Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, નલિયામાં 4.9 ડિગ્રી પારો ગગડયો

ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર4.9 ડિગ્રી સાથે નલિયા ઠંડુગારઅમદાવાદમાં 13.8 ડિગ્રી તાપમાન3 દિવસ બાદ 10 ડિગ્રીએ પહોંચશે પારોઉત્તરના ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધીઉત્તર ભારત સહિત દેશના વિવિધ રાજ્યોમાં જોરદાર ઠંડી પડી રહી છે. ઠંડા પવનો (Cold Wind)ના કારણે લોકો કાતિલ ઠંડીથી ઘ્રુજી ઉઠ્યા હતા. ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ખાસ કરીને મોડી રાતથી વહેલી સવાર સુધી કકડતી ઠંડી અનુંભવાઇ છે.નલિયામાં àª
રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી  નલિયામાં 4 9 ડિગ્રી પારો ગગડયો
  • ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર
  • 4.9 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર
  • અમદાવાદમાં 13.8 ડિગ્રી તાપમાન
  • 3 દિવસ બાદ 10 ડિગ્રીએ પહોંચશે પારો
  • ઉત્તરના ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધી
ઉત્તર ભારત સહિત દેશના વિવિધ રાજ્યોમાં જોરદાર ઠંડી પડી રહી છે. ઠંડા પવનો (Cold Wind)ના કારણે લોકો કાતિલ ઠંડીથી ઘ્રુજી ઉઠ્યા હતા. ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ખાસ કરીને મોડી રાતથી વહેલી સવાર સુધી કકડતી ઠંડી અનુંભવાઇ છે.

નલિયામાં ઠંડીનો પારો 4.9 ડિગ્રી
ઉત્તર ભારત તરફથી ફંકાઇ રહેલા ઠંડા પવનોના કારણે રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે. શુક્રવારે રાત્રે પણ રાજ્યમાં લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. કચ્છના નલિયામાં ઠંડીનો પારો 4.9 ડિગ્રી નોંધાયો છે. હજું આગામી દિવસોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. 

અમદાવાદમાં 13.8 ડિગ્રી 
છેલ્લા 4 દિવસથી રાજ્યમાં લઘુતમ તાપમાન ગગડી રહ્યું છે. શુક્રવારે તો દિવસભર ઠંડા પવનો ફૂંકાયા હતા જેના કારણે લોકોએ દિવસ દરમિયાન પણ ગરમ વસ્ત્રો પહેરવા પડ્યા હતા. શુક્રવારે રાત્રે નલિયામાં 4.9 ડિગ્રી, અમદાવાદમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં પણ તાપમાન 12થી 15 ડિગ્રી સુધી રહ્યું હતું. 
રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા 
ઉત્તર ભારત તરફથી 15થી 20 કિમીની ઝડપે ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે જેથી હજું આગામી સપ્તાહ સુધી તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા વ્યકત કરાઇ છે. ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ  તાપણાનો સહારો લીધો હતો. શહેરનો અને ગ્રામિણ વિસ્તારમાં સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.