Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સહજ, સ્વાભાવિક અને હળવા રહીને બોર્ડની પરીક્ષાઓનો હાઉ રાખ્યા વિના વિદ્યાર્થીને ડિપ્રેશનમાંથી બચાવી શકાય…

માર્ચ મહિનો આવે એટલે પરીક્ષાઓની મોસમ શરૂ થાય, ખાસ કરીને ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓનો હાઉ એવો તો ઘુસી ગયો છે કે પરિવારો પરીક્ષાર્થીઓ તો ઠીક પણ વાતાવરણમાં પણ એક પ્રકારની ગંભીરતા ઉમેરાઇ જતી હોય એવું લાગે છે.                   આ હાઉનો રેલો દિકરો કે દિકરી 10મા ધોરણમાં આવે ત્યારથી શરૂ થઇ જતો હોય છે. વર્ષની શરૂઆતથી જ ઘરનું વાતાવરણ તંગ બની જાય છે. જીવનશૈલી બદલાઇ જાય છે. આખા વર્ષ દરમિયાન ઘરમાં કà
09:31 AM Mar 16, 2022 IST | Vipul Pandya
માર્ચ મહિનો આવે એટલે પરીક્ષાઓની મોસમ શરૂ થાય, ખાસ કરીને ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓનો હાઉ એવો તો ઘુસી ગયો છે કે પરિવારો પરીક્ષાર્થીઓ તો ઠીક પણ વાતાવરણમાં પણ એક પ્રકારની ગંભીરતા ઉમેરાઇ જતી હોય એવું લાગે છે.                   
આ હાઉનો રેલો દિકરો કે દિકરી 10મા ધોરણમાં આવે ત્યારથી શરૂ થઇ જતો હોય છે. વર્ષની શરૂઆતથી જ ઘરનું વાતાવરણ તંગ બની જાય છે. જીવનશૈલી બદલાઇ જાય છે. આખા વર્ષ દરમિયાન ઘરમાં કોઇ મહેમાનો ન આવે તેની તકેદારી રખાય છે. કેટલાક ઘરોમાં તો ટીવી માળીએ ચઢાવી દેવાય છે. માતા પિતા અને પરિવારના બધા સભ્યો એક જુદા જ પ્રકારના કરફ્યુમાં મુકાઇ જાય છે. પરીક્ષાર્થી દિકરા કે દિકરીના હાલની તો ચર્ચા જ શું કરવી? સ્કુલ, કોચિંગ ક્લાસ વળી ઘરે ટ્યુશન અને મોડી રાત સુધીનું દિકરો કે દિકરી વાંચે ત્યાં સુધીનું માતા પિતાનું કડક નિરીક્ષણને ફરજિયાત જાગરણ. વહેલી પરોઢે ઘડિયાળનું એલાર્મ વાગે એટલે આખું ઘર આળસ મરડીને બેઠું થઇ જાય. આગલા દિવસનો થાક ઉતર્યો હોય કે ના ઉતર્યો હોય પોલીસની જેમ દિકરા કે દિકરીને જગાડીને વાંચવા લખવા બેસાડી દેવાય. ઘરમાં બધા ધીમેથી બોલે, પરસ્પરની વાતચીત ઓછી થઇ જાય. આવું તો ઘણુંય બોર્ડની પરિક્ષાના આગમન પૂર્વેનું વાતાવરણ આજના યુગની અનિવાર્યતા બની રહી છે.                                                                                  
પછી આવે માર્ચ મહિનો ને પછી બધી ગભરામણને ચિંતા સાતમા આસમાને પહોંચી જાય. પરિક્ષાના બે દિવસ પહેલાથી જ સ્વજનો, મિત્રોના બેસ્ટ લકના ટેલિફોન પરિવારની દોડધામમાં આગવી અડચણ ઉભી કરે છે.                           
ઉપરોક્ત પરિસ્થીતી સાવ ખોટી છે તેમ તો નહીં કહીએ પણ થોડીક વધારે પડતી છે તેમ તો કહેવું પડશે.પરીક્ષા મહત્વની છે પણ જીવનની સફળતાનો એકમાત્ર વિકલ્પ નથી. પોતાના દિકરા કે દિકરીને ડોકટર કે એન્જીનિયર બનાવવાનું માતા પિતાનો દુરાગ્રહ બોર્ડના પરીક્ષાર્થીનું - અને પરિવારનું કુદરતી જીવન ખોરવી નાખે છે. ખોટો ભય અને ચિંતા માતા પિતામાં તાણ અને ક્યારેક ક્યારેક પુત્ર કે પુત્રીમાં હતાશા લઇ આવે છે.  પછી જો ઇચ્છીત પરિણામ નથી મળતું તો પરીક્ષાર્થી અને પરિવારને માટે ઘોર નિરાશા લાવે છે. જેને કારણે ક્યારેક ક્યારેક બોર્ડની પરિક્ષાઓના પરિણામો પછી આત્મહત્યાના કિસ્સાઓ પણ સાંભળવા મળે છે.                                    
શું સહજ, સ્વાભાવિક અને હળવા રહીને બોર્ડની પરીક્ષાઓનો હાઉ રાખ્યા વગર વિદ્યાર્થીને ડિપ્રેશનમાંથી બચાવી ના શકાય? લાગે છે કે વિદ્યાર્થી તો ભણશે એનામાં કૌવત હશે તો ઝળહળશે - માતા પિતાએ તો માત્ર થોડીક સભાનતા સાથે ઘરના વાતાવરણને હળવું ફુલ રાખીને જીવવાનું - ભુલ્યા વગર જીવવાનું અને વિદ્યાર્થીને ખીલતા રહેવાની મોકળાશ આપવી પડશે..
Tags :
bordexamExamGujaratFirst
Next Article