Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બોરિસ જોન્સન નથી ઇચ્છતા કે ઋષિ સુનક PM બને

બ્રિટનમાં વડાપ્રધાનની રેસ માટેનો જંગ રસપ્રદ બની રહ્યો છે. ભારતીય મૂળના ઋષિ સુનક બે રાઉન્ડ પછી સારી લીડ જાળવી રહ્યા છે પરંતુ તેમના રસ્તા પર અનેક  પડકારો છે. એક પડકાર માત્ર બોરિસ જોન્સન છે જે ઋષિ સુનકને વડાપ્રધાન તરીકે જોવા નથી માંગતા.એવા અહેવાલ છે કે બોરિસ જોન્સન સુનક સિવાય અન્ય કોઈપણ ઉમેદવારને સમર્થન આપવા તૈયાર છે. તેમના વતી અન્ય ઉમેદવારોને કોઈપણ કિંમતે સુનકને સમર્થન ન આપવાનું à
03:56 AM Jul 16, 2022 IST | Vipul Pandya
બ્રિટનમાં વડાપ્રધાનની રેસ માટેનો જંગ રસપ્રદ બની રહ્યો છે. ભારતીય મૂળના ઋષિ સુનક બે રાઉન્ડ પછી સારી લીડ જાળવી રહ્યા છે પરંતુ તેમના રસ્તા પર અનેક  પડકારો છે. એક પડકાર માત્ર બોરિસ જોન્સન છે જે ઋષિ સુનકને વડાપ્રધાન તરીકે જોવા નથી માંગતા.
એવા અહેવાલ છે કે બોરિસ જોન્સન સુનક સિવાય અન્ય કોઈપણ ઉમેદવારને સમર્થન આપવા તૈયાર છે. તેમના વતી અન્ય ઉમેદવારોને કોઈપણ કિંમતે સુનકને સમર્થન ન આપવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે બોરિસના આ સ્ટેન્ડ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઋષિને પોતાની સત્તા ગુમાવવાનું મુખ્ય કારણ માની રહ્યા છે.
બોરિસ જોન્સનનું માનવું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ઋષિ તેમને સત્તા પરથી હટાવવાની કોશિશ કરી રહ્યા હતા. ઋષિના કારણે જ તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બોરિસ જોન્સન સત્તા ગુમાવવા માટે સાજિદ જાવેદને જવાબદાર માનતા નથી.
બોરિસ જ્હોન્સન તેમની સત્તા ગુમાવવા માટે ફક્ત ઋષિ સુનકને જ જવાબદાર માની રહ્યા છે. તેમનો બધો ગુસ્સો ઋષિ તરફ છે. એક નિશ્ચિત વ્યૂહરચના હેઠળ બોરિસને સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યાનો ઘણો ગુસ્સો છે. બોરિસ જોનસન ઋષિ સુનકનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેઓ વિદેશ સચિવ લિઝ ટ્રસને પીએમ બનાવવા પર પણ ઘણો જોર લગાવી રહ્યા છે.
ઋષિ સામે તેમનો વિરોધ એટલો બધો છે કે તેઓ જુનિયર ટ્રેડ મિનિસ્ટર પેની મોર્ડાઉન્ટને ટેકો આપવા તૈયાર જણાય છે. જ્યારે આ અંગે જ્હોન્સનના એક સહયોગી સાથે વાત કરવામાં આવી તો તેણે સ્વીકાર્યું કે કેરટેકર પીએમ ઋષિને લઈને બહુ ઉત્સાહિત નથી. તેઓ માને છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, પરંતુ એવું નથી કે તેઓ ઋષિ સિવાય અન્ય કોઈને પીએમ બનતા જોઈ શકે.
અત્યારે ઋષિ સુનકની સ્થિતિ ઘણી મજબૂત દેખાઈ રહી છે. તેમને સતત બે રાઉન્ડમાં સૌથી વધુ વોટ મળ્યા છે. બીજા રાઉન્ડની વાત કરીએ તો ટોરી પાર્ટીના નેતૃત્વની આ રેસમાં ભારતીય મૂળની સુએલા બ્રેવમેનને સૌથી ઓછા મત મળ્યા અને તે આ રાઉન્ડમાંથી બહાર થઈ ગયા હતા. ઋષિ સુનકને સૌથી વધુ વોટ મળ્યા હતા. સુનકને 101 વોટ મળ્યા અને બીજા ક્રમે પેની મોર્ડોન્ટને 83 વોટ મળ્યા. લિઝ ટ્રસને 64 વોટ, કેમી બેડોનોચને 49 વોટ અને ટોમ તુગેન્ધાટને 32 વોટ મળ્યા હતા.
પરંતુ આ રેસ હજુ અહીં ખતમ થવાની નથી. મતદાનનો આ રાઉન્ડ આમ જ ચાલશે. આગામી 5 દિવસમાં 3 વખત મતદાન થશે. દરેક વખતે ઓછા મતો ધરાવતા ઉમેદવારને નાબૂદ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રક્રિયા 21 જુલાઈ સુધી પૂર્ણ થઈ શકે છે.
જ્યારે આ પ્રક્રિયામાં માત્ર બે ઉમેદવારો જ બચ્યા છે ત્યારે પીએમ બનવાની આ રેસ વધુ રસપ્રદ બની જશે. હકીકતમાં આ સમયે બ્રિટનમાં ટોરી પાર્ટીની સરકાર છે. આ રેસમાં માત્ર બે જ ઉમેદવારો બચ્યા છે ત્યારે તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો પાસેથી મત માંગવા દેશભરમાં જશે. બંને ઉમેદવારોમાં જે કોઈ પાર્ટીનો નેતા બનશે, તે દેશના પીએમ હશે અને બોરિસ જોન્સનનું સ્થાન લેશે.
Tags :
BorisJohnsonBritainGujaratFirstPMRishiSunak
Next Article