Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મુંબઈ એરપોર્ટ પર ઈમેલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ

મુંબઈ એરપોર્ટને શનિવારે રાત્રે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. આ ઈમેલ આવતાની સાથે જ એરપોર્ટ પર સુરક્ષા અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, જ્યારે ફ્લાઈટની તપાસ કરવામાં આવી ત્યારે કંઈપણ વાંધાજનક મળ્યું ન હતું. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ થઈ ગયું કે બોમ્બ હોવાનો દાવો માત્ર અફવા છે. ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્àª
06:59 AM Oct 02, 2022 IST | Vipul Pandya
મુંબઈ એરપોર્ટને શનિવારે રાત્રે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. આ ઈમેલ આવતાની સાથે જ એરપોર્ટ પર સુરક્ષા અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, જ્યારે ફ્લાઈટની તપાસ કરવામાં આવી ત્યારે કંઈપણ વાંધાજનક મળ્યું ન હતું. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ થઈ ગયું કે બોમ્બ હોવાનો દાવો માત્ર અફવા છે. ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મુંબઈ એરપોર્ટ પર ઈમેલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી હતી.
તપાસબાદ ઈન્ડિગોની ફ્લાઈટ રાત્રે મોડી પડી
ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6045માં બોમ્બ મુકવામાં આવ્યો છે. આ ફ્લાઈટ રાત્રે મુંબઈથી અમદાવાદ જવાની હતી. બોમ્બની અફવાને કારણે સુરક્ષા સંબંધિત તપાસબાદ ઈન્ડિગોની ફ્લાઈટ રાત્રે મોડી પડી હતી. તમામ સઘન તપાસ બાદ હાલમાં સુરક્ષા એજન્સીઓ હવે તપાસ કરી રહી છે કે આ ઈમેલ કોણે મોકલ્યો હતો અને તેનો હેતુ શું હતો.
બોમ્બની અફવા બાદ મલેશિયાની ફ્લાઈટ મોડી પડી
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની ખોટી અફવાને કારણે દિલ્હીથી મલેશિયા જતી ફ્લાઈટ પણ મોડી પડી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓને બપોરના 1 વાગ્યે મલેશિયા એરલાઈન્સની ફ્લાઈટ MH173માંથી બોમ્બની ધમકી અંગે ચેતવણી આપવામાં આવી હતી, જેના પગલે તેઓએ સમગ્ર વિમાનની સંપૂર્ણ તપાસ કરી હતી. જો કે આ ઇમેલ પણ ફેક હોવાનું સામે આવ્યું હતું. 
મુસાફરો વચ્ચે ઝઘડો થયો હતો. એક મુસાફરે બીજાને પૂછ્યું કે તેની બેગમાં શું છે 
પ્લેન 2 કલાક 40 મિનિટના વિલંબ પછી કુઆલાલમ્પુર માટે ટેકઓફ થયું હતું અને આ ઘટનામાં સામેલ ચાર મુસાફરોને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા. પ્લેનની ઓવરહેડ કેબિનમાં બેગ રાખવાને લઈને બે મુસાફરો વચ્ચે ઝઘડો થયો હતો. એક મુસાફરે બીજાને પૂછ્યું કે તેની બેગમાં શું છે અને બીજાએ જવાબ આપ્યો 'બોમ્બ'. પાયલોટને તેની જાણ થતાં જ ફ્લાઇટને રદ્દ કરવામાં આવી હતી. ત્યારપછી પાયલટે એટીસી (એર ટ્રાફિક કંટ્રોલર)ને ઘટના અંગે જાણ કરી.
Tags :
BombAttackBombthreatinIndiGoflightGujaratFirstMumbaiAirportSecurityAlert
Next Article