ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં હાડ ધ્રુજાવતી ઠંડી, નલિયા અને ગાંધીનગર બન્યા સૌથી ઠંડા શહેર

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારોકચ્છના નલિયામાં 7.8 ડિગ્રી તાપમાનગાંધીનગરમાં 8.7 ડિગ્રીમાં લોકો ઠૂંઠવાયારાજ્યના 9 શહેરમાં પારો 11 ડિગ્રીથી નીચેઅમદાવાદ,ડીસા,રાજકોટમાં 10 ડિગ્રી તાપમાનદેશના પાંચ રાજ્યોમાં શીતલહેરનું એલર્ટઆગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશેઉત્તર ભારત સહિત દેશના વિવિધ રાજ્યોમાં જોરદાર ઠંડી પડી રહી છે. ઠંડા પવનો (Cold Wind)ના કારણે લોકો કાતિલ ઠંડીથી ઘ્રુજી ઉઠ્યàª
02:14 AM Dec 25, 2022 IST | Vipul Pandya
  • ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો
  • કચ્છના નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન
  • ગાંધીનગરમાં 8.7 ડિગ્રીમાં લોકો ઠૂંઠવાયા
  • રાજ્યના 9 શહેરમાં પારો 11 ડિગ્રીથી નીચે
  • અમદાવાદ,ડીસા,રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન
  • દેશના પાંચ રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ
  • આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે
ઉત્તર ભારત સહિત દેશના વિવિધ રાજ્યોમાં જોરદાર ઠંડી પડી રહી છે. ઠંડા પવનો (Cold Wind)ના કારણે લોકો કાતિલ ઠંડીથી ઘ્રુજી ઉઠ્યા હતા. ગુજરાતમાં પણ હાડ ધ્રુજાવતી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજ્યના 9 શહેરમાં પારો 11 ડિગ્રીથી નીચે રહ્યો છે જ્યારે કચ્છના નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 8.7 ડિગ્રીમાં લોકો ઠૂંઠવાયા હતા. 
ઠંડા પવનના કારણે ઠંડી વધી
ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનોના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. કડકડતી ઠંડીના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા છે. દિવસે પણ સૂર્યપ્રકાશની તીવ્રતા ઓછી અનુભવાય છે અને ઠંડા પવનનો અનુભવ થઇ રહ્યો છે. દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી ઠંડી અનુભવાઇ રહી છે. ખાસ કરીને સમી સાંજથી સવાર સુધી તીવ્ર ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. 
નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં અત્યારે હાડ થીજવતી ઠંડીનો ચમકારો અનુભવાય છે.  શનિવારે રાત્રે કચ્છના નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન અને પાટનગર ગાંધીનગરમાં 8.7 ડિગ્રીમાં લોકો ઠૂંઠવાઇ ગયા હતા.  રાજ્યના 9 શહેરમાં પારો 11 ડિગ્રીથી નીચે રહ્યો હતો.  અમદાવાદ,ડીસા,રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન રહ્યું હતું. શીત લહેરના કારણે  આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે
 
માઉન્ટ આબુમાં શૂન્ય ડિગ્રી તાપમાન 
બીજી તરફ રાજ્યને અડીને આવેલું   હિલ સ્ટેશન માઉન્ટ આબુ પણ ઠંડુ થઇ ગયું છે. માઉન્ટ આબુમાં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આબુના  ગુરુશિખર પર માઈનસ 1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સતત ફૂંકાઇ રહેલા  ઠંડા પવનના સુસવાટામાં સહેલાણીઓ ધ્રૂજી ઉઠ્યા છે. ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ ઉજવવા માટે હાલ આબુમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. 
 પાંચ રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ
હિમાલયને અડીને આવેલા  દેશના પાંચ રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ જારી કરાયું છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને  ઉત્તરપ્રદેશ તથા બિહાર, ઝારખંડમાં શીતલહેરની ચેતવણી આપવામાં આવી છે. રાજધાની દિલ્હીમાં તાપમાનનો પારો ઝડપથી ગગડ્યો છે અને મોટાભાગના શહેરો અને ગામોમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે. 

દક્ષિણના કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી
બીજી તરફ  દક્ષિણના કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને  કેરળ,કર્ણાટક,તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તથા ઓડિશામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  દેશના અન્ય વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે
આ પણ વાંચો--રાજસ્થાનની ગેહલોત સરકાર પાણીના નામ પર રમી રહી છે રાજકારણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ColdWaveGujaratGujaratFirstwinter
Next Article