Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કલેક્શન વધારવા બોલિવૂડ સ્ટાર્સે અપનાવી આ નવી ટ્રીક

કોરોના મહામારીને કારણે દેશમાં લોકડાઉન હતું, જેના કારણે તમામ કામધંધા લાંબા સમય સુધી ઠપ્પ રહ્યાં હતાં. તેની અસર ફિલ્મ ઉદ્યોગમાં પણ જોવા મળી છે. જ્યારે આમિર ખાને એસએસ રાજામૌલીની ફિલ્મનું પ્રમોશન કર્યું જ્યારે બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે મુંબઈમાં સિનેમાઘરો બંધ હોવા છતાં તેની ફિલ્મ 'બેલ બોટમ'ને મોટા પડદા પર લાવવાનું નક્કી કર્યું, ત્યારે અજય દેવગણ, વરુણ ધવન જેવા ઘણા સ્ટાર્સ સોશિà
03:00 PM Apr 22, 2022 IST | Vipul Pandya
કોરોના મહામારીને કારણે દેશમાં લોકડાઉન હતું, જેના કારણે તમામ કામધંધા લાંબા સમય સુધી ઠપ્પ રહ્યાં હતાં. તેની અસર ફિલ્મ ઉદ્યોગમાં પણ જોવા મળી છે. 
જ્યારે આમિર ખાને એસએસ રાજામૌલીની ફિલ્મનું પ્રમોશન કર્યું 
જ્યારે બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે મુંબઈમાં સિનેમાઘરો બંધ હોવા છતાં તેની ફિલ્મ 'બેલ બોટમ'ને મોટા પડદા પર લાવવાનું નક્કી કર્યું, ત્યારે અજય દેવગણ, વરુણ ધવન જેવા ઘણા સ્ટાર્સ સોશિયલ મીડિયા પર તે ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળ્યા હતાં, જાણે કે તે પોતાની ફિલ્મ હોય. તો બીજી તરફ, મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન, જેઓ સામાન્ય રીતે પોતાની ફિલ્મોમાં વ્યસ્ત હોય છે, તે એસએસ રાજામૌલીની ક્લાસિક ફિલ્મ RRR ને પ્રમોટ કરવા દિલ્હી પહોંચ્યા હતાં. હાલના સમયમાં, ઇન્ડસ્ટ્રીમાં આ એક નવું પરિવર્તન આવ્યું છે કે બોલિવૂડ સ્ટાર્સ, જેઓ સામાન્ય રીતે રિલીઝ ડેટ માટે લડતા જોવાં મળતા હતાં અને પોતાની ફિલ્મને શ્રેષ્ઠ સાબિત કરવાનો જ પ્રયાસ કરતા હતા, તેઓ  આ સમયમાં ખુલ્લેઆમ એકબીજાની ફિલ્મને ટેકો આપી રહ્યા છે અએટલું જ નહીં એકબીજાની ફિલ્મોનું પ્રમોશન કરી રહ્યાં છે. જો નિષ્ણાંતોનું માનીએ તો, કોવિડ રોગચાળાને કારણે ફિલ્મ ઉદ્યોગને લાગેલા આંચકા પછી આ એકતા જરૂરી છે, કારણ કે જો કોવિડ 19 પછી બોક્સ ઓફિસ કલેક્શન વધશે, તો આ ઉદ્યોગને જ ફાયદો થશે અને ઉદ્યોગને ફાયદો થશે, તો  આખરે તો બધાને ફાયદો થશે.
ફિલ્મ ઉદ્યોગ કોરોના રોગચાળામાંથી બહાર આવ્યો
કોવિડ રોગચાળાને કારણે લાંબા સમયથી બંધ રહેલા થિયેટરોમાં પચાસ ટકા વ્યુઅરશીપ હોવા છતાં, આખું બોલિવૂડ અક્ષય કુમાર સાથે ઊભેલું જોવા મળ્યું હતું, જેમણે તેની ફિલ્મ બેલ બોટમ રિલીઝ કરવાની હિંમત કરી હતી. અજય દેવગનથી લઈને આનંદ એલ રાય, વરુણ ધવન, કૃતિ સેનન, રકુલપ્રીત સિંહ, તમામ સેલેબ્સ ન માત્ર તેના નિર્ણયની પ્રશંસા કરતા જોવા મળ્યા, પરંતુ સોશિયલ મીડિયા પર ફિલ્મનું પ્રમોશન પણ કરતા જોવા મળ્યા હતાં. અજયે ટ્વીટ કરીને લખ્યું, 'પ્રિય અક્કી, બેલ બોટમના સારા રિવ્યુ સાંભળી રહ્યો છું. અભિનંદન. સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ કરવાની તમારી હિંમત પણ પ્રશંસનીય છે. આમાં હું તમારી સાથે છું.' સાથે જ અજય દેવગન તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર અભિષેક બચ્ચનની ફિલ્મ 'દસવી'નું પ્રમોશન કરતો જોવા મળ્યો હતો. એ જ રીતે, 'અપની ઈદ' રીલિઝ માટે પ્રખ્યાત સલમાન ખાન આ વખતે ઈદ પર અજયની ફિલ્મ 'રનવે 34' જોવા માટે ચાહકોને અપીલ કરી હતી. 'રનવે 34'નું ટીઝર રિલીઝ કરતાં સલમાને સોશિયલ મીડિયા પર લખ્યું, 'મારી પાસે કોઈ ફિલ્મ તૈયાર નથી તેથી મેં મારા ભાઈ અજય દેવગનને વિનંતી કરી કે જો તે ઈદ પર આવી શકે તો ઈદી આપે. આવો, આ વખતે ઈદ આપણે બધા ઉજવીશું અને #Runway34' જોઈશું.
આમિર ખાન, જે સામાન્ય રીતે ફિલ્મ ઇવેન્ટ્સ અને પાર્ટીઓથી દૂર રહે છે,પરંતુ તેણે પણ તાજેતરમાં સાઉથના જાણીતા નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ના પ્રમોશન માટે દિલ્હી પહોંચ્યો હતો.  સાથે જ આમિર ફિલ્મની સક્ક્સેસ પાર્ટીની ઉજવણી કરતા પણ જોવા મળ્યો હતો. અગાઉ, પ્રભાસ સ્ટારર 'આદિપુરુષ' ના નિર્માતાઓએ તેમની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા માટે તેમની રિલીઝ તારીખ આગળ વધારી છે. આમિરની 'લાલ સિંહ ચઢ્ઢા' પહેલા આ 14 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મ 11 ઓગસ્ટે આવશે. આમિરે સોશિયલ મીડિયા પર લખ્યું, 'અમારી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' 14 એપ્રિલે રિલીઝ થશે નહીં, કારણ કે અમે અમારી ફિલ્મ પૂરી કરી શક્યા નથી. હવે આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અમે T-Series ના ભૂષણ કુમાર, નિર્દેશક ઓમ રાઉત અને આદિપુરુષની સમગ્ર ટીમને રિલિઝ આગળ ધપાવવા બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
ફિલ્મ ઉદ્યોગના ભલા માટે એકતા જરૂરી
કોવિડ રોગચાળામાં સિનેમા ઉદ્યોગને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને, તમામ સ્ટાર્સ આ એકતા જરૂરી માને છે. અભિનેતા આયુષ્માન ખુરાના કહે છે, "હાલના સમયમાં આ એકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ઘણી ફિલ્મો લાંબા સમયથી તૈયાર છે, તેમની રિલીઝની તારીખો વેઇટીંગમાં હતી. હવે જ્યારે ફિલ્મો રિલીઝ થઈ રહી છે, ત્યારે દરેકને સપોર્ટની જરૂર છે સાથે જ , અજય દેવગન કહે છે, 'અમે જે પાંચ-છ લોકો છીએ, તેઓ હંમેશા એકબીજાની ફિલ્મોને સપોર્ટ કરતા આવ્યા છે. જેમ કે, સલમાન મારી ફિલ્મનું પ્રમોશન કરે કે અક્ષય કરે કે હું કરું, અમે કરીએ. અમે ઘણા સારા મિત્રો છીએ અને આ એકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ જ રીતે, 'રનવે 34'માં અજયની કોસ્ટાર રકુલપ્રીત સિંહના કહેવા મુજબ, "જો બધા કલાકારોમાં આ એકતા હોય કે બીજાની ફિલ્મ માટે એકસાથે ઊભા રહે, સારી ફિલ્મોના વખાણ કરો, પછી ભલે તમે તેમાં ન હોવ, તો અમારી ઇન્ડસ્ટ્રીને આકાશને સ્પર્શી શકે છે. મને લાગે છે કે કોવિડે આપણા વિચારો બદલી નાખ્યા છે કે આપણે એકબીજા સામે ઉભા રહેવા કરતાં એક બીજા માટે ઊભા રહેવું જોઈએ, કારણ કે જો ઉદ્યોગ વધશે, તો દરેકનો વિકાસ થશે.


દરેક એક બીજાને સાથ આપી રહ્યા છે તે એક સારું પરિવર્તન
અભિનેતા શ્રેયસ તલપડેમાં રકુલ સાથે સંમત છે. શ્રેયસે કહ્યું,  'ફિલ્મ ઉદ્યોગ આપણા માટે સૌથી મોટો છે અને તેને સાચવવો જરૂરી છે, તો જ આપણે તેમાં ખીલીશું, તેથી દરેક એક બીજાને સાથ આપી રહ્યા છે તે એક સારું પરિવર્તન છે. આનાથી ઉદ્યોગને ફાયદો થશે અને જો તે ઉદ્યોગ માટે સારું રહેશે, તો તે દરેક માટે સારું રહેશે. આ ફેરફાર ઘણા સમય પહેલા થવો જોઈતો હતો. પરંતુ મહામારી જેવી કેટલીક બાબતો તમને કંઈક સારું શીખવે છે અને આ તેમાંથી એક છે.
ઇન્ડ્સ્ટ્રીમાં એકબીજાના સહયોગથી વેપારમાં વૃદ્ધિ થશે
ફિલ્મ બિઝનેસ એક્સપર્ટ અતુલ મોહન પણ આ એકતાને ઈન્ડસ્ટ્રી, ફિલ્મો અને બિઝનેસ માટે સારી માને છે. તે કહે છે, 'એ સારી વાત છે કે સ્ટાર્સ એકબીજાની ફિલ્મોને સપોર્ટ કરી રહ્યાં છે. આ શરૂઆતથી જ થવું જોઈએ, કારણ કે તેઓ જે કરે છે તે તેમના ચાહકો જુએ છે. જે બંને કલાકારોના ચાહકોને એકસાથે જોડે છે.  નહીં તો તમે જુઓ, ઘણી વાર એક સ્ટારના ફેન્સ કેવી રીતે સોશિયલ મીડિયા પર બીજા માટે નફરતની ઝુંબેશ ચલાવે છે, જેનાથી સરવાળે બધાનું નુકસાન છે, કારણ કે અત્યારે ધંધો ઓછો છે, તેમાં પણ જો તેઓ એકબીજાની વચ્ચે લડશે તો એકબીજાના ધંધામાં કાપ મુકશે. તે ઉદ્યોગ માટે સારું નથી. અત્યારે જે તબક્કો ચાલી રહ્યો છે, જેમાં બધાએ સાથે આવવાનું છે. તેથી, દરેક વ્યક્તિ એકબીજાને ટેકો આપે તે જરૂરી છે.
ફિલ્મ બિઝનેસ એક્સપર્ટ કોમલ નાહટા કહે છે, 'આવું ભૂતકાળમાં પણ બન્યું છે. કલાકારો એકબીજાની ફિલ્મોને સપોર્ટ કરતા રહ્યા છે. જો તે દરમિયાન તમારી કોઈ ફિલ્મ ન આવતી હોય તો બીજાની ફિલ્મને પ્રમોટ કરવામાં કોઈ નુકસાન નથી, તેનાથી અભિનેતાની સદ્ભાવના જ વધે છે.
Tags :
AmirKhanbollywoodstartssupporteachotherbollywoodtreandcovideffectonfilmindustryGujaratFirstsupportmovie
Next Article