Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોરિસ જોનસને ભારતના લોકતંત્રના કર્યા વખાણ, કહ્યું- વિશ્વમાં ભારતનું મહત્વ વધ્યું

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન શુક્રવારે તેમની ભારત મુલાકાતના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. PM મોદીએ બોરિસ જોન્સનની ભારત મુલાકાતને ઐતિહાસિક ગણાવી છે. PM મોદીએ કહ્યું કે, વર્ષોથી વડાપ્રધાન જોનસને ભારત અને યુકે વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સમયે જ્યાàª
બોરિસ જોનસને ભારતના લોકતંત્રના કર્યા વખાણ  કહ્યું  વિશ્વમાં ભારતનું મહત્વ વધ્યું
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન શુક્રવારે તેમની ભારત મુલાકાતના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. PM મોદીએ બોરિસ જોન્સનની ભારત મુલાકાતને ઐતિહાસિક ગણાવી છે. 
PM મોદીએ કહ્યું કે, વર્ષોથી વડાપ્રધાન જોનસને ભારત અને યુકે વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સમયે જ્યારે ભારત તેની આઝાદીના અમૃતની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન બોરિસ જોનસનની આ મુલાકાત એક ઐતિહાસિક ક્ષણ છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ સૌ પહેલા ગુજરાતના મહેમાન બન્યા હતા. તેમણે ભારતની આ મુલાકાતને ખાસ ગણાવી અને ભારતના ખૂબ વખાણ કર્યા હતા. વળી તેમણે ભારતના લોકતંત્રના પણ ખૂબ વખાણ કર્યા હતા. પોતાના બે દિવસના ભારત પ્રવાસમાં પહેલા દિવસે ગુજરાત અને બીજા દિવસે તેઓ દિલ્હીમાં PM મોદીને મળ્યા હતા. જ્યા તેમણે રશિયા અને યુક્રેન વચ્ચે સતત વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારત-બ્રિટેન વચ્ચે વેપાર વધારવા અંગે PM સાથે વાતી કરી હતી. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસને કહ્યું કે, વિશ્વમાં ભારતનું મહત્વ હવે વધી ગયું છે કારણ કે ભારતીય પેસિફિક ક્ષેત્ર ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં વૃદ્ધિ અને વિકાસનું કેન્દ્ર બની ગયું છે. ભારત આ માટે ખૂબ જ રોમાંચક રીતે તૈયારી કરી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા આ દિશામાં એક સારું પગલું છે. 
આટલું જ નહીં, મીડિયા સાથેની વાતચીત દરમિયાન, જોનસને ભાગેડું નીરવ મોદી અને વિજય માલ્યા અવે રશિયા-યુક્રેન યુદ્ધ પર પણ ખુલીને વાત કરી અને યુક્રેન સંકટ દરમિયાન PM મોદીના પ્રયત્નોના વખાણ કર્યા હતા. યુક્રેન યુદ્ધમાં ભારતની તટસ્થ ભૂમિકા પર બ્રિટિશ PMએ કહ્યું કે, અમે તેનાથી પરેશાન નથી. રશિયાની સરમુખત્યારશાહીને કારણે હવે તમામ દેશોએ એક થઈને કામ કરવાની જરૂર છે અને તેમાં ભારતની પણ મહત્વની ભૂમિકા છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને વધુમાં કહ્યું કે કોઈ એક દેશે બીજા દેશને લોકશાહી વિશે ઉપદેશ આપવો જોઈએ નહીં. ભારત એક અદ્ભુત, અસાધારણ દેશ છે. તે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. તેનાથી પણ વધુ, આ સમયે ભારતનું મહત્વ પહેલા કરતા વધી ગયું છે. વિશ્વ ભારતીય પેસિફિક ક્ષેત્રમાં ભાવિ વૃદ્ધિ જોઈ રહ્યું છે. લોકતાંત્રિક મૂલ્યોના નેતા તરીકે ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે અમે ભારત સાથે મિત્રતા અને સહયોગને મજબૂત કરવા માંગીએ છીએ.
Advertisement
Tags :
Advertisement

.