Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સીમા સુરક્ષા દળએ હરામી નાળા વિસ્તારમાં 3 પાકિસ્તાની બોટ જપ્ત કરી

આજે બપોરે BSF ભુજની પેટ્રોલિંગ ટિમએ હરામી નાળા વિસ્તારમાં ત્રણ પાકિસ્તાની ફિશિંગ બોટ અને કેટલાક માછીમારોની હિલચાલનું નિરીક્ષણ કર્યું હતું.પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હરામીનાળા વિસ્તારમાંથી ત્રણ પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી હતી.  જોકે, બીએસએફની પેટ્રોલિંગ ટીમને તેમની તરફ આવતી જોઈ માછીમારો બોટ છોડીને નાસી ગયા હતા.  માછીમારોને પકડવા માટે સઘન સર્ચ ઓપàª
02:52 PM Jun 23, 2022 IST | Vipul Pandya
આજે બપોરે BSF ભુજની પેટ્રોલિંગ ટિમએ હરામી નાળા વિસ્તારમાં ત્રણ પાકિસ્તાની ફિશિંગ બોટ અને કેટલાક માછીમારોની હિલચાલનું નિરીક્ષણ કર્યું હતું.પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હરામીનાળા વિસ્તારમાંથી ત્રણ પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી હતી.  જોકે, બીએસએફની પેટ્રોલિંગ ટીમને તેમની તરફ આવતી જોઈ માછીમારો બોટ છોડીને નાસી ગયા હતા.  માછીમારોને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

 જપ્ત કરાયેલી બોટની સઘન તપાસ કરવામાં આવી હતી અને બોટમાંથી માછલી, માછીમારીની જાળ અને સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. બોટમાંથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી. હાલ આ બનાવને પગલે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.માછીમારો ઝડપાયા બાદ વધુ હકીકતો બહાર આવે તેમ છે.
Tags :
3PakistaniboatsBorderSecurityForceGujaratFirstHaraminalaarea
Next Article