઇ રહ્યું છે. આજે રથયાત્રાના પાવન પર્વ પર અમી છાંટણા થતાં લોકોમાં સારા ચોમાસાની ઉત્સાહ દેખાઇ રહ્યો છે. તો બીજી તરફ ઘણાં જિલ્લાઓમાં આજે મેધતાંડવ પણ જોવા મળ્યું હતું. બોટાદમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે. રાણપુર શહેરના ઘણાં વિસ્તારોમાં  પાણી ભરાયાં છે. સૌથી વધુ વરસાદ બોટાદમાં પડતાં લોકોમાં ભયનો માહોલ જોવાં મળ્યો છે.સાથે જ જનજીવન ખોરવાયું છે. 
જિલ્લામાં ગુરૂવારે રાત્રે મેઘરાજાની પધરામણી થઇ હતી. આજે આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના બોરસદમાં ગાજવીજ સાથે તોફાની પવન સાથે માત્ર ચાર કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.  સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના પગલે રસ્તાઓ જળબંબાકાર થઇ ગયાં છે. અનેક મકાનોમાં પાણી ભરાયા હતા. 11 જેટલા પશુઓના મોત નિપજ્યાં હતા. બોરસદમાં પડેલા ભારે વરસાદના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. કસારી ગામના તળાવમાં સ્લિપ થઇ જવાથી કૃણાલ ઉર્ફે સંજુ લાલભાઇ પટેલનું મોત નિપજ્યું હતું. 
માત્ર ચાર કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ચાર કલાકમાં 11 ઇંચથી વધારે વરસાદ પડતા સમગ્ર શહેરમાં પાણી જ પાણીની  સ્થિતિ સર્જાઇ હતી. આજે બોરસદમાં 282 મિ.મી, આંકલાવમાં 78, આણંદ 28, ઉમરેઠ 21, ખંભાત 26, તારાપુર 42, પેટલાદ 42, સોજીત્રામાં 64 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.  કલાવમાં 78, આણંદ 28, ઉમરેઠ 21, ખંભાત 26, તારાપુર 42, પેટલાદ 42, સોજીત્રામાં 64 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. 
 
Tags :
Advertisement

.

×