Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભીડવાળી લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી કોઇ અપરાધ નથી - બોમ્બે હાઇકોર્ટ, જાણો આવું શા માટે કહ્યું?

બોમ્બે હાઈકોર્ટે રેલ્વેને લોકલ ટ્રેનમાંથી પડી જવાથી ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. સાથે જ કડક ટીપ્પણી કરતા કોર્ટે કહ્યું કે, 'ભીડવાળી લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી એ ગુનાહિત કૃત્ય ન હોઈ શકે.' તે વૃદ્ધ વ્યક્તિનું નામ નીતિન હુંડીવાલા છે. તેમની ઉંમર 75 વર્ષની છે. હાઈકોર્ટે રેલવેને નીતિન હુંડીવાલાને 3 લાખ 10 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.વાસ્તવમાં,
05:13 PM Apr 26, 2022 IST | Vipul Pandya
બોમ્બે હાઈકોર્ટે રેલ્વેને લોકલ ટ્રેનમાંથી પડી જવાથી ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. સાથે જ કડક ટીપ્પણી કરતા કોર્ટે કહ્યું કે, 'ભીડવાળી લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી એ ગુનાહિત કૃત્ય ન હોઈ શકે.' તે વૃદ્ધ વ્યક્તિનું નામ નીતિન હુંડીવાલા છે. તેમની ઉંમર 75 વર્ષની છે. હાઈકોર્ટે રેલવેને નીતિન હુંડીવાલાને 3 લાખ 10 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.
વાસ્તવમાં, નીતિન હુંડીવાલા નામના વૃદ્ધને લોકલ ટ્રેનમાંથી પડી જવાના કારણે ઇજા થઇ હતી. ત્યારબાદ તેમણે વળતર માટે રેલવે ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો હતો. જો કે રેલવે ટ્રિબ્યુનલે નીતિન હુંડીવાલાને વળતર આપવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે વૃદ્ધે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર મંગળવારે સુનાવણી કરતા જસ્ટિસ ભારતી ડાંગરેની ખંડપીઠે ચુકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે મુસાફરોના હિતમાં પોતાનો ચુકાદો આપતા કહ્યું કે જો કોઈ વ્યક્તિ ખીચો ખીચ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે પડીને ઈજાગ્રસ્ત થાય છે, તો તે પ્રતિકૂળ ઘટના ગણાશે. આવા સંજોગોમાં રેલવેએ વળતર આપવું જોઈએ.
અકસ્માત કેવી રીતે થયો હતો?
ઘટના 23 નવેમ્બર 2011 છે. જ્યારે નીતિન હુંડીવાલા દહિસરથી પોતાના ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે તેઓ એક એન્ટરપ્રાઇઝમાં દર મહિને 10 હજાર રૂપિયાના પગાર પર સલાહકાર તરીકે કામ કરતા હતા. જ્યારે તેઓ વિક્રોલીથી દાદર જવા માટે ટ્રેનમાં ચડ્યા, ત્યાંથી તેઓ દહિસર રેલવે સ્ટેશન પહોંચવા માટે ટ્રેનમાં ચડવા પ્લેટફોર્મ નંબર 5 પર ગયા. જ્યાંથી  5:26 વાગ્યે ફાસ્ટ વિરાર લોકલ ટ્રેનમાં બીજા વર્ગના જનરલ ડબ્બામાં ચડી ગયા. 
કમ્પાર્ટમેન્ટમાં લોકોની ભારે ભીડ હતી. ટ્રેનમાં ચડતી વખતે ભીડ દ્વારા તેને ડબ્બામાંથી ધક્કો મારવામાં આવ્યો. જેના કારણે તેમનું સંતુલન ખોરવાઈ ગયું હતું. અકસ્માતે તેમનો પગ લપસી ગયો અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ગયો. ત્યારબાદ તેઓ પડી ગયા અને માથા અને જાંઘના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. નીતિન હુંડીવાલા 14 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા. તેની સારવાર પાછળ લગભગ 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. સારવાર બાદ પણ તે સંપૂર્ણ સ્વસ્થ થયા નથી. અકસ્માત થયો ત્યારે તેઓ 70 વર્ષના હતા. આ સાથે જ તેમણે 4 લાખ રૂપિયાના વળતરની માગણી કરી હતી. જેમાં હાઈકોર્ટે રેલવેને નીતિન હુંડીવાલાને રૂ. 3.10 લાખનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.
Tags :
BombayHighCourtcompensationGujaratFirstlocaltrainબોમ્બેહાઇકોર્ટમુંબઇલોકલટ્રેનવળતર
Next Article